સહુના સુખમાં મારૂં સુખ

મંદિરના ઓટલે બેઠેલો એક ભિખારી કોઇ પાંચ પૈસા આપે કે પાંચ રૂપિયા પણ દરેક વખતે એની એક જ પ્રક્રિયા. પૈસા હાથમાં રાખવાના અને નજર ઉપર આકાશ તરફ આંખ બંધ અને મુખમાંથી વહેતો શબ્દનો શાંત પ્રવાહ આપનારને માત્ર હોઠ ફફડી રહ્યા છે એટલી જ પ્રતીતિ થાય. ભિખારીનો રોજનો આ ક્રમ.

શહેરના એક યુવાને ૧૦ રૂપિયા આપ્યા. રોજ તો એને સિક્કા જ મળતા અને એ પણ એકે કે બે રૂપિયાના જ. આપણા સમાજમાં તો કેટલાક અત્યંત વિચિત્ર હોય છે. જે સિક્કો આઉટ ઓફ ડેટ થઇ ગયો હોય એ ભિખારીને આપે. અને દાન કર્યાનો સંતોષ માણે. આ યુવાને તો ઉદાર દિલનો હતો.પહેલા દિવસે ૧૦ રૂપિયા આપ્યા. પણ ભિખારીની એ જ સ્ટાઇલ, બીજો દિવસ થયો, યુવાને વીસ રૂપિયા આપ્યા. ત્રીજા દિવસે ત્રીસ, ચોથા દિવસે ચાલીસ અને પાંચમા દિવસે પચાસ રૂપિયા આપ્યા. છતાંય ભિખારીની એ જ પ્રક્રિયા. એ જ અદા, એ જ સ્ટાઇલ.

યુવાન મુંઝાયો, ગૂંચવાયો. આ ભિખારી છે કે ઓલિયો ફકીર ! ‘ભગવાન તમારું ભલુ કરે. ભગવાન તમને ખુશ રાખે.’ આવું કંઇ બોલવાનું નહીં કે આભાર પણ નહીં માનવાનો અને ધન્યવાદ પણ નહીં આપવાના ?  યુવાનથી ન રહેવાયુ એટલે એણે ધૂંઆપૂંઆ થતા કહ્યુંઃ ‘અરે યાર ! ધન્યવાદ પણ નહીં આપવાના ?

વરસોનું મૌન તોડતો હોય એમ એ બોલ્યોઃ’સાહેબ ! મેં ઈશ્વર કો પ્રાર્થના કર રહા થા કિ જિસ યુવાનને મેરે હાથ ભર દિયે ઉસ યુવાન કા દોનો હાથ તું કભી ખાલી મત રખના.’ યુવાનની મુંઝવન દુર થઇ અને એ ત્યાંથી ચાલ્યો ગયો.

વાત આમ છે. જે સુખ આપણને મળ્યું હોય એ જ સુખ કે એથી વધુ સુખ સામી વ્યક્તિને મળવું જોઇએ એવો ભાવ, એવી લાગણી, એવો પ્રેમ આપણો હોવો જોઇએ. આનંદથી જીવવું હોય, પ્રસન્નતાથી જીવવું હોય ઉલ્લાસ અને ઉમંગથી જીવવું હોય તો માત્ર આપણું જ નહીં, આપણી આસપાસ રહેતા બધાના માટે સુખ ઇચ્છવું. હું સુખી થવું, હું જ સુખી થવું, મને જ બધુ મળે. મારુ જ બધુ હોવું  જોઇએ. આ શેતાને મોકલેલા વિચારો છે. દેહ ઇન્સાનનો હોય અને જો મન શેતાનનું હોય તો એનું ભવિષ્ય હંમેશા ધૂંધળુ જ રહેવાનું

હા, કદાચ કોઇને સુખી ન કરી શકો તો કશો વાંધો નહીં પણ કોઇનું સુખ જોઇને બળવું નહીં. ઇર્ષ્યા માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. મારા કરતા આ અધિક સુખી છે. મારા કરતા આ વધુ હોંશીયાર છે. મારા કરતા આનામાં વધુ આવડત છે આવું વિચારી ક્યારેય એનાથી જલવુ નહીં. પેટમાં બળતું હોય તો એના અનેક ઉપાય છે પણ ઇર્ષ્યાથી બળતો હોય તો એનો કોઇ ઇલાજ જ નથી.

તમારાથી શક્ય હોય એ દરેકને સુખ વહેંચો. મૂડી વગરનો અને ચોખ્ખો નફો ધરાવતો આ ધંધો છે. કાયમ માટે એક સૂત્ર ગોખી લો સહુના સુખમાં મારુ સુખ. કોઇ ઘરડા માજીને મંદિરે મુકી આવીએ. કોઇ વિદ્યાર્થીને રસ્તો ક્રોસ કરવામાં સહાય કરીએ. આખી બપોર ફેરી ફરીને થાકી ગયેલા કોઇ ફેરીયાને એક ગ્લાસ ઠંડુ પાણી પીવડાવીએ. દીકરાને હોમવર્કમાં થોડી મદદ કરીએ. સાચા હ્રદયથી આપેલું સુખ તમને ક્યારેય દુઃખી નહીં બનાવી શકે.

સ્વામી વિવેકાનંદની એક પ્રસિધ્ધ વાત આપણે સહુ જાણીએ છીએ માતાએ વિવેકાનંદ પાસે છરી મંગાવી અને વિવેકાનંદે છરીનો આગળનો ભાગ જે ધારદાર હતો એ પોતાની તરફ રાખ્યો અને હાથાવાળો ભાગ માતાને આપ્યો. કારણ કે છરી પકડતા કદાચ એની ધાર માતાને વાગી જાય તો ? આ સામી વ્યક્તિના સુખનો વિચાર હતો.

બે ચીજ એવી છે. જેટલી વહેંચો એટલી વધે. જ્ઞાન અને સુખ. માત્ર એકલપેટા બનીને ભોગવ્યા કરીએ એમાં માણસાઇ નથી. કોઇના સુખમાં ભાગીદાર બનવું નહીં પણ આપણા સુખમાં કોઇને ભાગીદાર બનાવવા. કાયમ માટે સુખી રહેવું હોય તો આટલું યાદ રાખી લેજો કોઇના સુખમાં ભાગીદાર ન બનવું પણ નિમિત્ત બનવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું પણ ભાગીદાર બનવું. દુઃખ આવે ત્યારે એક ખૂણામાં બેસી એની પતાવટ કરી દેવી અને સુખ આવે ત્યારે છડેઅચોક ઉભું રહેવું. આપણા કારણે સામી વ્યક્તિ સુખી રહેતી ઓય, ખુશ રહેતી હોય, આનંદિત રહેતી હોય તો ચાર ધામની યાત્રાની જરુર નથી ઘેર બેઠા પુણ્યનું ભાથું બાંધવાનો આ મારગ છે. બસ એક જ મંત્રઃ ‘સહુના સુખમાં મારૂં સુખ’

ધરતી ધાન્ય આપીને સુખી કરે છે. વાદળ પાણી આપીને સુખી કરે છે, વૃક્ષો ફળ આપીને સુખી કરે છે, સુરજ રોશની અને ચંન્દ્ર  ચાંદની આપીને સુખી કરે છે. આ બધા વળતરની અપેક્ષા રાખ્યાવિના સહુને સુખ આપે છે કારણ કે એ લોકો સમજે છે કે સહુના સુખમાં મારું સુખ, માણસ પણ અજો આટલું સમજી જાય તો ???

મુની વચન(સહયોગઃ ગણિવર ઉદયરત્ન વિજ્યજી):

‘જેની કોઇ ગેરંટી નથી તેનું નામઃ જિંંદગી.

જેની ગેરંટી છે એનું નામઃ મૄત્યુ.

-સાભાર (સાધુ તો ચલતા ભલા) મધૂવન પૂર્તિ, ફૂલછાબ તા.૧૦-૦૭-૨૦૧૬, રવિવાર

48 Ultra-Cool Summer Sites for Kids and Teachers

Ed Tech Ideas

Cross-posted @ Edutopia

A good majority of northern hemisphere and international schools are winding down the 2011-2012 school year and doors will be closing as the students and teachers take off on their summer adventures. Here is a list of great sites for kids and teachers to keep you happily productive and learning this summer. These are in no way in any order of personal preference or coolness.

Happy summer!

1. Magic Tree House

If your students like The Magic Tree House Series (and let’s be honest, who doesn’t?), they’ll love The Magic Tree House Website. Students climb up the tree and enter the tree house to find some great puzzles, fun games and quizzes on any of the 45+ MTH books.

2. Toporopa

Can’t afford that summer vacation schlepping around Europe? No worries, just pull up Toporopa on your nearest browser and learn all about the geographical, political, historical and economical…

View original post 2,812 more words

( 757 ) છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ ……સંકલિત

વિનોદ વિહાર

ramesh-2

આભાર … સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ 

આ ર. પા. કોણ છે?

પ્રિય મોરારિ બાપૂનાં શબ્દોમાં કહીએ તો રમેશ પારેખ કાંઇક ભાળી ગયેલો કવિ છે. ર. પા. કથાનો એક સરસ ઉપક્રમ રાજકોટનાં આંગણે રચાયો. રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા હોય, હમણાં હમણાં ગાંધી કથા પણ સાંભળી. પણ આ ર. પા. કથા? પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપક્રમે શિવરાત્રિનાં પાવન દિવસે ર. પા.નાં જીવનસંગીની રસીલાબેન અને એમનાં કુંટુંબીજનની હાજરીમાં સૌ સહભાવકો સાથે અમે, એટલે મેં અને મારી કોકિલાએ સજોડે ર. પા. કથાનું શ્રવણ કર્યું. ર. પા. ખુદ એસએસસી પાસ પણ યુનિવર્સિટી એમને ડોકટરેટ ઓફ લિટરેચરથી સન્માને. ર. પા. ખુદ કેટલાંયની પી. એચ. ડી.નો વિષય બન્યા. એમની ખુમારી, એમની ખુદ્દારી, એમની સરળતા, એમની સહજતા- અમે અનુભવી હતી. કથાકાર ડો. ગુણવંત વ્યાસને તો ર. પા.નો અંગત પરિચય ઓછો. પણ એમણે ર. પા.ની જે અંતરંગ વાતો કરી, એની મઝા કાંઇ ઓર જ હતી.

રમેશ પારેખ શબ્દનો સ્વામી છે. ગુજરાતી ભાષા એનાં…

View original post 897 more words

હકારાત્મક દૃષ્ટિ

એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી શકશે? કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે? શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો. શું હરણી આગળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં ધસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતું. શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબિલિટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈ જ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ જઈ શકે છે. જો તમે ધાર્મિક હોવ, અંધશ્રદ્ધાળુ હોવ, નાસ્તિક હોવ, આધ્યાત્મિક હોવ, અજ્ઞેય હોવ કે ગમે તે હોવ, આ એક ક્ષણને આમાંની કોઈ પણ એક રીતે મૂલવી શકો છો – ઇશ્વરનો ચમત્કાર, શ્રદ્ધા, સદનસીબ, યોગાનુયોગ,કર્મ કે પછી ‘ખબર નહિ કઈ રીતે (આમ બનવા પામ્યું)’

એ ક્ષણે હરણી માટે સૌથી વધુ અગત્યની બાબત હતી બચ્ચાને જન્મ આપવો. કારણ જિંદગી, એક અતિ મૂલ્યવાન ચીજ છે. ચાલો આપણે સૌ ઇશ્વરને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આપણને આવી હકારાત્મક દૃષ્ટિ પ્રાપ્ત થાય અને કોઈ પણ નકારાત્મક કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે…

– એક ઈમેઇલ દ્વારા.

વજ્રયાન-પ્રકરણ-૨૨ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

સંપ્રદાયો અને સાધુઓ હમણાં હમણાં હવામાન ખૂબ સરસ છે, ખુશનુમાં છે. તિબેટમાં પણ આવું સુંદર ખુશનુમાં હવામાન હોઈ શકે ? હોઈ શકે ? કેમ ન હોય ? ધરતી પર એવું કોઈ સ્થાન નથી જે ક્યારેય ખુશનુમાં ન હોય અને એવું પણ કોઈ સ્થાન નથી જે બારેય માસ સતત અનવરત ખુશનુમાં જ હોય ! ખુશનુમાં અને અ-ખુશનુમાં, બંને વારાફરતી આવે છે અને જાય છે. ધરતી પરના સ્થાનની જ શા માટે વાત કરો છો ? માનવીના જીવનનું પણ એમ જ છે. ધરતી પર કોઈ માનવી નથી જે માત્ર દુઃખી હોય અને ધરતી પર એવો પણ માનવી નથી જે માત્ર સતત અનવરત સુખી જ હોય, સુખ અને દુઃખનું ચક્ર સતત, અનવરત ચાલ્યા જ કરે છે ! પરંતુ ઉભા રહો ! ભગવાન બુધ્ધ તો કહે છે જીવનમાં દુઃખ છે આ તેમનું પ્રથમ આર્ય સત્ય છે. તેઓ જીવનમાં દુઃખની સાથે સુખ પણ છે. તેમ તો કહેતા નથી તો શું ભગવાન બુધ્ધનું આ દર્શન અધુંરું કે એક દેશીય ગણાય ? તે તો તમે જ નક્કી કરો, પરંતુ જીવનમાં દુઃખ છે અને સુખ પણ છે અને આ દ્વન્દ્વથી ઉપર આનંદ પણ છે અને આ આનંદ માત્ર નિર્વાણમાં જ છે તેમ નહીં જીવનમાં પણ શક્ય બને છે તેથી જ ઉપનિષદના ઋષિ કહે છે-

આનન્દો બ્રહ્મેતિ  વ્યજાનાત્  ! આનન્દાધ્યયેવ સ્વલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે ! આનન્દેન જાતાનિ જીવન્તિ ! આનન્દં પ્રયન્ત્યમિસંવિશન્તીતિ  ! સૈષા ભાર્ગવી વારૂણી વિદ્યા પરમે વ્યોમન્ પ્રતિષ્ઠિતા !

-તૈત્તિરીયોપનિષદ- ૩, ૬ ” આ આનંદ જ બ્રહ્મ છે, તેમ નિશ્ચયપૂર્વક જાણ્યું. ખરેખર તો આ આનંદમાંથી આ સર્વ ભૂતો પ્રગટ થાય છે અને પ્રગટ થયેલાં સર્વ ભૂતો આનંદ દ્વારા જ જીવન ધારણ કરી રહ્યા છે, અંતે આનંદમાં જ પ્રવેશ પામે છે” “આ ભાર્ગવી વારૂણી વિદ્યા છે, જે પરમ વ્યોમમાં પ્રતિષ્ઠિત છે” આમ જીવનનો પાયો દુઃખ નહીં, આનંદ છે. થોડાક દુઃખથી વિચલિત થઈને સમગ્ર જીવનને દુઃખપૂર્ણ માનવું, તે અધૂરું અને એકાંગી દર્શન છે અને તેથી જીવનના યથાર્થ સ્વરૂપને ન સમજવા બરાબર છે. તો હમણા અહીં વાતાવરણ ખુશનુમા છે. ગુરુજી અને કુમારેપા પણ અહીં આવી ગયા છે. છેલ્લા પદરેક દિવસમાં હિમવર્ષા ન્હિવત થઈ છે. મોટા ભાગનો બરફ જળ બનીને વહી ગયો છે. નદીઓ, ખીણો અને સરોવરોમાં બરફ છે. ક્યાંક ક્યાંક બરફની વચ્ચે થઈને જલપ્રવાહ વહી રહ્યા છે. અને આમ વાતાવરણ ખુશનુમા છે. પ્રારંભમાં તિબેટીઅન ભાષાનો અભ્યાસ કરવામાં ધ્યાન પરોવ્યું હતું, પરંતુ હમણાં હમણાં ભાષા શિક્ષણ બાજુમાં રહી ગયું છે અને વજ્ર યાનનો અભ્યાસ તીવ્રતાથી ચાલી રહ્યો છે. આ કુમારેપા અને મીરાંબાઈ મારા વજ્રયાન શિક્ષણના પ્રાધ્યાપકો છે. ક્યારેક કોઈ વૃધ્ધ લામા અને ગુરુજી સાથે પણ ધર્મવિષયક વાર્તાલાપ ચાલે છે. અલબત્ત કુમારેપા કે મીરાંબાઈને સાથે રાખીને ! સાંજે કુમારેપા સમાચાર લાવ્યા છે-‘આપણે સૌએ આવતીકાલે સવારે મસ્તાંગ જવાનું છે ! ‘આપણે એટલે ?’ ‘ગુરુજી, મીરાંબાઈ, બે વૃધ્ધ લામા હું અને તમે !’ ઉત્તમ ? મારા મનના એક ખૂણામાં આ ‘મસ્તાંગ’ તો ઘણા વખતથી બિરાજમાન હતું જ ! તે મસ્તાંગ મનના ખૂણામાંથી બહાર આવે છે અને અમારે આ ધરતી પરના બહિરંગ મસ્તાંગમાં જવાનું છે. શા માટે ? તે તો અહીં પૂછવાનું જ નહીં ચૂપચાપ સાથે ચાલવાનું ! બીજે દિવસે સવારે ગોમ્પાના પ્રાંગણમાં સાત યાક તૈયાર થઈને ઉભા છે. ગુરુજી,કુમારેપા,બે વૃધ્ધ લામા, મીરાંબાઈ અને હું અમે છ જ છીએ અને યાક સાત કેમ છે ? સાતમું સામાન ઉંચકવા માટે ! સમજ્યા ? હા, સમજ્યા ! સૌથી પહેલાં ગુરૂજી અને પછી અમે સૌ યાક પર સવાર થયા અને અમારી યાક-યાત્રા આગળ ચાલી. મીરાંબાઈનું યાક ગુરુજીના યાકની પાસે જ ચાલે છે. જાતવાન ઘોડાં જાતવાન શ્વાનની જેમ જાતવાન યાક પણ ક્યારે કોની સાથે ચાલવું તે બરોબર સમજે છે. મારું યાક પણ તેનાથી થોડું પાછળ પણ લગભગ તેમની લગોલગ ચાલે છે. ગુરુજી મીરાંબાઈને પૂછે છે- ‘તમે ભાણદેવજીને વજ્રયાનનું સ્વરૂપ બરાબર સમજાવ્યું છે ?’ ‘બધું તો નહીં પણ થોડું સમજાવ્યું છે’ ‘વજ્રયાનના ચાર પ્રધાન સંપ્રદાય અને લામાની ભૂમિકાની વાત થઈ છે ?’ ‘ના ગુરૂજી તે વાત થઈ નથી, હજુ બાકી છે’ ‘ભાણદેવ બરાબર સમજવા પ્રયત્નશીલ છે ?’ ‘અરે ! ભાણદેવ તો જ્વલંત જિજ્ઞાસુ છે તેમની જીજ્ઞાસા અને તેમની અધ્યયનશીલતા તથા શ્રવણપરાયણતા અતુલનીય છે, તેમાં મને કોઈ શંકા નથી’ થોડીવાર અટકીને મીરાંબાઈ આગળ ચલાવે છે- ‘ભાણદેવની જિજ્ઞાસા અને અધ્યયનશીલતા પ્રચંડ છે, પરંતુ આ બધું છતાં ભાણદેવની દ્રષ્ટિ વિદ્વતા તરફ નથી’ ‘તો ?’ ‘આધ્યાત્મ તરફ છે !’ ‘એ જ બરાબર છે. એ જ આપણે ભાણદેવજી પાસેથી શીખવાનું છે. દ્રષ્ટિ માહિતી સંગ્રહ તરફ નહીં. દ્રષ્ટિ પર્મ સત્યની પ્રાપ્તિ અને તે માટેની સાધના તરફ જ રહેવી જોઈએ. એક વિદ્વાનની અધ્યયનશીલતા અને એક આધ્યાત્મ યાત્રિની અધ્યયનશિલતા આ બંનેમાં પાયાની ભિન્નતા છે!’ થોડીવાર તો સૌ મૌન રહ્યા. પરંતુ આ મૌન તો વચગાળાના વિશ્રામ જેવું મૌન છે તે કેટલું ચાલે ?’ આખરે ગુરુજીએ પાછું વળીને જોયું. તેમની દ્રષ્ટિ સીધી જ મારા તરફ વળી. ઈશારાથી જ તેમણે મને નજીક આવવા કહ્યું. મેં તો કાંઈ જ કર્યું નહીં, પરંતુ યાક ગુરુ આજ્ઞાને સમજી ગયું. તુરંત મારું યાક ગુરુજીના યાકની સાથે જ થઈ ગયું. ગુરુજીના યાકની ડાબી બાજુ મીરાંબાઈનું યાક આમ અમારી યાત્રા આગળ ચાલી. હવે ગુરુજીના શૈક્ષણિક વર્ગનો પ્રારંભ થાય છે. વિષય છે વજ્રયાનના સંપ્રદાયો. પ્રાધ્યાપક છે ગુરુજી અને વિદ્યાર્થીઓ અમે છીએ હું અને મીરાંબાઈ ! તદ્દનુસાર પ્રથમ અહીં પ્રસ્તુત છે- વજ્રયાનના સંપ્રદાયો. વસ્તુતઃ આ વજ્રયાનના સંપ્રદાયો નથી. આ વજ્રયાનની ધારાઓ છે. તેમની વચ્ચે અરસપરસ વિરોધ, બહુ મોટી ભિન્નતા કે કોઈ પણ પ્રકારની હરિફાઈ નથી. ભલે વસ્તુતઃ આ વજ્રયાનના સંપ્રદાયો નથી આમ છતાં તે માટે અન્ય કોઈ સમુચિત શબ્દ ઉપલબ્ધ ન હોવાથી આપણે તેમના માટે ‘સંપ્રદાય’ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તેમ સમજવું. વજ્રયાનના પ્રધાન સંપ્રદાય ચાર છે (૧) ન્યીંગ્મા (૨) સા-ક્યા (૩) કા-જ્યુ (૪) ગેલુગ આ ચારેય સંપ્રદાય્નો પ્રારંભ કોઈ એક વિશેષ પરિબળમાંથી થયો છે. કોઈ એક વિશેષ ગોમ્પાની પરંપરા, કોઈ ગ્રંથ સમૂચ્ચયની પરંપરા, કોઈ વિશેષ સાધનાની પરંપરા કે કોઈ એક સમર્થ આધ્યાત્મ પુરૂષની પરંપરા આવા વિશિષ્ટ પરિબળોની પરંપરામાંથી આ ચાર સંપ્રદાયનો પ્રારંભ થયો છે તેથી આપણે આ ચાર સંપ્રદાયને રૂઢ અર્થમાં સંપ્રદાય ગણવાને બદલે વિશિષ્ટ ધારા ગણીએ તો તે વધારે ઉચિત ગણાશે. આમ છતાં સામાન્ય ભાષામાં તેમના માટે સંપ્રદાય શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આ ચાર સંપ્રદાયનો પરિચય કરાવતા પહેલા ગુરુજી મને બૌધ્ધની વિકાસયાત્રા સંક્ષેપમાં જણાવે છે કારણ કે તો જ વજ્રયાનના સ્વરૂપને સમજી શકાય. બૌધ્ધ ધર્મના ઉદ્દભવ પછી પ્રથમ ૫૦૦ વર્ષનો ગાળો તે બૌધ્ધનું પ્રથમ સ્વરૂપ કે પ્રથમ મહાન સોપાન છે. આ અવસ્થા દરમિયાન નૈતિક અને મનોવૈજ્ઞાનિક તત્વો પ્રથમ સ્વરૂપે રહ્યા છે. આ મનોવૈજ્ઞાનિક અભિગમ વિશેષતઃ ધ્યાન અને ચેતનાના ઉચ્ચત્તર સ્તરો વિષયક હતો તેથી આ મનોવૈજ્ઞાનિક ધ્યાન સાધનાનો આધ્યાત્મિક ગાળો કહી શકાય. બૌધ્ધ ધર્મનો દ્વિતીય ગાળો પણ લગભગ ૫૦૦ વર્ષનો ગાળો છે. આ ગાળો ઇસવીસનના પ્રારંભથી ઈ.સ.૫૦૦ સુધીનો ગાળો આ ૫૦૦ વર્ષનો દ્વિતીય ગાળો છે. આ દ્વિતીય સોપાન દરમિયાન તત્વજ્ઞાન અને ભક્તિ પરંપરાનો પ્રારંભ અને વિકાસ થયો છે. આ ગાળા દરમિયાન પ્રથમ ગાળાના તત્વોનો ઇન્કાર કે અવગણના થઈ નથી. તેમનો તો સ્વીકાર છે જ. તેમને તો પાયામાં રાખીને આ બે નવા પરિબળોનો વિકાસ થયો છે. આ સમય ગાળા દરમિયાન ભગવાન બુધ્ધ અને બોધિસત્વોની ભક્તિ, પૂજા, ઉપાસનાનો પ્રારંભ થયો અને ખૂબ વિકાસ પણ થયો છે. આ ગાળાને મહાયાન સ્વરૂપનો ગાળો ગણી શકાય. બૌધ્ધ ધર્મના વિકાસનો તૃતિય ગાળો ઈ.સ.૫૦૦ થી ઈ.સ.૧૦૦૦ સુધીનો ગાળો ગણી શકાય. આ ગાળામાં પ્રથમ અને દ્વિતીય ગાળાના પ્રધાન તત્વો અર્થાત્ નૈતિક અને મનોવૈજ્ઞાનિક તત્વો તથા તત્વજ્ઞાન અને ભક્તિનો સ્વિકાર તો છે જ આ ઉપરાંત આ તૃતિય ગાળા દરમિયાન ક્રિયાકાંડ, યોગિક તત્વો, તંત્ર સાધના અને ઉચ્ચત્તર ધ્યાન આદિ પરિબળો ઉમેરાય છે અને વિકાસ પામે છે. આ ગાળાને વજ્રયાન સ્વરૂપનો ગાળો ગણી શકાય. ચાર આર્ય સત્યો, આર્ય અષ્ટાંગ યોગ, પ્રતિત્યસમુત્પાદ આ બૌધ્ધ ધર્મનો પાયો છે અને બૌધ્ધ ધર્મની સર્વ ધારાઓમાં અને તદ્દનુસાર વજ્રયાનની સર્વ ધારાઓમાં તેમનો સ્વિકાર છે જ.અ વજ્રયાનમાં અધિક શું છે ? તંત્ર યાન ! તંત્ર, તેના વિશુધ્ધ સ્વરૂપમાં વજ્રયાનનું વિશેષ તત્વ છે અને સર્વાધિક વિશેષ તત્વ છે અને વજ્રયાનની સર્વધારાઓમાં તંત્ર યાન તો છે તેથી જ વજ્રયાનને ક્વચિત તંત્રયાન પણ કહેવામાં આવે છે. આ સત્યને વધુ સારી રીતે આ રીતે મૂકી શકાય. વજ્રયાનની સર્વ ધારાઓ કે સંપ્રદાયોમાં ત્રણેય યાન અર્થાત હીનયાન, મહાયાન અને વજ્રયાનનો યથાર્થતઃ સ્વિકાર થયો છે. વજ્રયાનની સર્વધારાઓમાં સમાન ધર્મગ્રંથોનો સ્વિકાર થયો છે. કંજુર ધર્મ ગ્રંથમાળા અને તંજૂર ધર્મગ્રંથમાળા સર્વ માટે માન્ય અને સેવ્ય છે. પરંતુ આ ઉપરાંત વજ્રયાન ભિન્ન ભિન્ન ધારાઓ પાસે પોતાન વિશેષ ધર્મગ્રંથો પણ હોય છે. વજ્રયાનની સર્વધારાઓના લામાઓ અને અનુયાયીઓ લગભગ સમાન ધર્મશૈલી અને ધર્મનિયમોને અનુસરે છે. આનો અર્થ એમ થયો કે વજ્રયાનની ભિન્ન ભિન્ન ધારાઓ પ્રધાનતઃ લગભગ સમાન છે. આમ છતાં પ્રત્યેકને પોતાની કાંઈક વિશિષ્ટતાઓ પણ છે જ, અન્યથા અલગ-અલગ ધારા ગણાય કેવી રીતે ? આટલી ભૂમિકા પછી હવે ગુરુજી મને એક પછી એક આ ચારેય ધારા કે સંપ્રદાયનો પરિચય કરાવે છે.

વજ્રયાન-૨૨_૧

૧. ન્યીંગ્મા : આ ‘ન્યીંગ્મા’ શબ્દ તિબેટીઅન ભાષાનો છે અને તેનો અર્થ થાય છે જુનો સંપ્રદાય. ચારે સંપ્રદાયમાં આ સૌથી જુનો છે અને તેઓ તંત્રના જુના અનુવાદોને અનુસરે છે તેથી તેને ‘ન્યીંગ્મા’ કહેવામાં આવે છે. ન્યીંગ્માના અનુયાયી એમ માને છે કે પોતાના આ સંપ્રદાયનિ સ્થાપના, તિબેટમાં વજ્રયાનની પ્રતિષ્ઠા કરનાર પદ્મસંભવ દ્વારા થઈ છે. તેઓ પદ્મસંભવને દ્વિતીય બુધ્ધ ગણે છે. વજ્રયાન પરંપરાના પ્રત્યેક ગોમ્પામાં ભગવાન બુધ્ધ અને બોધિસત્વ અવલોકિતેશ્વરની સાથે પદ્મસંભવનિ મૂર્તિ પણ હોય જ છે. તિબેટમાં પદ્મસંભવને ગુરુ રિંપોચે તરીકે ઓળખવામાં આવે છે.
વજ્રયાન વિદ્વાનોના મત પ્રમાણે વજ્રયાનના ચાર સંપ્રદાયોમાં ન્યીંગ્મા સંપ્રદાય સૌથી સમૃધ્ધ છે.
બૌધ્ધ ધર્મના ત્રણ યાન ગણાય છે. હીનયાન, મહાયાન અને વજ્રયાન પરંતુ ન્યીંગ્મા પરંપરામાં આ ત્રિયાનને નવ યાનમાં વહેંચવામાં આવે છે.

(૧) શ્રાવકયાન : જે સાધક પોતે પોતાની રીતે સાધના કરીને સત્ય પામી શકે તેમ નથી, પરંતુ સિધ્ધ ગુરુ પાસેથી સાંભળીને તદ્દનુસાર સાધના કરીને પોતાના વ્યક્તિગત નિર્વાણ માટે સાધના કરે છે, તેવા સાધકનો માર્ગ તે શ્રાવક યાન છે.
(૨) પ્રત્યેક બુધ્ધ યાન :  જે સાધક પોતાની જાતે સાધના કરીને માત્ર પોતાના નિર્વાણ માટે સાધન પરાયણ છે, તેનો પ્રત્યેક બુધ્ધ યાન છે. આ યાનના સાધકના કોઈ ગુરુ નથી અને કોઈ શિષ્ય નથી. આ યાનના સાધક પોતાના નિર્વાણ માટે જ પ્રયત્નશીલ છે, સર્વના નિર્વાણ માટે નહીં.
(૩) બોધિસત્વયાન : બોધિસત્વયાનના સાધકને ગુરુ પણ છે અને શિષ્ય પણ છે. આ યાનનો સાધક માત્ર પોતાના નિર્વાણ માટે નહીં, પરંતુ સર્વ પ્રાણીઓના નિર્વાણ માટે આતુર હોય છે. આ બોધિસત્વયાન સર્વના કલ્યાણનો માર્ગ છે.
(૪) ક્રિયાયોગ તંત્રયાન : આ યાનના સાધક ક્રિયાયોગ, મંત્રયોગ અને બુધ્ધ સ્વરૂપની ધારણા-ભાવના કરે છે.
(૫) ઉભયયોગ તંત્રયાન : આ યાનમાં ક્રિયાકાંડ અને ધ્યાનયોગની સમાન રીતે સાધના કરવામાં આવે છે તેથી આ ઉભયયોગ તંત્રયાન ગણાય છે.
(૬) યોગ તંત્રયાન : આ યાનમાં સાધક જ્ઞાન અને કરૂણાના સુભગ અને સંતુલિત સમન્વય માટે પ્રયત્નશીલ રહે છે અને તે માટે અનેકવિધ સાધના કરે છે, તેથી આ યોગ તંત્રયાન છે.
(૭) મહાયોગ તંત્રયાન : આ યાનમાં અનેકવિધ સાધનાઓ છે, જે વિકાસયોગ કે પૂર્ણયોગની સાધનાઓ ગણાય છે.
(૮) અનુયોગ યાન : આ યાનમાં અનેકવિધ ધ્યાન પધ્ધતિઓ છે, જેમનો સંબધ શ્વાસનિયંત્રણ, ચેતાતંત્ર, સુક્ષ્મ ચક્રો અને કામ શક્તિ સાથે હોય છે. આ સાધનાનો હેતુ વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન શક્તિઓનું ઉર્ધ્વકરણ હોય છે અને તે રીતે નિર્વાણ તરફ ગતિ થાય છે.
(૯) અતિયોગ યાન : આ સર્વોચ્ચ યાન છે. આ યાનમાં કોઈપણ પ્રકારના મધ્યસ્થ સાધનોનો આશ્રય ગ્રહણ કર્યા વિના પરમ સત્યનો સાક્ષાત્કાર કરવાની સર્વોચ્ચ સાધના છે.
આ યાનનું સ્વરૂપ કાંઈક અંશે ઝેન બૌધ્ધ સાધનાને મળતું આવે છે.
આ યાનમાં ગુરૂ, શાસ્ત્ર, ધ્યાનના બહિરંગ આવલંબનો મંત્ર, પૂજા, બધું જ સરી પડે છે.
આ અતિયોગની સાધના માટેના ખાસ ગોમ્પાઓ તિબેટમાં છે અને ઉચ્ચ કોટિના સાધકોને જ તેમાં પ્રવેશ મળે છે.
આ નવ યાનમાં પ્રથમ બે યાન તે હિનયાન ગણાય છે. તૃતિય યાન મહાયાન ગણાય છે. પછીના છ યાન વજ્રયાન છે. તેમાં પણ ચાર, પાંચ અને છ મળીને મંત્રયાન ગણાય છે. તે પછીના ત્રણ યાન અર્થાત મહાયોગ તંત્રયાન, અનુયોગયાન અને અતિયોગ યાન મળીને યથાર્થ વજ્રયાન ગણાય છે.
ન્યીંગ્મા સંપ્રદાયને બૌધ્ધ ધર્મ, વજ્રયાન પરંપરાના ગ્રંથો ઉપરાંત પોતાના ચોસઠ ગ્રંથો છે, જેમને ‘રીંચેન તેમાં’ કહેવામામ આવે છે અને તેમને ઘણો મહિમા છે. આ ઉપરાંત ન્યીંગ્મા સંપ્રદાય પાસે પોતાના ૩૦૦ તાંત્રિક ગ્રંથો છે, જેમને ‘ન્યીંગ્મા તંત્ર’ ગણવામાં આવે છે. તિબેટનો પ્રસિધ્ધ ગ્રંથ  અર્થા‌‌‌ત્  આ જ સંપ્રદાયનો ગ્રંથ છે. સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે આ ગ્રંથના રચયિતા ગુરૂ પદ્મસંભવ જ છે. આ ન્યીંગ્મા સંપ્રદાયની ચાર પેટા શાખાઓ પણ છે.

વજ્રયાન-૨૨_૨

કા-જ્યુ

કા એટલે મૌખિક વાણી અને જ્યુ એટલે પરંપરા. કા-જ્યુ સંપ્રદાય ગુરૂ શિષ્યને પોતાને મૂખેથી જે ઉપદેશ અને માર્ગદર્શન આપે છે, તેને વિશેષ મહત્વ આપે છે. ગ્રંથસ્થ ઉપદેશ અને શાસ્ત્રોનો મહિમા અહીં ઓછો છે. આધ્યાત્મનું જ્ઞાન ગુરૂ-શિષ્ય પરંપરા દ્વારા કર્ણોપકર્ણ પધ્ધતિથી આવે છે તે જ મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે તેવી આ સંપ્રદાયની માન્યતા અને પરંપરા છે.
અગિયારમી સદીમાં ભારતમાં એક મહાન ગુરૂ થયા મારપા, જેઓ નારોપાના શિષ્ય હતા. આ મહાન ગુરૂ મારપાને અને કા-જ્યુ સંપ્રદાયના પ્રથમ ગુરૂ ગણવામાં આવે છે.
મહાન તિબેટીઅન યોગી અને સિધ્ધપુરૂષ મિલારેપા આ ગુરૂ મારપાના શિષ્ય હતા અને કા-જ્યુ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ સમગ્ર તિબેટમાં ખૂબ ઉંચુ અને સન્માનીય સ્થાન પામેલા છે. મિલારેપા અધ્યાત્મની સર્વ પરંપરાઓમાં નિષ્ણાત હતા અને સર્વ પ્રકારની ધ્યાન પધ્ધતિમાં સિધ્ધ હતા. મિલારેપા એક મહાન કવિ પણ હતા. તેમણે રચેલાં હજારો કાવ્યો આજે પણ તિબેટમાં વ્યાપક પ્રમાણમાં ગવાય છે. કા-જ્યુ સંપ્રદાયમાં શસ્ત્રોના અધ્યયન કરતાં સાધનાનો મહિમા વધુ છે.
કા-જ્યુ સંપ્રદાયમાં નારોપા પ્રણિત છ યોગની સાધના ખૂબ પ્રચલિત છે. આ છ યોગ આ પ્રમાણે છે.
(૧) શરીરની અંદરથી ગરમી પ્રગટ કરવી
(૨) વ્યક્તિત્વના અધ્યાસી સ્વરૂપનો સાક્ષાત્કાર
(૩) સમગ્ર અસ્તિત્વના આભાસી સ્વરૂપનો સાક્ષાત્કાર
(૪) મહાશૂન્ય પ્રકાશને આત્મસાત કરવો
(૫) મૃત્યુ પછીની અવસ્થા વિશે પ્રકાશ પાડવો
(૬) ચેતનાનું સ્થિત્યંતર આ સ્થિત્યંતર માત્ર જીવનના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં નહીં પરંતુ ચેતનાની નિમ્ન ભૂમિકામાંથી ઉચ્ચત્તર ભૂમિકામાં સ્થિત્યંતર હોય છે
આ બધી સાધના માન્ય અને સેવ્ય છે. પરંતુ કા-જ્યુ સંપ્રદાયમાંસૌથી શ્રેષ્ઠ અર્થાત્ સર્વોચ્ચ, સર્વોત્તમ સાધના મહા મુદ્રા છે.આ મહા મુદ્રા ન્યિંગ્મા સંપ્રદાયની અતિ યોગયાનની સાધના અને ઝેન બૌધ્ધ ધર્મની સર્વોચ્ચ સાધનાને મળતી આવે છે. કા-જ્યુ સંપ્રદાયમાં ચાર પેટા સંપ્રદાયો છે. (ક્રમશઃ)
-સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૧-૦૧-૨૦૧૫

“ब्राह्मणो का योगदान”

Divine Light of Information in Gujrati

-??????????
?????????? !! “ब्राह्मणो का योगदान” !!
?भारत के क्रान्तिकारियो मे 90% क्रान्तिकारी ब्राह्मण थे !! जरा देखो कुछ मशहूर ब्राह्मण क्रान्तिकारियो के नाम :–
?? ब्राह्मण स्वतन्त्रता संग्राम सेनानी :—
?(१) चंद्रशेखर आजाद !!
?(२) सुखदेव  !!
?(३) विनायक दामोदर सावरकर( वीर सावरकर )!!
?(४) बाल गंगाधर तिलक !!
?(५) लाल बहाद्दुर शास्त्री !!
?(६) रानी लक्ष्मी बाई !!
?(७) डा. राजेन्द्र प्रसाद !!
(?८) पण्डित रामप्रसाद बिस्मिल !!
?(९) मंगल पान्डेय  !!
?(१०) लाला लाजपत राय !!
?(११) देशबन्धु डा. राजीव दीक्षित !!
?(१२) नेताजी सुभाष चन्द्र बोस !!
?(१३) शिवराम राजगुरु !!
?(१४) विनोबा भावे !!
?(१५) गोपाल कृष्ण गोखले !!
?(१६) कर्नल लक्ष्मी सह्गल ( आजाद हिंद फ़ौज
की पहली महिला ) !!
? (१७) पण्डित मदन मोहन मालवीय !!
?(१८) डा. शंकर दयाल शर्मा !!
?(१९) रवि शंकर व्यास !!
?(२०) मोहनलाल पंड्या !!
?(२१) महादेव गोविंद रानाडे !!
?(२२) तात्या टोपे !!
?(२३) खुदीराम…

View original post 731 more words

શ્રી કૃષ્ણ માધુર્ય

તમારું મનન એજ મારું કવન હો!

મધુરાષ્ટક પર મારું ચિંતન, “શ્રી કૃષ્ણ માધુર્ય” ઈ-પુસ્તક સ્વરૂપે હવે મારાં બ્લોગ પર ઉપલબ્ધ છે.

શ્રી કૃષ્ણ માધુર્ય

View original post

સ્વામીશ્રી સચ્ચિદાનંદ સાહીત્ય

નીરવ રવે

View original post

સ્ત્રીના મનની ડાયરીમાં રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં તેની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે!

સ્ત્રીના મનની ડાયરીમાં રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં તેની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે!.

દુનિયાનાં સૌથી પાવરફૂલ શબ્દોમાંનો એક શબ્દ…

નાઇલને કિનારેથી....

Change of Money To Give...

ગઈકાલે એક સુપર-માર્કેટમાં સુપર્બ ઘટના જોઈ.

ત્યાંના કેશ-કાઉન્ટર પર મારી આગળ એક જુવાનીયો હાથમાં અડધો લિટર દૂધનું પેકેટ લઈને ઉભો હતો. (પીઠ પર ભરાવાતી હેવસેક બેગમાંથી નીકળતી લાંબી ફૂટપટ્ટીથી કદાચ એમ કહી શકું કે એ સ્ટુડન્ટ આર્કીટેક્ટનો હશે.) કેશિયરે ચુપચાપ તેનું પેકેટ સ્કેન કરી બિલનાં સાડા ચાર પાઉન્ડની મૂક માંગણી કરી.

જુવાને તેના ખિસ્સામાંથી એક-એક પાઉન્ડનાં ચાર સિક્કા અને અડધા પાઉન્ડનો એક સિક્કો તેના હાથમાં મુક્યા. પણ ત્યાં જ…
કાઉન્ટરની નજીક સૂટમાં ઉભેલો (મેનેજર લાગતો) એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કેશિયરને બિલ હોલ્ડ કરવા જણાવ્યું. પછી મને કહ્યું કે “માફ કરશો માત્ર ૨-૩ મિનીટ્સ મોડું થશે. તમને વાંધો ન હોય તો……..એમ કહી પેલા જુવાનને બાજુ પર લઇ ગયો.

બે મિનીટ બાદ, એ મેનેજરનાં હાથમાં દૂધનાં બીજાં ત્રણ પેકેટ્સ, બ્રેડ-બટરનું એક મિડીયમ સાઈઝ પેક, અને અડધો કિલો એપલનું પેક લઈને પાછો એ જુવાન પાસે આવ્યો અને કહ્યું:

“મને ખબર છે, મહિનાના આખરી દિવસો છે એટલે પૈસાની ખેંચ હોય એ સામાન્ય…

View original post 115 more words

Civil Services Examination UPSC 2015

યુવા રોજગાર

Union Public Service Commission UPSC has announced schedule of UPSC Civil Services Examination 2015, upsc.gov.in, Civil Services Aptitude Test CSAT 2015, Civil Services Prelims 2015. Apply online at upsconline.nic.in
Post Details:
Post Name: Indian Administrative Service
Post Name: Indian Foreign Service
Post Name: Indian Police Service
Post Name: Indian P & T Accounts & Finance Service, Group ‘A’
Post Name: Indian Audit and Accounts Service, Group ‘A’
Post Name: Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’
Post Name: Indian Defence Accounts Service, Group ‘A’
Post Name: Indian Revenue Service (I.T.), Group ‘A’
Post Name: Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration)
Post Name: Indian Postal Service, Group ‘A’
Post Name: Indian Civil Accounts Service, Group ‘A’
Post Name: Indian Railway Traffic Service, Group ‘A’
Post Name: Indian Railway Accounts Service, Group ‘A’
Post Name: Indian Railway Personnel Service, Group ‘A’
Post Name: Post of Assistant…

View original post 143 more words

મંટો – નામી કહાનિયોં કા બદનામ કથાકાર ….અખ્તર અલી

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

Manto

 મંટો – નામી કહાનિયોં કા બદનામ કથાકાર ….અખ્તર અલી

ઉસને અપની કહાનિયોં સે પૂરે સમાજ મેં હંગામા મચા દિયા થા, જિસકે લિખે કો પઢ કર લોગ તિલમલા ઉઠે, લોગોં કે તન-બદન મેં આગ લગ ગઈ, વે ઉસે બર્દાશ્ત નહીં કર સકે૤ ઉસને જિતની ઉમ્દા કહાનિયાઁ લિખીં લોગોં ને ઉસ પર ઉતને હી ગન્દે ઇલ્જ઼ામ લગાયે૤ ઉસકે ખિલાફ મુકદમે દાયર કિયે ગયે, ઉસે પાગલ કરાર દિયા ગયા, ફિર ભી મંટો લિખતા ગયા, જી હાઁ ઉન નામી કહાનિયોં કે બદનામ…

View original post 1,695 more words

માં

હતો હું સુતો પારણે પુત્ર નાનો,

રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?

મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,

પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;

મને સુખ માટે કટુ કોણ ખાતું ?

મહા હેતવાળી દયાળી જ મા તું.

દઇ છાતી સાથે બચી કોણ લેતું ?

તજી તાજું ખાજું મને કોણ દેતું ?;

મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?

મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ચડું તો ખમા આણી વાણી;

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;

પછી કોણ પોતા તણું દૂધ પાતું ?

મહા હેતવાળી દયાળી જ મા તું.

-દલપતરામ

ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

ગુજરાતી પ્રતિભા પરિચય

ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.
logo

બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.

આ રહ્યો

આ ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ

      વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી લઈ આવ્યો હતો -. બાળકોને  જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો  શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં કે,

આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?

     ‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ ‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/  નાણી લેવા વિનંતી. વાચકોને…

View original post 156 more words

પરમેશ્વરની ન્યાય વૃત્તિ

નીરવ રવે

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science

પચાસ વર્ષ પહેલાંની લાજ અને મર્યાદાની વાત. હિન્દુપણાને એટલું તકલાદી ન સમજો કે તમારા મોઢામાં કોઈ ફૂંક મારી જાય અને તમે હિંદુ મટી જાવ કે ચોટી મટી જાય અને તમે હિંદુ મટી જાવ. બહેનોના વર્ષો જુના કપડાં અને પંજાબી ડ્રેસ વિશે સાંભળો@4.39min. પશ્ચિમની રાજકીય અને આર્થિક સમૃદ્ધિ પ્રયોગશાળા અને વર્કશોપમાંથી આવી. ત્રીસ-ચાલીસ વર્ષમાં દેશમાં થયેલા વિકાસનું આપણને ગૌરવ છે, લોકો વૈજ્ઞાનિકો, ફોરમેનોના દર્શન કરવા નહિ જાય પણ મારા દર્શન કરવા આવશે કારણકે હું લોકોને બનાવું છું. હિટલરે એક બહુ સરસ વાત કરેલી કે જો બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો હારશે તો આખી દુનિયામાંથી રાજકારણનો કાદવ નીકળી જશે, જો ફ્રાંસ હારશે તો આખી દુનિયા પરથી ફેશન અને વિલાસીતતા મટી જશે, જો અમેરિકા હારશે તો દુનિયા ઉપરથી પૈસાની પ્રધાનતા સમાપ્ત થઇ જશે, પણ જો જર્મની હારશે તો…

View original post 263 more words

ટિપ્સ-E-Mail Courtesy: Satish Parikh

વિજયનુ ચિંતન જગત

 [ક] રસોઈ ટિપ્સ :
       [1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ
       યથાવત રહે છે.
       [2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી
       રોટલી એકદમ પાતળી બનશે.
       [3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
       [4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
       [5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ
       રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.

View original post 1,294 more words

ભલે પધાર્યા માવજીભાઈના પરબમાં

માવજીભાઈ ડોટ કોમ એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે. આ પરબમાં તમે ભલે પધાર્યા! તમારું સ્વાગત છે. આ પરબમાં તમને જે ગમે તે, મન થાય ત્યારે માણતા રહેજો અને બીજાને ખુશી ખુશી આપતા રહેજો.

via ભલે પધાર્યા માવજીભાઈના પરબમાં.

એક નજર આ તરફ…: નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ

via એક નજર આ તરફ…: નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ.

‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’ | Dr.Hansal Bhachech’s Blog

via ‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’ | Dr.Hansal Bhachech’s Blog.

ડોસો ડોસીને વ્હાલ કરે છે – E TOILET SIGNATURE FILM

"સુરતી ઉંધીયુ"

પત્ની: એક સ્ત્રી શું શું સંભાળે? છોકરા સંભાળે, પતિને સંભાળે કે એના માં-બાપને સંભાળે કે પછી ઘર સંભાળે?
પતિ(ખુબ જ ઠાવકાઈથી): સ્ત્રી જો પોતાની જબાન સંભાળેને તો બાકીનું બધું આપો આપ સંભાળાય જાય

.

જ્યારથી સાંભળ્યું છે કે પૈસો હાથનો મેલ છે, વોશ બેસીનની નીચે મેં તિજોરી ફીટ કરાવી દીધી છે

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO:

doso dosi ne vhal kare chhe-ડોસો ડોસીને વ્હાલ કરે છે

.

E TOILET SIGNATURE FILM:


.

E TOILET SCHOOL:


.

LO KARA LO BAT NAYA TREND AAYA HAY

.

View original post

ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ

નીરવ રવે

guj2

 

1ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે…

View original post 6,367 more words

A REAL TREASURE OF OLD HINDI SONGS from 1937 to 1960 – e-mailDr Rajendra

નીરવ રવે

o all who love those OLD HINDI FILM SONGS
Thanks to Broadband Internet and YOU-TUBE,
the days of “LISTENING” to Old Hindi Songs
are OVER !  Now you can WATCH them too !

————————————————————————————————————

A REAL TREASURE OF OLD HINDI SONGS
from 1937 to 1960 –

Click on any Blue Link below to watch
a U-Tube VIDEO of the song on the Net.

Year = Movie = Name Of Song
1937=President =Ek Bangla Bane Nyaara K.L.Saigal
1938=Street Singer =Babul Mora K.L.Saigal
1940=Zindagi =So Ja Rajkumari
1940=Zindagi =So Ja Rajkumari : Lata’s Tirbute To Saigal
1940=Zindagi =Soja Rajkumari
1943=Tansen =Diya Jalao Jagmag Jagmag – K.L.Sehgal
1944=My Sister =Do Naina Matware K.L.Saigal
1945=Pehli Nazar =Dil Jalta Hai Mukesh
1946=Sahajehan =Jab Dil Hi Toot Gaya K.L.Saigal
1947=Do Bhai =Mera Sunder Sapna Beet Gaya
1948=Mela  < Old > =Dharti Ko Aakash Pukare
1948=Mela  < Old > =Gaaye Jaa Geet Milan Ke
1948=Mela  <…

View original post 1,721 more words

( 711 ) ભજનાનંદ …. પ્રેરક અને ભાવવાહી હિન્દી ફિલ્મી ભજનોનો આસ્વાદ

વિનોદ વિહાર

સુશ્રી પ્રજ્ઞાબેનએ એમના ઈ-મેલમાં મને એક જૂની હિન્દી ફિલ્મ Ram Nagari (1982) નું એક સુંદર ભજન મને સાંભળવા મોકલ્યું હતું એ મને ખુબ ગમ્યું. એમાં ભજનના પ્રેરક શબ્દો જયદેવનું કર્ણપ્રિય સંગીત અને ગાયક હરિહરન/નીલમ સાહની ના કંઠનો સુસંગમ થતાં ભજન ડોલાવી જાય છે. આ ભજન ૧૯૮૨ માં બનેલ હિન્દી ફિલ્મ રામનગરી નું છે .

આવું સારું ભજન સાંભળીએ એટલે જાણે કે બધું ભુલાઈ જાય અને ભગવાન સાથે તાર જોડાઈ જાય છે.

વરસો પહેલાં હિન્દી ફિલ્મોમાં આવાં સુંદર ભજનો વાર્તા સાથે વણી લઈને મુકવામાં આવતાં એ હવે બહુ જોવા નથી મળતું.

મૈ તો કબસે તેરે શરનમે હું જે ભજન હિન્દીમાં છે એના શબ્દો ખુબ જ ભાવવાહી છે . આ હિન્દી ભજન ગમતાં એનું ગુજરાતીમાં અનુવાદ કરીને નીચે આપું છું .

અનુવાદિત ગુજરાતી ભજનને હિન્દી ભજનના રાગમાં ગાઈ શકાશે .

હું તો ક્યારનો તારા શરણમાં છું ….(૨ )

મારી સામે જરા પ્રભુ ધ્યાન આપ

હું તો ક્યારનો ય તારા શરણમાં છું

મારા…

View original post 377 more words

ખાલી ખાલી…/ યામિની વ્યાસ

નીરવ રવે

00000

000

સ્મિત કરે ને હાથ મિલાવે પણ ભીતર છે ખાલી ખાલી
મોજા જેવો ઉછળે માણસ પણ સાગર છે ખાલી ખાલી

છોડ્યું ગામ ને ગલીઓ છોડી સિમ સિમાડાં ખેતર છોડ્યા
વર્ષોના વર્ષોથી જાણે એક પાદર છે ખાલી ખાલી

0000

દાદાનો હોંકારો ક્યાં છે? પૂજા પાઠ ને શ્લોકો ક્યાં છે
આમ બધી સગવડ છે કિન્તુ લાગે છે ઘર ખાલી ખાલી

૦

થોડા લય ને થોડા શબ્દો જીવતરની મૂડી છે જાણે
કોઈ ગઝલ લઈ લે તો લાગે સચરાચર છે ખાલી ખાલી

Nostal ! (9)

યામિની વ્યાસ

View original post

“….માર એને એક તમાચો……..ઠોકી દે એક લાફો !”

નાઇલને કિનારેથી....

Will You Slap Her?

“….એને એક તમાચો માર……..ઠોકી દે એક લાફો !”

શક્ય છે કે ઉપરનું વાક્ય વાંચીને તમને થાય કે આજે મુર્તઝાભ’ઈ ગરમ થઇ ગયા લાગે છે. કાંઈક બન્યું હશે અને અહીં આવીને ગુસ્સો ઠાલવે છે, ખરું ને?

વેલ! ચોખવટ એ કે હું એકદમ શાંત અને ખુશનુમા છું. મારા બૈરી-છોકરાંવ પણ કંટ્રોલમાં છે. સબ સલામત. પેલો હોટ-શોટ ડાયલોગ તો થોડાં મહિના અગાઉ ઇટાલીના મિલાન શહેરમાં એક સામાજિક પ્રયોગ અર્થે વાપરવામાં આવ્યો. વાત એમ બની કે…

સ્ત્રીઓ પર વધતા જતા ઝુલ્મને અનુલક્ષી ત્યાંની એક મીડિયા કંપનીએ નાનકડો અને માસૂમ પ્રયોગ અજમાવ્યો. ૮-૧૦ વર્ષની વયના કેટલાંક છોકરાંવ પસંદ કર્યા. પૂછવામાં આવ્યું કે “તારું નામ શું?, કેટલાં વર્ષનો?, મોટો થઇ શું બનવા માંગે છે?, શાં માટે એવો બનવા માંગે છે?…..વગેરે !!!!

….ને પછી તેમની પાસે ‘માર્ટિના’ નામની મજાની દેખાવડી નાનકડી બાળકીને ઉભી રાખવામાં આવી ને પૂછ્યું કે “તને આ માર્ટિનામાં શું દેખાય છે? તેનો દેખાવ કેવો છે?, તેનો ગાલ સ્પર્શ કરી કહે જો એ કેવી છે?…

View original post 172 more words

વિસરાઇ ગયેલા બાળગીતો

ગુજરાતી કવિતાઓ

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ

—————————————-

અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર

—————————————-

હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

—————————————-

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી

—————————————-

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

—————————————-

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં…

View original post 24 more words

વજ્રયાન-પ્રકરણ-૧૯ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

તિબેટના કેન્દ્રમાં બરફ્નું એક મોટું મેદાન છે. આ મેદાનની વચ્ચે એક પહાડ છે. આ પહાડના સૌથી ઉંચા શિખરની ટોચ પર લગભગ બારેય માસ બરફ રહે છે. આ બરફના સ્થાનમાં એક અતિ ગુપ્ત ગોમ્પા છે. તે ગોમ્પામાં એક ગુપ્ત મિલન ગોઠવાયું છે. તે મિલનમાં સામેલ થવા માટે મને નિમંત્રણ આપવા માતે આપણા આ માનનીય લામા ત્રિ-સોંગ પોતાની સિધ્ધ વિદ્યા કાંગ-જોંગ દ્વારા અહીં અતિ ઝડપે પહોંચ્યા છે. આજે રાત્રે જ અમારે અહીંથી નીકળવાનું છે. અમારું આ ગુપ્ત મિલન સમગ્ર તિબેટ માટે ખૂબ મહત્વપૂર્ણ મિલન છે. મિલનની કાર્યવાહી ક્યારે પૂરિ થશે અને ક્યારે પરત આવવાનું થશે, તે વિશે કશું કહી શકાય તેમ નથી. આટલું કહીને ગુરૂજી મૌન થઇ ગયા. અમે તો સૌ મૌન હતા જ. અમારા મનમાં અપેક્ષા હતી કે આગંતુક સિધ્ધ લામા લુંગ-ગોમપા ત્રિસોંગ અમને કાંઇક કહે, પરંતુ ત્રિસોંગજી તો સાવ મૌની બાબા ! તેમણે માત્ર આટલું કહ્યું. “પ્રધાન લામાનો પત્ર ગુરૂજીને આપ્યો છે !”
પત્રમાં શું છે ? અમે કાંઇ જાણતા નથી અને કોઇ કાંઇ પૂછતાં પણ નથી. ગુરૂજી અને ત્રિ-સોંગ લામા ઉભા થયા. અમે પણ સૌ ઉભા થયા. સૌ પોતપોતાના રૂમમાં સાંજે ગુરૂજીને અને ત્રિ-સોંગ લામાને બરફના મેદાનમાં જતાં અને પછી અદ્દશ્ય થતાં અમે જોઇ રહ્યા. શું છે- આ કોંગ  જોંગ ? કેવી રીતે સિધ્ધ થાય છે- આ કોંગ જોંગ ? કોંગ જોંગ વિશે આ અને આવી અનેક વિગતો જાણવા માટે મારું મન આતુર થઇ રહ્યું છે. તે માટે મારે બે મહાનુભાવોના ચરણ પકડવા રહ્યા. એક તો કુમારેપાજી અને બીજા મીરાંબાઇ ! ગોમ્પા તો ઘણો વિશાળ છે અને ગોમ્પામાં તો અનેક અનેક અનુભવી અને વયોવૃધ્ધ લામાઓ વસે છે. પરંતુ તેમને તિબેટીઅન ભાષા સિવાય અન્ય ભાષાનું જ્ઞાન નથી અને મનૅ તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો અને થોડા શબ્દો સિવાય કાંઇ આવડે નહીં.

જેહીકો જેહી પર સત્ય સનેહૂ
સો તેહી મિલન ન કછુ સંદેહૂ

આ ન્યાયે મારે કુમારેપા સાથે નિરાંતે સંગોષ્ઠિ થઇ. હિમાલયના અનેક સ્થાનોમાં મેં જોયું છે કે લોકો સવારે કે સાંજે નહીં, પરંતુ બપોરે ફરવા નીકળે છે. આપણે સવારે કે સાંજે ફરવા માટે ટેવાયેલા છીએ; પરંતુ હિમાલયની સવાર અને સાંજ ખૂબ ઠંડી હોય છે. તેવી ઠંડીમાં ફરવા નીકળે કોણ ? તદ્દનુસાર આ હિમશીતલ પ્રદેશોમાં બપોરે ફરવા જવાની પરંપરા શરૂ થઇ છે. આવી જ એક બપોરે ભોજન પછી હું મારા રૂમમાં બેઠો છું. મેં જોયું કે કુમારેપાજી આશ્રમના મુખ્ય દ્વારથી નીકળીને બહાર જઇ રહ્યા છે. તેમના ખભે એક ધાબળો પણ છે. અચાનક કુમારેપાએ મસ્તક પાછું વાળીને જોયું. તેમની નજરે બારી પાસે બેઠેલો હું ચડી ગયો અને તુરત તેઓ બોલ્યા, “ચાલો; ચાલો; ફરવા જઇએ.”
“હા”
“અને હા, એક ધાબળો લેતા આવજો”
“ભલે”
હું ધાબળો લઇને સડસડાટ બહાર આવ્યો અમે બંને આગળ ચાલ્યા. એક નાની ટેકરીની અધવચ્ચે પહોંચ્યા. એક વિશાળ શિલા છે. કુમારેપાએ પોતાનો ધાબળો પાથરતા કહ્યું, “અહીં બેસીએ” મેં પણ તેમની સમક્ષ ધાબળો પાથરીને આસન જમાવ્યું. વાતનો પ્રારંભ મારે જ કરવાનો હતો. તદ્દનુસાર મેં પ્રારંભ કર્યો, “આ કોંગજોંગ સિધ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેની પાછળનો સિધ્ધાંત શું છે ? અને તેને પ્રાપ્ત કરવાની સાધન પધ્ધતિ શું છે ?”
કુમારેપા ચતુર પુરુષ છે, ચતુર સુજાણ છે, મંદમંદ સ્મિત વેરતાં કહ્યું, “મને ખબર જ હતી. તમે મને આ પ્રશ્નો પૂછવાના જ છો. તેથી મેં તૈયારી કરી જ રાખી છે.”
આટલી ભૂમિકા બાંધીને તેમણે મને ઘણું સમજાવ્યું, જે અહીં પ્રસ્તુત છે.

વજ્રયાન-૧૯
માનવીનું શરીર પાંચ મહાભૂતોનું બનેલું છે- પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. બૌધ્ધ દર્શનમાં આકાશનો તત્વ તરીકે ભલે સ્વીકાર નથી, આમ છતાં આકાશ અર્થાત અવકાશ તો સર્વવ્યાપી છે. તદ્દનુસાર તેનો ઇન્કાર ન કરી શકાય. બધાં તત્વો આકાશમાં છે અને આકાશ સર્વને વ્યાપીને પ્રતિષ્ઠિત છે, તે તો સર્વસ્વીકૃત હકીકત છે. આ પાંચમાંથી ત્રણ તત્વો હળવા અને બે ભારે છે. આકાશ સર્વવ્યાપી છે અને તેને કોઇ વજન નથી. તેના પર ગુરુત્વાકર્ષણની અસર ન હોઇ શકે. અગ્નિ સતત ઉર્ધ્વગામી છે. અગ્નિની જ્વાળા સતત ઉર્ધ્વમુખી જ રહે છે. અગ્નિ પર ગુરુત્વાકર્ષણની અસર નહિવત્‌ થાય છે. વાયુ ચંચળ ગતિમાન અને હળવો છે તેના પર પણ ગુરુત્વાકર્ષણની અસર નહિવત્‌  હોય છે. જળ અને પૃથ્વી, આ બે તત્વો ભારે છે. વજનદાર છે અને તેના પર ગુરુત્વાકર્ષણની અસર ખૂબ હોય છે.
વજન આખરે શું છે ? પૃથ્વી ગુરુત્વાકર્ષણથી પદાર્થને ખેંચે છે, તેજ પદાર્થનું વજન છે. આ ગુરુત્વાકર્ષણ અર્થાત વજનને કારણે આપણું શરીર પૃથ્વી સાથે જકડાયેલું રહે છે અને તેથી જ આપણી ગતિ મંદ રહે છે. જો આપણા શરીરમાંના આ પાંચ તત્વોમાંથી પૃથ્વી અને જળનું પ્રમાણ ઘટે અને વાયુ, તેજ અને આકાશનું પ્રમાણ વધે તો શરીર પર ગુરુત્વાકર્ષણની અસર ઘણી ઓછી થાય છે. શરીર સર્વથા નહીં તો પણ કાંઇક અંશે ગુરુત્વાકર્ષણને અતિક્રમી શકે છે. કોંગ-જોંગ સિધ્ધિનો એક સિધ્ધાંત આ છે.
કોંગ-જોંગ સાધનામાં સાધક પ્રાણાયમ આદિ વિશિષ્ટ પ્રકારની યૌગિક સાધનાથી શરીરમાંના પૃથ્વી અને જળ તત્વને ગાળી નાખે છે અને શરીરમાં વાયુ, તેજ અને આકાશ તત્વનું પ્રમાણ વધારે છે. તદ્દનુસાર સાધકનું શરીર હળવું ફૂલ જેવું બને છે અને કોંગ-જોંગ માટે તૈયાર થાય છે. …પરંતુ યાદ રહે ! કોંગજોંગની સાધના અહીં પરિપૂર્ણ થઇ જતી નથી. આ તો પ્રથમ સોપાન છે.
દ્વિતીય સોપાન છે- પ્રાણમય શરીરની સાધના. માનવ આત્માને પાંચ શરીર છે- અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ. જ્યાં સુધી પ્રાણ નબળો હોય ત્યાં સુધી સ્થૂલ શરીરમાં પણ શક્તિનો પ્રબળ સંચાર થતો નથી. વિશિષ્ટ પ્રકારના પ્રાણાયામના તીવ્ર અભ્યાસથી પ્રાણમય શરીરમાં પાંચ પ્રકારનાં રૂપાંતર સિધ્ધ થાય છે.

(૧) પ્રાણ બળવાન બને છે.
(૨) પ્રાણ વિશુધ્ધ બને છે.
(૩) પ્રાણ ઉર્ધ્વગામી બને છે.
(૪) પ્રાણ સુસંવાદી બને છે.
(૫) પ્રાણ તેજસ્વી બને છે.

સ્થૂળ શરીરની શક્તિ અને ગતિ પ્રાણને આધીન છે. આવો બળવાન, વિશુધ્ધ, ઉર્ધ્વગામી, સુસંવાદી અને તેજસ્વી પ્રાન સિધ્ધ થાય એટલે સ્વાભાવિક રીતે જ શરીર પોતાની જડત્વ પ્રકૃતિને અતિક્રમીને અતિ ગતિમાન થવાની શક્તિ ધારણ કરે છે. કાંગ જોંગની સાધનાનું તૃતીય સોપાન છે- મંત્ર સાધના. કોંગ-જોંગની સાધનાના વિશેષ મંત્રો છે. ગુરૂ શિષ્યને આ મંત્રોની દીક્ષા આપે છે. સાધક આ મંત્રોના દીર્ઘકાલ પર્યંત જપ કરીને મંત્ર સિધ્ધ કરે છે. આ રીતે પ્રાપ્ત કરેલી મંત્ર સિધ્ધિથી પણ સાધકને શરીરની મર્યાદા અતિક્રમવાની અને અસાધારણ તીવ્ર ગતિ ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
કોંગ-જોંગની સાધનાનું ચતુર્થ સોપાન છે- ભાવના, માનવીના મનનું બંધારણ એવું છે અને અસ્તિત્વનું સ્વરૂપ એવું છે કે જે ઘટનાની તીવ્ર ભાવના કરીએ તે ઘટના બનવા માંડે છે. કોંગ જોંગનો સાધક પોતાની આ ભાવના કરવાની શક્તિનો ખૂબ વિકાસ કરે છે. આ રીતે સાધક પોતાની ભાવના કરવાની શક્તિનો ખૂબ વિકાસ કરે પછી પોતાની તીવ્ર ગતિની ભાવના દ્વારા શરીરની ગતિનો અસાધારણ વિકાસ કરે છે, કરી શકે છે.

 આમ કોંગજોંગના સાધક ચાર પ્રકારની સાધના કરે છે-

(૧) દેહસિધ્ધિની સાધના
(૨) પ્રાણ સિધ્ધિની સાધના
(૩) મંત્ર સાધના
(૪) ભાવના-સાધના
આ બધું છતાં કોંગ-જોંગની સાધના અહીં સમાપ્ત થતી નથી. હજુ એક પાંચમી શિરમોર સાધના સિધ્ધ કરવાની છે અને તે છે- સમાધિ-સાધના ! ચેતનાની કોઇ વિશિષ્ટ ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત થયા વિના કોઇપણ મૂલ્યવાન અને યથાર્થ સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. યોગસૂત્રના વિભૂતિપાદમાં ભગવાન પતંજલી સિધ્ધિઓનું સ્વરૂપ અને રહસ્ય સમજાવતા કહે છે કે સમાધિ પ્રાપ્તિ પછી સમાધિના પરિણામરૂપે સમાધિનો ભિન્નભિન્ન ક્ષેત્રમાં વિનિયોગ કરવાથી ભિન્નભિન્ન પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આનો અર્થ એમ થયો કે કોઇક સિધ્ધિ સિધ્ધ કરવા માટે સાધકે સમાધિ કે તદ્દનુરૂપ ચેતનાની કોઇક વિશિષ્ઠ ઉચ્ચતર અવસ્થામાં પ્રવેશ કરવો જોઇએ.
કોંગ-જોંગનો સાધક પણ આ સિધ્ધિ પ્રાપ્ત કરતા પહેલાં ગુરૂપદિષ્ટ માર્ગે સાધના કરીને ચેતનાની ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત થાય પછી જ તે કોંગ-જોંગનો સિધ્ધ ગણાય અને પછી જ તે કોંગ-જોંગનો પ્રયોગ કરવા માટે અધિકારી ગણાય છે.

આ પાંચ સાધના કોંગ-જોંગની પ્રધાન સાધના છે. પરંતુ આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ યોગ્યતાઓ સાધકે પ્રાપ્ત કરી લેવી પડે છે. આ યોગ્યતા ચાર પ્રકારની છે.

(૧) ઉંઘ પર સંયમ
સાધકે ક્યારેક બહુ લાંબા અંતરની યાત્રા દીર્ઘકાલ પર્યંત કરવી પડે છે વચ્ચે ઉંઘ ન જ લઇ શકાય.
(૨) ભૂખ પર સંયમ
સાધક આ યાત્રા દરમિયાન વચ્ચે ભોજન ન જ કરી શકે.
(૩) તૃષા પર સંયમ
સાધક આ યાત્રા દરમિયાન વચ્ચે પાણી ન જ પી શકે.
(૪) થાક પર સંયમ
સાધક વચ્ચે થાકી જાય તે તો ખૂબ જોખમી ગણાય. તેથી સાધક થાક્યા વિના લાંબી યાત્રા કરે તે અનિવાર્ય છે. તે માટે શરીર અને મનની ખૂબ ઉંડી તિતિક્ષા કેળવવી પડે છે.

અમારી વાતો તો સ-રસ અને સુંદર રીતે ચાલે છે. પરંતુ સાંજના સમૂહ ધ્યાનનો સમય થયો છે. અમે બે, હું અને કુમારેપાજી પાછા અવ્યા અને મધ્યસ્થ ખંડમાં પહોંચ્યા. ભારતના આશ્રમોમાં એવી પરંપરા છે કે ધ્યાન, પૂજન, જપ આદિ સાધનામાં બેસતાં પહેલાં સ્નાન કરવું જરૂરી અને ઇચ્છનીય ગણાય છે. વળી યજ્ઞયાગાદિ દેવયજનમાં તો પ્રારંભમાં સ્નાન અનિવાર્ય ગણાય છે. પરંતુ તિબેટમાં એવું નથી. કોઇ ધાર્મિક ક્રિયા કે કોઇ અધ્યાત્મ સાધના પ્રારંભમાં સ્નાન કરવાની અહીં વાત જ નથી. અરે ! અહીં નિત્ય સ્નાનનો પણ કોઇ મહિમા કે રિવાજ નથી. ભારતની જેમ અહીં લોકો દિવસમાં દશપંદરવાર હાથમોં પણ ધોતા નથી. આ તિબેટીઅન હવામાન છે !
તદ્દનુસાર અમે પણ સૌની જેમ સીધા ધ્યાનકક્ષમાં સૌની સાથે સામેલ થયા. પ્રાર્થના, ધ્યાન, પ્રાર્થના અને સ્મિતપૂર્વક વિસર્જન !
બીજે દિવસે કુમારેપાને ક્યાંક બહાર જવાનું થયું. અમારું કાંગ-જોંગનું શિક્ષણ હજુ અશૂરું છે અને અમારા શિક્ષક રજા પર ચાલ્યા ગયા ! પણ તેનો ઉપાય પણ તુરત મળી ગયો. મીરાંબાઇએ કાંગજોંગના જાણકાર એક વૃધ્ધ સાધુને શોધી કાઢ્યા. તેઓ તિબેટીઅન સિવાય અન્ય કોઇ ભાષા જાણતા નથી, પરંતુ મીરાંબાઇ અમારી વચ્ચે દુભાષિયા તરીકે બેસવા તૈયાર થયા. અમે બંને રાત્રે તે વૃધ્ધ લામાના રૂમમાં ગયા. સ્મિતપૂર્વક આવકાર, આસન ગ્રહણ અને કાંગજોંગ પરના વાર્તાલાપનો પ્રારંભ ! તેમણે અર્થાત વૃધ્ધ-વડીલ લામાએ મને સમજાવ્યું-

(૧) કાંગજોંગની યાત્રા વિશેષતઃ રાત્રે અને ચાંદની રાત્રે વિશેષ અનુકુળ પડે છે.
(૨) કાંગ-જોંગની યાત્રા એકલા જ કરવી જોઇએ.
(૩) કાંગ-જોંગની યાત્રા ખાસ વ્યાજબી કારણ હોય તો જ અને ત્યારે જ કરવી જોઇએ.
(૪) કાંગ-જોંગના સિધ્ધની યાત્રાના કોઇને દર્શન થાય તો દર્શક પોતાને ભાગ્યશાળી માને છે અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. આવી તિબેટની પરંપરા છે, કાંગ-જોંગના સિધ્ધની યાત્રાની આમન્યા સૌ જાળવે છે.
(૫) કાંગ-જોંગ સિધ્ધની યાત્રા ચાલુ હોય ત્યારે તેમની સાથે વાત ન કરી શકાય. તેમનો સ્પર્શ પણ ન કરી શકાય. કારણ કે તેમ થાય તો તેમની ચેતનાની અવસ્થામાં ખલેલ પડે છે. આ ખલેલ ક્યારેક આત્મઘાતક પણ બની શકે છે. ચેતનાની કોઇ વિશેષ અવસ્થામાંથી વિચલિત કરવામાં આવે તો તે સાધકને હાની પહોંચી શકે છે અને ક્વચિત મૃત્યુ પણ થઇ શકે છે.
(૬) કાંગ-જોંગ સિધ્ધની યાત્રાનું સ્વરૂપ કેવું હોય છે ?
જેમ કોઇ રબ્બરનો દડો જમીન પર ફેંકીએ અને તે આગળ વધે છે, તેમ આ કાંગ-જોંગના યાત્રીનું શરીર પણ રબ્બરના દડાની જેમ ધરતીને થોડો સ્પર્શ કરતું કરતું વિશેષતઃ આકાશમાં જ ફંગોળાતું રહે છે. જમીનના સ્પર્શનો ઉપયોગ તો આગળની છલાંગ લેવા માટે સહેજસાજ જ થાય છે. જેમ કૂદતો રબ્બરનો દડો જમીન કરતાં આકાશમાં વિશેષ રહે છે, તેમ અહીં સાધકનું શરીર જમીન કરતા આકાશમાં વિશેષ રહે છે.
(૭) આ કાંગ-જોંગ યાત્રા દરમિયાન સાધક પ્રાણાયામ, મંત્રજપ અને ગતિ-ભાવના સતત ચાલુ જ રાખે છે. તેમાં વ્યવધાન ન જ પડવું જોઇએ. વ્યવધાન પડે તો તે જોખમરૂપ બની શકે છે.
(૮) આ યાત્રા દરમિયાન સાધકમા હાથમાં કૂર્બા હોય છે. આ કૂર્બા એક મંત્રેલી કટાર હોય છે. સાધક એક હાથ વડે આ કૂર્બાથી આકાશને વિંઝતો આગળ વધે છે.

અમારું આ કાંગ-જોંગ શિક્ષણ અહીં પૂરૂં થયું. કોનો આભાર માનું ? મેં સૌને કહ્યું- “થુ જી ચે !” (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૧-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૮ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

કાંગ-જોંગ

રાત્રે લગભગ ૨-૦૦ વાગ્યે કુમારેપા મારા રૂમનું બારણું ખૂબ ધીમેથી ખખડાવીને બોલે છે : “સ્વામીજી ! ૐ મણિ પદ્મે હુમ્‌”
આંખો ખુલી ગઈ. શું થયું છે ? ફરીથી અવાજ આવે છે.
“ૐ મણિ પદ્મે હુમ્‌”
સામે ઉત્તરમાં બોલું છું, “ૐ મણિ પદ્મે હુમ્‌”
“સ્વામીજી ! હું કુમારેપા બોલું છું. આપણે બહાર જવાનું છે !”
અવશ્ય કોઈક મહત્વની ઘટના હોવી જોઈએ, અન્યથા આટલી મોડી રાત્રે કુમારેપા મને બોલાવે જ નહીં.
શું કારણ છે ? – એ પ્રશ્ન તો અહીં કરવાનો હોય જ નહીં. કાંઈક મૂલ્યવાન કારણ હોય જ, એટલું વિના કહ્યે સમજી લેવાનું અને મૌનભાવે કુમારેપાને અનુસરવાનું !
હું ઝડપથી તૈયાર થયો.
કુમારેપા સૂચવે છે, “આપ લાંબો કોટ પહેરી લેજો અને આપને ગુરૂજીએ આપી છે, તે મોટી ટોપી પણ પહેરી લેજો. આપણે બરફમાં જવાનું છે.”
મેં ચુપચાપ કુમારેપાની સૂચનાનું અનુસરણ કર્યું. અમે બંને નીચે ગોમ્પાના પ્રાંગણમાં પહોંચ્યા.
પ્રધાન લામા-ગુરૂજી, ત્રણ અની અને અન્ય ચાર લામા મૌન ભાવે ઉપસ્થિત છે. મને લાગ્યું-કો’ઇક બહુ ગંભીર ઘટનાની રાહ છે. કઇ ઘટના, કેવી ઘટના, કશું જ સમજાતું નથી. પરંતુ સમજવાની શી ઉતાવળ છે ? યોગ્ય સમયે બધું જ સમજાઇ જશે. સબ્રકર ઔર ઇંતજાર કર.
વિગત દશ દિવસથી હિમવર્ષા લગભગ બંધ રહી છે. બરફ મહદ્દ અંશે ઓગળીને નદીઓમાં વહી ગયો છે. આમ તો મને હમણાં ઘણા દિવસોથી ભાર્તની યાદ આવતી નથી. આ બરફમાં એવું કોણ છે, જે ભારત્ની યાદ આપે ? પણ બરફ ગયો અને તુરત નદીઓ, જલપ્રવાહો સજીવન થઈ ગયા અને ભારત્ની યાદ આવી. ભારતની યાદ આવી , પરંતુ ભારત જવાનું વેન નથી આવ્યું ! અહીં શું ખૂટે છે કે અહીંથી અન્યત્ર જવાની ઇચ્છા થાય ! આ સ્થાન જ નહીં, પૃથ્વીનું પ્રત્યેક સ્થાન એવું જ છે કે તે સ્થાનથી અન્યત્ર જવાની ઇચ્છા જ ન થાય. જેમને સતત અન્યત્ર જવાની ઇચ્છા થયા કરે છે તેઓ કોઇ સ્થાનના ઇશ્વરદત્ત મહિમાને સમજી શકે નહીં ! રામકૃષ્ણદેવ કહેતા- ‘ત્યાં નહી, અહીં અહીં’ આ ‘અહીં અહીં’ મંત્ર જેમના ગળે ઉતરી ગયો તેમના ક્યાંયની યાદ આવતી નથી અને તેમણે ક્યાંય જવાનું નથી અને જવાનું થાય તો ‘અહીં અહીં’નો આગ્રહ નથી. તેમને અહીં કે ત્યાં, સર્વત્ર ‘અહીં અહીં’ જ છે.
અમને સૌને લાગ્યું કે બરફ ગયો કે શું ? પરંતુ ગઈકાલે રાત્રે અનરાધાર બરફ વરસ્યો અને ફરી બધું સફેદ, સફેદ ! ગોમ્પાના પ્રાંગણમાં અમે સૌ આગળ ચાલ્યા. સૌથી આગળ ગુરૂજી છે અને તેમની બાજુમાં ત્રણ અની અને કુમારેપા છે. અન્ય ચાર લામા અને હું સૌની પાછળ છીએ. મંદ ગતિએ અમારી પદયાત્રા ચાલી. એક વિશાળ મેદાનમાં આવીને સૌ થંભી ગયા. કોઇ કાંઇ બોલતા જ નથી. એટલું તો મને સમજાય છે કે હવે અહીં કોઇકની રાહ જોવાઇ રહી છે. રાત્રે બે વાગ્યે રાહ ? આ બરફના સાગરમાં કોણ આવવાનું છે ? અને આવશે કેવી રીતે ? ક્યા વાહન દ્વારા ?

વજ્રયાન-૧૮_૧
બરફ તો ખૂબ છે, પરંતુ આસમાન નિરભ્ર, નિર્મલ છે. ચાંદની તો જાણે તેજથી તગતગી રહી છે. શું છે આ ? કોઇકનો ઇંતજાર હોય અને કોનો ઇંતજાર છે, તેની જાણ ન હોય તે કેવી અવસ્થા ? તે કેવો ઇંતજાર ? બસ માત્ર ઇંતજાર ! હવે અમે સૌ સાવ નજીક નજીક ઉભા છીએ. કોઇ કાંઇ જ બોલતા નથી. ન બોલવાનો પ્રયત્ન નથી. બસ સહજ મૌન છે. કોઇ બોલવા ઇચ્છે તો મનાઇ નથી; પરંતુ બોલે કોણ અને બોલે શા માટે ? ગુરૂજીએ કાંઇક સંકેત કર્યો અને એક લામા ધરતી પર બરફમાં ઢીંચણભર સૂઇ ગયા. મસ્તક જમીન પર ગોઠવાયું મસ્તક એક બાજુ વાળ્યું અને તેમનો એક કાન ધરતી પર બરફમાં ગોઠવાયો. જાણે તેઓ કાન દ્વારા ધરતીને સાંભળે છે ! શું સાંભળે છે ? તેમણે ઉભા થઇને ગુરૂજીને ધીમેથી તિબેટીઅન ભાષામાં કાંઇક કહ્યું તેનો અર્થ હું સમજ્યો- “પાંચ કિલોમીટર !”
પાંચ કિલોમીટર કોણ ?
ગુરૂજીએ સૌને કહ્યું, “દશ મિનિટ !”
હું સમજ્યો દશ મિનિટમાં કોઇ આવે છે. પરંતુ પાંચ મિનિટમાં દશ કિલોમીટર કેવી રીતે કાપી શકાય ? કેવી રીતે ? ક્યા વાહનથી ? કશું જ સમજાતું નથી અને સમજવાની ઉતાવળ પણ નથી. સમય પસાર તો થાય છે, પરંતુ બહુ ધીમી ગતિએ. સમયની કોઇ ગતિ નથી અને છતાં સમયની ગતિ આપણા જીવનનો અનિવાર્ય ભાગ બનિ ગયો છે. તદ્દનુસાર સમયને અવગણી શકાય નહીં. મને યોગવસિષ્ઠ રામાયણના આખ્યાનો અને આઇન્સ્ટાઇનના સમય વિષયક વિધાનો યાદ આવ્યા. સમયની સાપેક્ષતા અનુભવાય છે. આ દશ મિનિટ તો જાણે દશ કલાક ! આ રીતે લગભગ નવ મિનિટ પસાર થઇ . હવે ? આ એક છેલ્લી મિનિટમાં શું થવાનું છે ? કોણ આવવાનું છે ? કેવી રીતે આવવાનું છે ? ગુરૂજીએ પૂર્વ દિશામાં આંગળી ચીધીં અને અમે સૌ ઉદ્યત અને એકાગ્ર બની ગયા.
હા પૂર્વ દિશામાં એક બિંદુ દેખાય છે. સ્થિર નહીં, ગતિમાન અને ગતિ અમારા તરફ ! આ બિંદુ ઝડપથી અમારી તરફ આવી રહ્યું છે. અમે સૌ ઉદ્યત બની ગયા અને અમારી આંખો એકીટશે જોઇ રહી. કુમારેપા ધીમેથી મારી પાસે આવીને ધીમેથી કાનમાં કહે છે- કાંગ જોંગ.
અરે વાહ ! કાંગ જોંગ !
આ કાંગ જોંગ વિશે તો મેં ખુબ સાંભળ્યું છે અને ખુબ વાંચ્યું છે. આ કાંગ જોંગની ઘટના નજરે જોવા હું ઘણો આતુર હતો અને આજે આટલી મોડી રાત્રે આ કાંગ જોંગની ઘટના આજે જીવંત જીવંત નજરોનજર જોવા મળશે.
શું છે આ કાંગ જોંગ ?

વજ્રયાન-૧૮_૨
કાંગ એટલે પગ અને જોંગ એટલે તીવ્ર ગતિ. કોંગ જોંગ એટલે પગની તીવ્ર ગતિ ! માનવી ચાલી શકે, દોડી શકે, કૂદી શકે, પરંતુ પક્ષીની ગતિથી ઉડી ન શકે. આ માનવીની મર્યાદા છે. પરંતુ માનવી જેનું નામ ! અશક્યને શક્ય કરવાનો આ કાળા માથાના મનુષ્યોને જાણે છંદ લાગ્યો છે. આ કાંગ જોંગ દ્વારા તિબેટના સિધ્ધોએ માનવીની આ ઉડી ન શકવાની મર્યાદાને ભેદી નાખી છે. આ કાંગ જોંગ દ્વારા તિબેટના સિધ્ધો પક્ષીની જેમ ઉડી તો ન શકે પરંતુ પક્ષીની ગતિ જેટલી ગતિથી અંતર પાર કરી શકે છે. બરફના મેદાનમાં તીવ્ર ગતિથી પસાર થતાં, દોડતા લામાના જેમણે દર્શન કર્યા છે, તેઓ જ તે ઘટનાને સત્ય માની શકે. માનો ન માનો મરજી તમારી પણ વાત છે સાવ સાચી. આ કાંગ જોંગ સિધ્ધિ પ્રાપ્ત કરનાર એક સિધ્ધના દર્શન અમને હમણા જ થવાના છે. સામેથી બરફના મેદાનમાં તીવ્ર ગતિથી દોડતા એક લામા અમારી તરફ આવી રહ્યા છે. અમે સૌ તેમના સ્વાગત માટે આતુર, તીવ્ર ભાવે આતુર બની રહ્યાં. આ કાંગજોંગ સિધ્ધ લામાની ગતિનો એક તાલબધ્ધ અવાજ સંભળાય છે- ખટ્‌ ખટિંગ ઘબ… ખટ્‌ ખટિંગ ઘબ…અમારી નજીક આવતાં પહેલા તેમની ગતિ કાંઇક ધીમી પડી અને આખરે સાવ થોડી વારમાં તેઓ તો અમારી સન્મુખ આવીને ઉભા રહ્યાં. ગુરૂજી સહિત અમે સૌ તેની સમક્ષ બરફમાં સાષ્ટાંગ દંડવત પ્રણામની અવસ્થામાં સૂઇ ગયાં.
અમે ઉભાં થઇને જોયું- સામે કોણ છે. એક તેજસ્વી લામા ! શરીર પર હળવા ઝીણાં વસ્ત્રો છે. મસ્તક ખૂલ્લું છે. આંખોની પૂતળીઓ ઉપર ચડેલી છે. તેમનું ધ્યાન જાણે ક્યાંય નથી. ચહેરો તેજથી તગતગે છે. શરિર ઉપર થાકના ચિહ્‌નો દેખાતા નથીતેઓ ૧૫૦ કિ.મી.નું અંતર ૫ કલાકમાં કાપીને અહીં આવ્યા છે. આંખો પરથી ચહેરા પરથી એવું લાગે છે કે તેઓ ચેતનાની કોઇ ઉચ્ચતર અવસ્થામાં પ્રતિષ્ઠિત છે. આ પણ કોઇક પ્રકારની સમાધિ છે. અને આવી સમાધિ સમાન ચેતનાની કોઇ ઉર્ધ્વ અવસ્થામાં ગતિ કરી શકાય ? એટલું જ નહીં તીવ્ર ગતિથી ગતિ કરી શકાય ? હા, ગતિ કરી શકાય. આનું રહસ્ય શું ? આ પૃથ્વી પર તિબેટ સિવાય આ રહસ્ય વિદ્યા કોઇએ સિધ્ધ કર્યાનું જાણમાં નથી. ને તે વિદ્યા છે- આ કાંગ જોંગ વિદ્યા !
થોડીવાર તો બધાં આમ જ મૌનભાવે ઉભાં રહ્યાં. પછી ગુરૂજી અને કુમારેપા તેમની પાસે ગયા અને તેમને લઇને અમે સૌ ગોમ્પા તરફ ગયા. ગુરૂજી નવાગંતુક અતિથિને લઇને તેમના ખંડમાં ગયા અને અમે સૌ અમારા રૂમમાં પહોંચ્યા.
હું પથારીમાં પડ્યો છું, પરંતુ ઉંઘ આવતી નથી. આ મેં શું જોયું ? આ પૃથ્વી પરની એક અતિ વિશિષ્ટ ઘટના કાંગજોંગ ! ઉંઘ આવતી નથી. ન આવે તો ભલેને ન આવે ! ઓછી ઉપાધી ! ઉંઘના શું ગાડા ભરવાં છે ? ઉંઘ ન આવે તે સમસ્યા નથી. પરંતુ માનવી જેનું નામ ! જે સમસ્યા ન હોય તેને સમસ્યા બનાવી લે અને જે ખરેખર સમસ્યા હોય તેને સમસ્યા ગણે જ નહીં ! હું આમ વિચારું છું અને ખબર પણ ન રહી અને ઉંઘ આવી ગઇ.
બીજે દિવસે સવારે કુમારેપાજીનું કહેણ આવ્યું છે- “આજે મધ્યસ્થ ખંડમાં અતિથિ સાથે વાર્તાલાપ છે”.
અમે સૌ મધ્યસ્થ ખંડમાં એકત્રિત થયા છીએ. હજુ ગુરૂજી અને અતિથિ લામા આવ્યા નથી. અમે સૌ મૌનભાવે ઇંતજારની અવસ્થામાં છીએ. આ વિદ્યા કાંગ જોંગને લુંગગોમ પણ કહેવામાં આવે છે અને તદ્દનુસાર આ વિદ્યા સિધ્ધ કરનાર દોડતા લામાને લુંગ ગોમ-પા કહેવામાં આવે છે. આજના આ અતિથિ લામા એક લુંગ ગોમ-પા છે.આપણે જોઇ ગયા છીએ કે આવશ્યકતા સંશોધનની જનની છે. જે દેશમાં, જે સમાજમાં, જે વસ્તુની તીવ્ર આવશ્યકતા ઉભી થાય છે, તે દેશમાં, તે સમાજમાં તે વસ્તુનુણ સંશોધન અને નિર્માણ થવા માંડે છે. માનવ ચિત્તનું આવું બંધારણ છે, માનવચિત્તનું સ્વરૂપ જ એવું છે કે સમસ્યાનું નિરાકરણ તે શોધશે જ, શોધીને જ જંપશે.
તિબેટ ઘણો મોટો દેશ છે. વસતી અતિશય પાંખી છે. તિબેટના શહેરો તો બહું ઓછા છે. પરંતુ જે શહેરો કે મોટી માનવ વસાહતો છે, તેમની વચ્ચે ખૂબ મોટું, ક્વચિ‌ત્‌ સેંકડો કિ.મી.નું અંતર હોય છે. તિબેટ તો બરફીલા મેદાનનો પ્રદેશ છે. તિબેટમાં પાકા રસ્તા નહિવત છે, તિબેટમાં ટ્રેઇન, બસ આદિની સુવિધા નહિવત છે. તિબેટમાં સવારીનું પ્રધાન સાધન યાક છે. યાકની ગતિ ખૂબ ધીમી છે.
તિબેટમાં લામાઓ અને ગોમ્પાની સંખ્યા અપરંપાર છે. તિબેટ દેશ જ લામાનો અને ગોમ્પાનો દેશ છે. જ્યારે કોઇ બે કે અધિક ગોમ્પાઓ વચ્ચે કે લામાઓ વચ્ચે કોઇક ઝડપી વિનિમયની તીવ્ર આવશ્યકતા ઉભી થાય ત્યારે શું કરવું ? આ સમસ્યાના નિરાકરણનો યાંત્રિક ઉપાય નહીં, પરંતુ યૌગિક ઉપાય તિબેટના સિધ્ધ લામાઓએ શોધી કાઢ્યો છે અને તે ઉપાય છે- કાંગ જોંગ વિદ્યા અર્થાત્‌ લુંગ-ગોમની સિધ્ધિ !
અમે જોયું કે ગુરૂજી અને તેમની સાથે લુંગ-ગોમ-પા આવી રહ્યા છે. અમે સૌએ ઉભા થઇને હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં થોડા આગળ નમીને બંને મહાપુરૂષોનું સ્વાગત કર્યું. બંને આસનસ્થ થયા એટલે અમે સૌ તેમની આજ્ઞાથી નીચે બેઠા. થોડીવાર તો સમગ્ર ખંડમાં એક ગંભીર, પ્રસન્ન અને ઉત્સુક શાંતિ પ્રસરી રહી. ‘અહીં કોણ પહેલા
બોલે ?’ની હરિફાઇ નથી. અહીં જાણે ‘કોણ ઓછું બોલે ?’ની હરિફાઇ ચાલે છે કે શું ? અમે સૌ શાંત મૌનભાવે બેઠા છીએ. મનમાં એમ જ થાય છે. કોઇ કાંઇ જ ન બોલે, બસ આમ શાંત, મૌનભાવે બેસી જ રહીએ તો પણ શો વાંધો છે ? બારીઓમાંથી હિમશ્વેત મેદાન અને હિમશીતલ પહાડો જોઇ શકાય છે. આ પહાડો કેટલા મૌન ! આ પહાડો કેટલા શાંત ! આ પહાડો કેટલા શીતલ ! આપણે પણ આવા જ મૌન, શાંત, શીતલ કાં ન રહીએ !
આખરે ગુરૂજીએ પ્રારંભ કર્યો અને એક પ્રાર્થનાની શરૂઆત થઇ. પ્રાર્થના તિબેટીઅન ભાષામાં છે, તેથી મને સમજાતી નથી. પરંતુ ભલા માણસ ! પ્રાર્થના સમજવા માટે નથી, પણ અનુભવવા માટે છે ! તું અનુભવી જો અને તને પ્રાર્થના સમજાઇ જશે. અને એમ જ થયું, પ્રાર્થના મને અનુભવાઇને સમજાઇ ગઇ ! પ્રાર્થનાને અંતે… નિત્ય પ્રમાણે…ૐ મણિ પદ્મે હુમ્‌… ફરી એકવાર શાંતિ ! અને પછી ગુરૂજીના ઉદ્દબોધનનો પ્રારંભ.
“આપણી વચ્ચે, આપણા સદ્દભાગ્યે આજે લામા ત્રિ-સોંગ છે. તેઓ કાગ્યુ સંપ્રદાયના એક સિધ્ધ લામા છે. આ સંપ્રદાય પોતાના મહાન સિધ્ધો મરપા અને મિલારેપાથી ખ્યાતનામ છે. આપણે કાલે જ જોયું કે લામા ત્રિ-સોંગ લુંગ-ગોમ-પા છે, અર્થાત્‌ તેમણે લુંગ-ગોમ કે કાંગ-જોંગની સિધ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. આ સિધ્ધિના સામર્થ્યથી જ તેઓ લગભગ ૧૫૦ કિ.મી. અંતર માત્ર પાંચ કલાકમાં કાપીને અહીં પધાર્યા છે. (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૪-૧૨-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૭ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

મીરાંબાઈ તાલીઓ પાડવા માંડ્યા અને બોલ્યા-“વાહ ! અરે વાહ ! આપણી અંદર બેઠેલા દેવ તે અગ્નિદેવ છે ! તમે બહુ સરસ વાત કરી. આ વાત હું ગુરૂજીને જરૂર કહીશ.”

થોડીવાર અટકીને કહે છે- “અને આ બહાર રહેલો અગ્નિ પણ દેવ જ છે. આમ જુઓને, આ અગ્નિ વિના આપણે માનવો એક ડગલું પણ આગળ ન વધી શકીએ અને અહીં આ હિમપ્રદેશમાં તો અગ્નિ કેવો વહાલો વહાલો લાગે ! બસ,દેવ જ જોઈ લો”

મને પણ વિચાર આવ્યો.ઋષિને આ અગ્નિદેવના મંત્રોના દર્શન કોઇ હિમશીતલપ્રદેશમાં, હિમાલયમાં જ થયા હશે ને !

અમારી વાતો ચાલે છે અને અમારી વાતના આ દેવ અગ્નિદેવ અમારા માટે સરસ્ર સરસ રસોઈ તૈયાર કરી રહ્યા છે. માનવી એમ માનેછે-આ રસોઈ અમે બનાવી.વસ્તુતઃ આ રસોઈ અગ્નિદેવ બનાવે છે ! થોડીવારમાં એક અનીએ જાહેરાત કરી-“રસોઈ તૈયાર થઈ ગઈ ચે. ચાલો, જમવા બેસી જાઓ !” જાણે ભોજનનો ઘંટ વાગ્યો ! બીજા અનીએ પૂર્તિ કરી “અગ્નિદેવની વાતો ભલે કરી. હવે અગ્નિદેવને શાંત કરો.”

આ તિબેટીઅન લોકો હસમુખા બહુ છે. મોઢા પર સ્મિત તો સતત ફરક્યા જ કરે અને હાસ્ય તો પણ અવારનવાર ફુટે જ ! અમારો ભોજન સમારંભ શરૂ થયો. મીરાબાઈ કુમારેપાને સુચવે છે-“વજ્રયાનમાં અને તદ્દનુસાર તિબેટમાં દલાઈ-લામાની પરંપરાનો પ્રારંભ કેવી રીતે થયો તે કથા કહો” તમારી કથા કેટલે પહોંચી છે, તે કથા કહો.”

“આપણા મહાન બોધિસત્વ અવલોકિતેશ્વર મહારાજે માનવજાત પ્રત્યે કરૂણાથી પ્રેરાઈને નિર્વાણને બદલે આ પૃથ્વી પર જન્મ ધારણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો, ત્યાં સુધી અમારી કથા પહોંચી છે, આગળની અર્થાત્‌ દલાઈલામાની કથા તમે કહો. મેં તેમને કહ્યું છે કે દલાઈલામા અવલોકિતેશ્વરનો અવતાર છે !” હવે મને શિક્ષણ આપવાનો વારો કુમારેપાનો છે.

તેમણે કથા કહી-દલાઈ-લામાની પરંપરાના પ્રારંભની કથા ખૂબ રસિક અને મહત્વપૂર્ણ છે. વજ્રયાન ધર્મ પરંપરાના ચાર સંપ્રદાય છે. ૧.ન્યીંગ્મા ૨.કા.જ્યુ. ૩.સાક્યા ૪.ગેલુગ. દલાઈ-લામા ગેલુગ સંપ્રદાયમાંથી આવે છે. દલાઈ-લામાની પરંપરા ગેલુગ સંપ્રદાયમાંથી પ્રગટી છે. વજ્રયાનના આ ચતુર્થ સંપ્રદાયની સ્થાપના તિબેટના એક મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા દ્વારા કરવામાં આવી છે. આ મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા મહાન સંત, મહાન વિદ્વાન અને મહાન વ્યવસ્થાપક, ત્રણેય એક સાથે હતા. તેમણે તિબેટની વજ્રયાન ધર્મપરંપરામાં અપરંપાર સુધારા કર્યા અને મોટી સુવ્યવસ્થા ગોઠવી.

આ મહાન ધર્મપુરૂષ સ્તોંગ-ખાપા દ્વારા પ્રારંભ પામેલી આ શાખા, ગેલુગ સંપ્રદાય તેમના પછી પણ વૃધ્ધિ પામતી રહી. સ્તોંગ-ખાપાને તિબેટના લોકો જેસ્ટન તરીકે પણ ઓળખે છે. તેમના જીવનકાળ દરમિયાન તિબેટમાં ત્રણ મોટા ગોમ્પાની સ્થાપના થઈ. ત્રણમાંનો પ્રથમ ગોમ્પા હતો-ગાન્ડેન ગોમ્પા. આ ગોમ્પાના પ્રથમ પ્રધાન લામા તરીકે સ્તોંગ-ખાપા જ ગણાય છે. તેમના પછી તેમના સ્થાને એક અન્ય લામા આવ્યા, જેઓ ગાન્ડેન ગોમ્પાના દ્વિતીય પ્રધાન લામા ગણાય છે. તેમના પછી ગોન્ડેન-ગોમ્પાના પ્રધાન લામા તરીકે સ્તોંગ-ખાપાના ભત્રીજા ગેન્ડન ડ્રપ આવે છે. ગેન્ડન ડ્રપને દ્વિતીય પ્રધાન લામાના અવતાર ગણવામાં આવે છે.

આ રીતે અવતારિ લામાની પરંપરાનો પ્રારંભ થયો. આનો અર્થ એમ થયો કે પ્રધાન લામા પોતાના દેહનો ત્યાગ કરીને, પુનઃ નવો અવતાર ધારણ કરીને, પુનઃ પ્રધાન લામાના તે જ પદ પર પ્રતિષ્ઠિત થાય છે.    આ અવતારી લામાની પરંપરા છે. આમાંથી જ દલાઇ લામાની અવતારી પરંપરાનો પ્રારંભ થયો છે. આનો અર્થ એમ કે દલાઈ લામાનું શરીર બદલે છે, ચેતના તેની તે રહે છે. ગેન્ડન ડ્રપે તાશીલ-હુમ્પો નામના એક ખૂબ મોટા ગોમ્પાની સ્થાપના કરી અને પોતાના શિક્ષાગુરૂને તે ગોમ્પાના પ્રધાન લામ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેમને પંચન લામા ગણવામાં આવે છે. પંચનલામાના પદ માટે પણ અવતારી લામાની પરંપરનો પ્રારંભ થયો છે. આ જ રીતે પછીથી કર્મ-પા-લામાની પરંપરાનો પ્રારંભ થયો છે.

ત્યાર પછી તો અનેક ગોમ્પાના અનેક પ્રધાન લામા માટે અવતારી લામાની પરંપરાનો પ્રારંભ થયો છે. તિબેટમાં આ રીતે લગભગ એક હજાર જેટલી આ પ્રકારની અવતારી લામાની પરંપરા ચાલે છે. દલાઈલામાની પરંપરામાં તૃતીય, પંચમ અને તેરમા દલાઈલામાનું ઐતિહાસિક મૂલ્ય વિશેષ છે. આ પરંપરા ના તૃતીય દલાઈ-લામાથી તેમના માટે આ શબ્દ ‘દલાઈ-લામા’નો પ્રારંભ થયો છે. અમારો સત્સંગ બરાબર ચાલતો હતો અને અચાનક એક અનીનું ધ્યાન ગયું અને તેઓ બોલી ઉઠયા- “અરે ! આપણા યાક ! બહુ દુર ચાલ્યા ગયા લાગે છે. અમારો શ્વાનમિત્ર કેસર પણ બેઠો હતો, જાણે તલ્લીન બનીને સત્સંગ સાંભળી રહ્યો છે !

કુમારેપાએ બૂમ પાડી- “કેસર ! યાક”

કેસર તુરંત સમજી ગયો અને ત્વરીત ગતિથી છલાંગો મારતો મારતો દોડ્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં બધા જ યાકને અમારા દ્રષ્ટિપથની મર્યાદામાં લઈ આવ્યો. પછી તુરંત જ આવીને અમારી બાજુમાં જ બેસી ગયો. પુનઃ દલાઈ લામાની કથા આગળ ચાલી. દલાઈ-લામા માટે આ ‘દલાઈ-લામા’ શબ્દનો પ્રયોગ કેવી રીતે શરૂ થયો ?

ઘટના આમ બની. સોળમી સદીમાં તૃતીય દલાઈ-લામા પ્રધાન લામા તરીકે પ્રતિષ્ઠિત હતા, તે સમયે જે દલાઈ-લામા હતા, તેઓ ઘણા સમર્થ પુરૂષ હતા. મોંગોલ પ્રજાએ યાક્યાના માર્ગદર્શન પ્રમાણે બૌધ્ધધર્મનો સ્વીકાર કર્યો હતો પરંતુ કાળાંતરે તે પ્રજા બૌધ્ધધર્મથી વિમુખ થઈ બની ગઈ. તે પ્રજાને બૌધ્ધધર્મમાં ફરીથી દીક્ષિત કરવાનું ભગીરથ કાર્ય આ તૃતીય દલાઈ લામાએ સિધ્ધ કર્યુ ત્યાર પછી સૌ વજ્રયાન બૌધ્ધધર્મની ગેલુક શાખાના એકનિષ્ઠ અનુયાયીઓ બન્યા. તેમના આ મહાન કાર્યથી પ્રસન્ન થઈને મોંગોલીયાના સમ્રાટ અલ્તાન ખાને તેમને ‘દલાઈ-લામા’ કહેવામાં આવે છે. આમ ‘દલાઈ-લામા’ ખીતાબનો પ્રારંભ થયો. ‘દલાઈ’ આ એક મોંગોલિયન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે-સાગર જેવા મહાન. આમ ‘દલાઈ-લામા’ ખિતાબનો અર્થ થાય છે-સાગર જેવા વિશાળ ગુરૂ.

આપણે સૌ દલાઈ-લામા માટે આ શબ્દ ‘દલાઇ-લામા’નો પ્રયોગ કરીએ છીએ પરંતુ તિબેટના લોકો તેમને ‘ગાલ્વા-રિમ્પોચે’ કહે છે તેનો અર્થ થાય છે-મહાન શાસક. અથવા તેમને ‘યે શે-મોરબુ’ કહે છે. તેનો અર્થ થાય છે-જ્ઞાનનું રત્ન. ધીમે ધીમે દલાઈ-લામાનું સ્થાન બળવત્તર બનતું ગયું અને કાળાંતરે તેઓ માત્ર ‘ગેલુક’ શાખાના જ વડા ન રહેતાં સમગ્ર વજ્રયાન ધર્મપરંપરામાં સન્માનનીય નેતા બન્યા. પરંતુ હજુ તેઓ તિબેટના રાજકીય વડા ન હતા. તેમ હવે થવાનું છે.

પાંચમા દલાઇ લામા મહાન સમર્થ પુરૂષ હતા. તેમને ‘મહાન પંચમ’ કહેવામાં આવે છે. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત મહાન રાજપુરૂષ અને સફળ વહીવટકર્તા પણ હતા. મોંગોલ રાજાના ટેકાથિ તેઓ હવે તિબેટના રાજકીય વડા પણ બન્યા. આમ તેમનાથી તિબેટમાં એક ધર્મપુરૂષના શાસનનો પ્રારંભ થયો. ધર્મપુરૂષ-સાધુપુરૂષ રાષ્ટ્રના રાજવી પણ હોય આ એક વિરલ ઘટના છે અને તે પૃથ્વી ઉપર માત્ર તિબેટમાં જ શક્ય બની. એટલુ જ નહી આ પરંપરા તરીકે ચાલુ રહી અને આજ સુધી ચાલુ જ છે.

વજ્રયાન-૧૭

 તેરમા દલાઈ લામાના સમયમાં તિબેટ એ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને ચીનના અધિપત્યથી મુક્ત થયું. તેરમા દલાઈ-લામાના મૃત્યુ પછી થોડા વખતમાં અર્થા‌ત્‌ ઈ.સ.૧૯૩૭માં તેમના અવતાર તરીકે ચૌદમા દલાઈ-લામાને શોધી કાઢવામાં આવ્યા છે. આટલી કથા કહીને કુમારેપા શાંત થઈ ગયા પરંતુ મારા પ્રશ્નો એમ શાંત થયા નથી. મેં તુરંત પ્રશ્ન પૂછ્યો-‘નવા અવતરેલા દલાઈ લામાને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે, કેવી રીતે ઓળખવામાં આવે છે ?’

મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે કુમારેપા કાંઈક જુદુ બોલ્યા, ‘હવે આપણી યાત્રા આગળ ચાલુ કરવાનો સમય થયો છે. આપણા યાક પણ ધરાઈને આવી ગયા છે અને જુઓ આપણો કેસર કેવો ઉતાવળો થાય છે !’ અમે સામાન બાંધ્યો, યાક પર સવાર થયા અને યાત્રા આગળ ચાલી સૌથી આગળ અમારો વફાદાર અને જાતવાન શ્વાન કેસર અને પછી મારું અને મીરાંબાઈનું યાક સાથે સાથે ચાલે છે.

મીરાંબાઈએ જ પ્રારંભ કર્યો-‘મારે તમને સમજાવવાનું છે કે નવા અવતરેલા બાળ દલાઈ લામાને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે, કેવી રીતે ઓળખવામાં આવે છે ! બરાબર ને ?
“બીલકુલ બરાબર !”
‘તો સાંભળો !’ આમ તેમણે પુનઃ  કથા કહેવાનો આરંભ કર્યો’
જ્યારે ગાદીનશીન દલાઈ લામાનું અવસાન થાય એટલે કામચલાઉ સરકારની રચના કરવામાં આવે છે તેના વડાને ‘રિજેન્ટ’ કહેવામાં આવે છે. નવા દલાઈ લામા પુખ્તવયના થાય ત્યાં સુધી આ કામચલાઉ સરકાર રાજ્યનો અને ધર્મનો વહીવટ દલાઈ લામા વતી ચલાવે છે. ત્યાર પછી સરકાર નવા બાળ દલાઈ લામાની શોધ માટે એક શોધ-સમિતિની રચના કરે છે. આ શોધ-સમિતિ કેટલીક નિશાનીઓને આધારે પોતાની શોધ આગળ ચલાવે છે.પ્રથમ દલાઈલામા કરૂણામૂર્તિ બુધ્ધ અવલોકિતેશ્વરના અવતાર છે. તેમનો જન્મ ઈ.સ.૧૩૯૧માં થયો હતો. ત્યારથી તિબેટમાં આ મહાન દલાઈલામાની પરંપરા ચાલુ જ છે. પ્રત્યેક અનુગામી દલાઈ લામા પુરોગામી દલાઈ લામાના અવતાર અર્થાત્ મુલતઃ અવલોકિતેશ્વવરના અવતાર ગણાય છે.

 ઈ.સ.૧૯૩૩માં તેરમાં દલાઈ લામા થાપ્ટેન-ગ્યાત્સો અવસાન પામ્યા અને તેમના અવતારિ અનુગામીની શોધ ચાલી તે માટે સૌથી પહેલા વિદ્વાન અને આ વિષયના જાણકાર લામાની સલાહ લેવામાં આવી. આકાશમાં વાદળાઓની રચના, મૃત દલાઈ લામાના મસ્તકની દિશા આદિ લક્ષણો દ્વારા એટલું નિશ્ચિત થયું કે દલાઈ લામાનો નવો અવતાર પૂર્વ દિશામાં થયો છે. ઈ.સ.૧૯૩૫માં રિજેન્ટ લ્હાસાથી ૯૦ કિ.મી. દૂર એક પવિત્ર સરોવર પાસે ગયા. આ સરોવર ચોખોગ્યંલ નામના સ્થાનમાં છે અને સરોવરનું નામ લ્હામોઈ-લાત્સો છે. તિબેટના લોકોની એવી શ્રધ્ધા છે કે આ સરોવરના જળમાં ભવિષ્ય દર્શન કરી શકાય છે.રિજેન્ટ દિવસો સુધી સરોવરને કિનારે રહ્યા. તેમણે ધ્યાન અને પ્રાર્થનામાં આ સમય ગાળ્યો. આખરે તેમણે સરોવરના જળમાં અમુક તિબેટીઅન ભાષાના અક્ષરો દેખાયા અને અમુક ગોમ્પા અને મકાનના દ્દશ્યો પણ દેખાયા. આ દર્શનના આધારે લામાઓની એક ટૂકડીને પૂર્વ દિશામાં મોકલવામાં આવી. તેઓ ‘કુમકુમ’ નામના સ્થાને મળ્યા. આ સ્થાન લ્હાસાથી અગ્નિ ખૂણામાં છે, નિશાની પ્રમાણેનો ગોમ્પા પણ મળ્યો. નિશાની પ્રમાણે તપાસ કરતાં એક ગામમાં તેઓ નિશાની પ્રમાણેના મકાન સુધી પહોંચી ગયા. આ જ મકાનમાં દલાઈ લામાનો જન્મ થયો હતો.

તપાસ કરનાર લામાઓ તેરમા દલાઈ લામાની માળા, લાકડી, વસ્ત્રો, ઢોલક આદિ અનેક વસ્તુઓ લઈ ગયા હતા. અનેક પ્રકારની પરીક્ષાઓ અને પાકી ચકાસણી પછી નિશ્ચિત થયું કે આ જ મકાનમાં આ જ પરિવારમાં જન્મેલ આ બાળક પૂર્વ દલાઈ લામાના અવતારી નવા દલાઈ લામા જ છે. માતા-પિતા અને સ્થાનિક ગવર્નરની સંમતિથી બાળક અને તેમના સમગ્ર પરિવારને લ્હાસા લાવવામાં આવ્યા. દલાઈ લામાના સત્તાવાર નિવાસસ્થાન પોતાલા-મહેલમાં બાળક દલાઈ લામાનો ઉછેર અને શિક્ષણકાર્ય શરૂ થયા. બૌધ્ધધર્મ અને વજ્રયાન ધારાના સર્વ શાસ્ત્રો, રાજ્ય વહિવટ, જ્ઞાનવિજ્ઞાનની અનેકવિધ શાખાઓ, ધ્યાન સાધના, તંત્રયાન આદિ અનેકવિધ સ્વરૂપનું શિક્ષણ દલાઈ લામાને અપાય છે. ઈ.સ.૧૯૩૩માં તેરમા દલાઈ લામાનું અવસાન થાય છે. ઈ.સ.૧૯૩૫માં વર્તમાન અર્થાત્‌ ચૌદમા દલાઈ લામાનો જન્મ થયો છે. ઈ.સ.૧૯૫૦માં દલાઈ લામા તરીકે તેઓ પ્રતિષ્ઠિત થયા, ગાદીનશીન થયા.

ઈ.સ.૧૯૫૯માં દલાઈ લામા ચીનના આક્રમણને કારણે ભારતમાં આવ્યા. આજે તેઓ ભારતમાં હિમાચલપ્રદેશમાં, ધર્મશાલામાં તેમના અનેક દેશવાસીઓ, તિબેટીઅનો સાથે રહે છે. દલાઈ લામા વિશ્વભરમાં પોતાનો પક્ષ શાંતિપૂર્વક રજુ કરી રહ્યા છે. દલાઈ લામાને ઈ.સ.૧૯૮૯માં શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું છે. હવે સાંજ પડવા આવી છે અને અમે પ્રધાન ગોમ્પાની નજીક પહોંચી ગયા છીએ. સૂર્ય પશ્ચિમ દિશામાં નીચે ઉતરી રહ્યો છે તેના શુભ્ર ધવલ પ્રકાશ કિરણો હિમદર્પણમાં પ્રતિબિંબિત થઈને અમારી આંખ સુધી પહોંચી રહ્યા છે. પશ્ચિમ દિશા રક્તવર્ણી બની ગઈ છે.

 આ સફેદ બરફ સૂર્યના પ્રકાશમાં અનેકવિધ આકાર ધારણ કરે છે. આટલી સુંદર સંધ્યા ! આટલો સુંદર સૂર્ય ! આવું સુંદર આકાશ ! આટલા સુંદર માનવો ! આ સૂર્ય કોણ
છે ? આ સંધ્યા શું છે ? આ સૌંદર્ય શું છે ? આ બધું, હા બધું જ મહાચૈતન્યની અભિવ્યક્તિ છે અને તેથી જ સુંદર છે ! અમારો રસાલો ગોમ્પાના પ્રાંગણમાં આવીને ઉભો રહયો. અંદરથી બે લામાઓ દોડી આવ્યા. બધા નીચે ઉતર્યા, સૌનું ભાવપુર્વક, સ્મિતપુર્વક સ્વાગત થયું. સાંજે થોડું ભોજન, રાત્રે થોડી વાતો અને પછી પ્રગાઢ નિદ્રા !

મોડી રાત્રે ઉંઘ ઉડી ગઈ

મન વિચારે છે- કેવો છે આ તિબેટ દેશ ! આ તિબેટમાં, વિશ્વમાં એક માત્ર તિબેટમાં એક સાધુ, એક સન્યાસી રાજવી છે. આ સાધુ બહુ આકરી તાલીમમાંથી અને પ્રગાઢ શિક્ષણમાંથી પસાર થઈને અપરંપાર યોગ્યતા પ્રાપ્ત કરીને પછી જ રાજવી બને છે. વિશ્વમાં આ એક અનન્ય પ્રયોગ થયો છે, પરંતુ આ પ્રયોગના વર્તમાનકાલમાં તો ખગ્રાસ ગ્રહણ લાગી ગયું છે. શું થશે ભવિષ્યમાં ? તે તો રામ જાણે પરંતુ તિબેટના ધર્મનિષ્ઠ લોકો તો આજે પણ પોતાના પરમપાવન દલાઈ લામાને જ પોતાના ધર્મપુરૂષ અને પોતાના રાજવી પણ માને છે અને તેથી પણ વિશેષ તેઓ દલાઈ લામાને હજુ પણ અવલોકિતેશ્વરના અવતારજ માને છે !

સત્યનો વિજ્ય થાઓ ! (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૭-૧૧-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૬ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

દલાઇ લામા

રસોડામાં સ્ત્રીનો પ્રવેશ થાય અને રસોડાનૂં સ્વરૂપ બદલે જ નહીં તેમ તો કદી બને જ નહીં ! શરૂઆતમાં તો અમારા નાના ગોમ્પામાં અમે માત્ર પુરુષો જ હતા. બપોરે બધા સાથે મળીને કાંઇક જેવું તેવું બનાવીને જઠરાગ્નિને શાંત કરી લેતા અને સાંજે તો કાંઇ સૂકું જ ખાઇ લેતા. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. હવે આ ગોમ્પામાં ત્રણ સ્ત્રી લામા અર્થાત અનીનો પ્રવેશ થયો છે. લામા હોવા છતામ સ્ત્રીત્વ તો છે જ. તે ક્યાં જાય ? તેમણે સૌએ રસોડાનો કબજો લઇ લીધો અને અમને બંને સમય સરસ સરસ ભોજન સામગ્રી મળવા માંડી છે. આ કાતીલ ઠંડીમાં ભૂખ પણ ખૂબ લાગે છે. ત્રણે અની મળીને સાથે મળીને રસોઇ બનાવે છે અને અમને સૌને જમાડીને છેલ્લે જ જમે છે ! સ્ત્રીત્વ ક્યાં જાય ?

એક સપ્તાહથી બરફ લગભગ પડ્યો નથી. આમ છતાં ધરતી પર જામેલો બરફ ખસવાનું નામ લેતો નથી. આ ઠંડી તેને જકડી રાખે છે. ક્યાંક ક્યાંક નાના જલપ્રવાહો વહેતા થયા છે. અમે સવારસાંજ પાઠ-પ્રાણાયામ-ધ્યાન કરીએ છીએ. રાત્રે ખુલ્લાં આકાશમાં બેસીએ છીએ. ક્વચિત હું પ્રશ્ન પૂછું છું અને ક્વચિત કોઇક બોલે છે. કોણ જાણે કેમ અહીં કોઇ બોલતું નથી. સ્મિત અને દ્રષ્ટિ એ જ જાણે વિનિમયના માધ્યમ બની ગયા છે ! આકાશ સર્વથા નિરભ્ર અને નિર્મલ છે. પવન નહિવત છે બધું, બધું જ જાણે શાંત અને સ્તબ્ધ છે. હ્રદયના ધબકાર અને શ્વાસની ગતિ જાણે ખલેલજનક જણાય છે. અહીં હોવું, અહીં રહેવું, એ જ એક સાધના છે. કશું જ ન કરવું અને તેને જ બધું કરવા દેવું આ સૌથી મોટી સાધના છે. જ્યારે અહંકાર અક્રિય-શાંત થાય છે ત્યારે તે સક્રિય થાય છે. નિરંજનાને કિનારે પીપળાના વૃક્ષ નીચે તે રાત્રે ભગવાન બુધ્ધની ચેતનામાં પરમ ક્રાંતિની ઘટના આમ જ ઘટી હશે ને !

મને થાય છે આ ઠંડીમાં હું સાવ થીજી જાઉં તો કેવું સારું અને આ શાંતિમાં હું ઓગળી જાઉં તો કેવું સારું અને આ ચાંદનીમાં હું મટી જાઉં તો કેવું સારું ! હું મારા માહ્યલાને કહું છું ચાલ, જીવ ! આપણે મટી જઇએ ! બીજે દિવસે સવારે કહેણ આવ્યં “સૌએ મધ્યસ્થખંડમાં મળવાનું છે” અમે સૌ ત્વરાથી પહોંચી ગયા. પહોંચીને જાણ્યું કે ગુરુજી આજે, અત્યારે જ અહીંથી મુખ્ય ગોમ્પા તરફ જવા માટે રવાના થાય છે.

કારણ શું ?

કારણ જાણવાની તારે શી જરૂર ? આપણે બધું જ જાણવાની જરૂર શી છે ? આ દુનિયામાં જે છે અને જે થઈ રહ્યું છે તે બધા વિશે માહિતી એકઠી કરવાનું કામ તને કોઈએ સોંપ્યું છે ? તું માહિતી ખાતાનો પ્રધાન છે ? ચૂપ કર ! આપણે જે જાણવું અનિવાર્યતઃ જરૂરી નથી તેવી આ જગતની માહિતી આપણાં મગજમાં એકઠી કરવાની આપણે જરૂર કેમ પડે છે ? યાદ રહે ! અન્યના જીવનમાં ડોકિયું કરવાની વૃત્તિ, તે રોગીષ્ટ મનોદશાનું લક્ષણ છે સાવધાન !

ગોમ્પાના પ્રાંગણમાં ત્રણ યાક ઉભા છે. ગુરુજી પોતાના ખંડમાંથી નીચે આવ્યા. તેમણે પર્યાપ્ત વસ્ત્રો ધારણ કર્યા છે. સૌએ ગુરુજીને પ્રણામ કર્યા અને મેં પણ. ગુરુજી યાક પર બેઠા. બીજા બે લામા પણ બંને બાજુના યાક પર બેઠા. મોટા અની અર્થાત આપણાં મીરાબાઇ ગુરુ પાસે ગયા. ગુરુજીએ શરીર બાજુમાં નમાવીને તેમના કાનમાં કાંઇક કહ્યું. શું કહ્યું હશે ? ચુપ કર તારે તે જાણવાની શી જરૂર ? ત્રણેય યાક સડસડાટ ચાલ્યા. ‘ઓમ મણિ પદ્મે હુમ્‌’ અને અમે સૌ પ્રણામ મુદ્રામાં શાંતભાવે ઉભા જ રહ્યા. યાકના દર્શન થાય ત્યામ સુધી ઉભા જ રહ્યા અને આખરે તે દ્દશ્ય પણ અદ્દશ્ય બની ગયું ! અમે સૌ પાછા ફર્યા. પાછા ફરતી વખતે કુમારેપાએ મને કહ્યું, ‘આવતી કાલે આપણે પણ નીકળવાનું છે’ થોડીવાર અટકીને કહે છે ‘આપણે એટલે તમે, હું અને ત્રણેય અની તૈયાર રહેજો’ તૈયાર જ છું અને તૈયાર બીજું શું થવાનૂં છે. નાના ગોમ્પાથી મોટા ગોમ્પા તરફ પ્રયાણ ! જો રાત્રે બહુ બરફ પડશે તો નહીં જવાય આ વિકલ્પ પણ ખુલ્લો જ છે પણ રાત્રે બરફ ન પડ્યો. આકાશ નિરભ્ર જ રહ્યું.

સવારે આશ્રમના પ્રાંગણમાં છ યાક તૈયાર થઈને ઉભા છે. આ છઠ્ઠું યાક કોના માટે ? સામાન ઉંચકવા માટે. તંબુ, ધાબળા, ભોજન સામગ્રી અને યાક માટે પણ થોડી સામગ્રી ખરી અને સાથે એક કુતરો-કેસર ! ત્રણેય અની ઉપાસનાખંડમાં બેસીને મધુર કંઠે સ્તોત્રપાઠ કરી રહ્યા છે. સ્તોત્રો તિબેટીઅન ભાષામાં છે. અર્થ તો હું સમજી શકતો નથી, પરંતુ ઘણું બધું અનુભવાય છે ! અરે ! ઓ બુધ્ધિના દાસ માનવી ! બધું સમજી લેવાનો આગ્રહ ન રાખ ! થોડું અનુભવવા માટે પણ બાકી રાખ !

અમે સૌ યાક પર સવાર થયા. ‘ઓમ મણિ પદ્મે હુમ્‌’ અને યાત્રાનો પ્રારંભ થયો. આ યાક મંદગતિથી ચાલે છે. પરંતુ તેની શક્તિ ઘણી છે. માનવી નો વજન તો જાણે તેને વજન જ લાગતો નથી. તેને મન તો આ માનવી એટલે માનવ જંતુડું ! તેનો વળી વજન શું લાગે ? અમે લગભગ બરફમાંથી જ પસાર થઈ રહ્યા છીએ. બરફમાં માર્ગ કેવી રીતે શોધી કાઢવો, તે બાબતમાં તો આ યાક મહારાજને કોઈ જ ન પહોંચે. ભગવાનને જાણે યાકને આ બાબતે છઠ્ઠી ઇન્દ્રિય જ આપી છે કે શું ? ભગવાને પ્રત્યેક પ્રાણીને કાંઇકને કાંઇક આપ્યું જ છે. કોઇ જ સાવ ખાલી નથી. કીડીને પણ કાંઇક એવું આપ્યું છે કે માનવી પાસે કે હાથી પાસે પણ નહોય. વિશ્વ વ્યવસ્થાની ખામીઓ શોધનાર માનવી ! અને કંઇ જ અજબ નથી એવું કહેનાર અસ્તિત્વવાદીઓ વિશ્વ વ્યવસ્થા ખૂબીઓ તરફ પણ નજર નાખો ! અમારી યાત્રા મંદ ગતિથી સુચારૂ સ્વરૂપે ચાલી રહી છે. કોણ જાણે કેમ પણ મીરાંબાઈ અને મારું યાક સાથે થઇ ગયા, કુમારેપા સૌ આગળ છે અને બંને અનીઓ અમારાથી પાછળ અને સામનવાળું યાક તો સૌની પાછળ ચાલે છે.

મીરાંબાઈનું યાક મારા યાકની સાવ લગોલગ આવી ગયું. મીરાંબાઈએ કહ્યું ‘ઓમ મણિ પદ્મે હુમ્’

 મેં અભિવાદનનો પ્રત્યુત્તર આપ્યો, ‘ઓમ મણિ પદ્મે હુમ્‌’

થોડીવાર બંને મૌન રહ્યા. પછી મીરાંબાઇએ જ પ્રારંભ કર્યો. “ગઇ કાલે જતી વખતે ગુરુજીએ મારા કાનમાં શું કહ્યું, તે આપને ખબર છે ?”

“મને કેવી રીતે ખબર પડે ?” હું કાંઇ સર્વજ્ઞ નથી. અને કોઇએ કોઇને કાનમાં કહેલી વાત આપણે જાણવી પણ શા માટે ?

“પણ તે તમારા વિશે હતી !”

“મારા વિશે ?”

“હા, તો તમારે જાણવી પડે ને !”

“જાણવી પડે તેમ તો નહી, પરંતુ તમે કહેવા ઇચ્છો તો કહી શકો !”

‘જુઓ ! ગુરુજીએ મને એમ કહ્યું કે મારે તમને આપણાં આ વજ્રયાનના વડા દલાઈલામાની પરંપરાથી અવગત કરાવવા’

‘ઓહ, એમ વાત છે ! હું તો તે જાણવા આતુર જ છું’

 અને આમ દલાઈલામા વિશે મારા શિક્ષણનો પ્રારંભ થયો. ગુરૂ-મીરાબાઈ અને શિષ્ય હું એક જ !

મિરાંબાઈ મને પ્રારંભમાં પ્રારંભ સમજાવે છે-દલાઈલામાની પરંપરાનો પ્રારંભ !

થેરાવાદી અર્થાત્‌ હીનયાન પરંપરા પ્રમાણે સાધક નિર્વાણ પ્રાપ્ત કરે તે જ તેના જીવન અને સમગ્ર સાધનાનું સાધ્ય છે. આ પદને અર્હંત પણ કહેવામાં આવે છે. મહાયાન અને તદ્દનુસાર વજ્રયાન પરંપરા આ સાધ્યથી આગળ વધે છે. તેઓ માને છે કે માત્ર પોતાની જ નહીં, પરંતુ સ્ર્વ જીવોની મુક્તિ, તે જ સાધ્ય છે. તેઓ વૈશ્વિક જીવોની મુક્તિ અર્થાત્ નિર્વાણ ઇચ્છે છે. મહાયાની અને વજ્રયાની નિર્વાણ પ્રાપ્ત સિધ્ધ પુરૂષ જ્યાં સુધી સર્વ જીવો નિર્વાણ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી નિર્વાણમાં અર્થાત્ મહાશૂન્યમાં વિલિન થવાનું પસંદ કરતાં નથી. તેઓ નિર્વાણમાં પ્રવેશવાને અધિકારી હોવા છતાં કરૂણાવશ સર્વ જીવો નિર્વાણ ન પામે ત્યાં સુધી પોતાના નિર્વાણને મુલતવી રાખે છે. આ તેમની કરૂણા છે. આ અવસ્થાને ‘બોધિસત્વ’ અવસ્થા કહે છે. બોધિસત્વ અવસ્થામાં તે બધું જ છે, જે અર્હંત અવસ્થામાં છે. તેમની પાસે અધિક છે કરૂણા !

થેરાવાદી અર્થાત્ હીનયાન પરંપરામાં બોધિસત્વની ધારણા છે, પરંતુ તે બુધ્ધત્વ પ્રાપ્તિ પહેલાંની અવસ્થા છે. ભગવાન બુધ્ધને નિર્વાણપદની પ્રાપ્તિ થઈ તે પહેલાં તેમનાં અનેક જન્મોની કથા જાતકકથાઓમાં મળે છે. આ અવસ્થામાં તેમને બોધિસત્વ ગણવામાં આવે છે. પરંતુ મહાયાનમાં બોધિસત્વની અવસ્થાને સંબોધિ પ્રાપ્તિ પછીની અવસ્થા ગણાવામાં આવે છે.

અવલોકિતેશ્વર આવા જ બોધિસત્વ છે અને વજ્રયાન પરંપરાના અધિષ્ઠાતા દેવ છે. તિબેટના તેઓ રાષ્ટ્રીય દેવ છે, તેમ કહી શકાય. અવલોકિતેશ્વરની કથા આવી છે.

અવલોકિતેશ્વર મહાન યોગી અને સિધ્ધ પુરૂષ છે. વર્ષો પહેલાં તેઓ હિમાલયની એક ગુફામાં ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરી રહ્યા હતા. સાધનાને અંતે એવી ક્ષણ આવી કે તેઓ પરમ સંબોધીને પ્રાપ્ત થયા અને તેઓ નિર્વાણના દ્વાર પર પહોંચ્યા. તેઓ નિર્વાણમાં અર્થાત મહાશૂન્યમાં ગમે તે ક્ષણે પ્રવેશી શકે તેવી અવસ્થામાં તેઓ પહોંચ્યા. તે વખતે નીચે પૃથ્વી પરથી હજારો, લાખો જીવોનો પોકાર તેમણે સાંભળ્યો. આ પોકાર્નો અર્થ હતો-‘અમે આ સંસારમાં દુઃખી છીએ, ત્રસ્ત છીએ અમને પણ આ દુઃખમાંથી મુક્ત કરીને નિર્વાણપદ પ્રત્યે દોરો, માર્ગદર્શન આપો, હવે અવલોકિતેશ્વર પાસે બે વિકલ્પો હતા.

પ્રથમ વિકલ્પ હતો નિર્વાણમાં મહાશૂન્યમાં વિલિન થઈ જવું. બીજો વિકલ્પ હતો-પોતાના નિર્વાણને મુલત્વી રાખી સર્વ જીવોના ક્લ્યાણ માટે, તેમને માર્ગદર્શન આપવા માટે અહીં આ પૃથ્વી પર રહેવું, વારંવાર અવતાર ધારણ કરવો. તેમણે કરૂણાવશ, આ બીજો વિકલ્પ પસંદ કર્યો. તેમણે ઉપરથી સર્વ જીવોના પોકારને સાંભળીને તેમની તરફ નીચે જોયું. તેથી તેઓ ‘અવલોકિતેશ્વર’ ગણાય છે. અવલોકિતેશ્વર કરૂણાના અવતારી છે. તિબેટના વજ્રયાની લોકોની એવી શ્રધ્ધા છે કે દલાઈ લામા અવલોકિતેશ્વરના અવતાર છે.

વજ્રયાન-૧૬.૧

હું તન્મય બનીને મીરાંબાઈની આ દલાઈ લામાની કથા સાંભળી રહ્યો છું. મીરાંબાઈ પણ તન્મય બનીને કથા સંભળાવી રહ્યા છે પરંતુ તન્મયતા ક્યાં સુધી ટકે ? કશુંક બન્યું અને અમારી તન્મયતા અને કથાપ્રવાહ તૂટ્યો. શું બન્યું ?

કુમારેપા અમારી બાજુમાં આવીને કહે છે- ‘જુઓ, આ સામેની ટેકરી પર બરફ નથી. આપણે અહીં જ બપોરા કરીએ. કેમ લાગે છે ? અહીં થોડા વૃક્ષો પણ છે અને આપણે અગ્નિ પ્રગટવવા થોડા લાકડાં પણ મળી રહેશે’ અમે સંમત થયા. અમે અમારા યાકને સામેની ટેકરી પર વાળ્યા. અમે ઉતર્યા અને સામાન પણ ઉતાર્યો. છ યાક એક સાથે દોડયા, ડાબી તરફ આવું અદોદળું પ્રાણી આટલી ઝડપે દોડી શકે ! હું તો જોઈ જ રહ્યો. કેમ દોડ્યા ? હા, સમજાયું. એક ખૂણામાં થોડું થોડું ઘાસ ઉભું છે તેમને આટલી ઝડપથી આ ઘાસની હયાતીની ખબર કેવી રીતે પડી ગઈ ? તેમને ખબર પડી ગઈ તેની પાછળનું એક પ્રેરક બળ છે. શું ? ભૂખ ! આ મહાનર્તકી ભૂખ ! પણ ભૂખ તો અમને પણ લાગી છે તો કરો તૈયારી અને માંડો ચૂલો ! પેટાવો અગ્નિ !

 કુમારેપા આજુબાજુના વૃક્ષોની થોડી સૂકી અને થોડી લીલી ડાળીઓ લઈ આવ્યા. સૂકી ડાળીઓ તો બરાબર છે, પરંતુ આ લીલી ડાળીઓ શા માટે લઈ આવ્યાં ? લીલી ડાળીઓ સળગે કેવી રીતે ? મેં કુમારેપાને પ્રશ્ન પૂછ્યો નહીં ક્વચિત એવું પણ હોય છે કે આપણે ધીરજ રાખીએ તો ઉત્તર આપોઆપ મળી જાય છે. જ્યાં ઉતાવળ કરવાની છે ત્યાં જરૂર ઉતાવળ કરવી, પરંતુ અન્યથા ઉતાવળ રાખવાને બદલે શાંત રહેવામાં કલ્યાણ છે ને એમ જ બન્યું. આ કુમારેપાને મારા મનની, મનનાં પ્રશ્નની ખબર કેવી રીતે પડી ગઈ ! પ્રત્યેક માનવી ને ભગવાને એવી શક્તિ આપી જ હોય છે કે તેને બીજાના મનની વાતની ખબર પડી જ જાય છે. અરે ! બાળકોને પણ ! અરે ! પશુઓને પણ ! હા, ચિત્ત જેટલું વિશુધ્ધ, જેટલું શાંત તેટલું આ શક્તિની પ્રાગટ્ય વધું !કુમારેપામાં આ શક્તિનું પ્રાગટય ઘણું લાગે છે. મેં પ્રશ્ન પૂછ્યો નથી, તો પણ જાણે મેં પ્રશ્ન પૂછ્યો છે, તેમ સમજીને તેમણે ઉત્તર આપતા હોય તેમ કહ્યું.

‘સ્વામીજી ! આ વૃક્ષની એવી ખાસીયત છે કે તેની ડાળીને લીલી જ તોડીને અગ્નિમાં મૂકીએ તો પણ તે ભડભડ સળગવા માંડે છે. આ વૃક્ષમાં તૈલી પદાર્થ ભરપુર માત્રામાં છે. હિમાલયના ઉત્તરિય વિસ્તારમાં આ વૃક્ષ ખૂબ થાય છે અને તિબેટમાં પણ આ વૃક્ષ જોવા મળે છે આ વૃક્ષનું નામ જ છે-તેલું ! આવા તેલું વૃક્ષની જરૂર તો હિમાચ્છાદિત પ્રદેશમાં જ પડે તે સ્વાભાવિક છે અને તદ્દનુસાર આ અને આવા તૈલીવૃક્ષો આવા હિમાચ્છાદિત પ્રદેશમાં થાય છે. કુદરતી સમજદારી તો જુઓ આ ભગવાન સૌથી મોટો પર્યાવરણવિદ છે ! ત્રણ ચૂલા ગોઠવાયા, અગ્નિ પ્રગટ્યા. મને ૠગ્વેદના પ્રથમ મંત્રનું સ્મરણ થયું અને કુમારેપા અને ત્રણેય અનીઓને તે મંત્ર સંભળાવ્યો પણ ખરો !

(અગ્નિમીણે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજમ્‌ !

હોતારં રત્નઘાતમમ્‌ !! -ઋગ્વેદ ???)

‘અમે અગ્નિદેવની ઉપાસના કરીએ છીએ, જે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત, ઋત્વિજ અને હોતા છે, જે અગ્નિદેવ દેવસ્વરૂપ છે અને યજમાનને (આધ્યાત્મિક) રત્નોથી ભરપુર કરનાર છે !

આ મંત્ર સાંભળીને રસોઈ બનાવવામાં મશગૂલ મીરાંબાઈ બોલી ઉઠ્યા. ‘મંત્રનો અર્થ પણ સમજાવો’

હું તો શ્રવણકુમાર છું. મારો ઈરાદો વ્યાખ્યા ન આપવાનો ન હતો, સાંભળવાનો હતો પણ હવે ક્યાં જવું ? મારે ભલે સાવ નાનું પણ વ્યાખ્યાન આપવું જ પડ્યું-

અગ્નિ એક દેવ છે. દેવોનું મૂખ છે. દેવોનો આ પૃથ્વી પરનો પ્રતિનિધિ અર્થાત દેવદૂત છે. તથા અગ્નિને અહીં પુરોહિત કહેલ છે. આ અગ્નિ જ ઋત્વિજ અને હોતા છે. અગ્નિ દ્વારા જ યજ્ઞકર્મ સંપન્ન થાય છે તેથી અગ્નિને ઋત્વિજ અને હોતા ગણેઅલ છે. યજ્ઞ ઉપાસનાના સામર્થ્યથી અગ્નિ દેવ યજમાનને અર્થાત સાધકને અનેક અને અનેકવિધ આધ્યાત્મિક સંપત્તિ પ્રદાન કરે છે. તેથી ઋષી અહં અગ્નિદેવને રત્નધાતમ્‌ કહે છે.

આધ્યાત્મિક દ્દષ્ટિએ જોઈએ તો માનવામાં સ્વરૂપતઃ પરમ સત્યને પામવાની એક ઝંખના હોય જ છે. અંતરાત્મા પરમાત્માનો અંશ છે અને અંશને અંશી તરફ આકર્ષણ હોય જ ! આ અભિપ્સા તે જ અગ્નિ છે અને તે અગ્નિને અહીં દેવ કહેલ છે. આ દેવ જ સાધકને પરમદેવ સુધી પહોંચાડી દે છે. (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૦-૧૧-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૫ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

લિપિ, ભાષા અને ગ્રંથ ભંડાર. અહીં આ બરફના સાગરમાં લામઓની વચ્ચે મારા વસવાટને લગભગ એક મહિનો થવા આવ્યો છે. અહીં વાર, તારિખ તિથિની બહુ ખબર રહેતી નથી. કેટલાક દિવસો તો એવા પણ હોય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની પણ ખબર રહેતી નથી. અમે જાણે સમયની બહાર નીકળી ગયા છીએ. મારા મિત્ર કુમારેપા તો મને તિબેટીઅન ભાષા શીખવે છે. તેમના શિક્ષણથી હું થોડા તિબેટીઅન શબ્દો બોલતો થઈ ગયો છું.

યુ જી ચે = તમારો આભાર

ઓમા = દૂધ

કંગરિમ્ પો છે = પવિત્ર કૈલાશ

કરા = સાકર

ખંગબા = ઘર

ખતક = સન્માનીય મહાનુભાવ ને મળતી વખતે અપાતો કાપડનો લાંબો ટુકડો

ગોમ્પા = બૌધ્ધ મઠ

 ગ્ય-ગર = ભારત (સફેદ મેદાન)

ગ્ન-નક = ચીન (કાળુ મેદાન)

ગંગબા = હંસ

ચિમા-કરા = ખાંડ

ચોંગા = પૂર્ણિમા

છંગ = જવનો દારૂ

છાં = મીઠું

છૂરા = પનીર

છૂ = નદી

છેમે = ઘીના દીવા

છો = તળાવ

છીમો = સંન્યાસીની, ભિક્ષુણી, અની

છન = રાત્રિ

છરબા = વર્ષા

છુમર = ઘી

છોરતેન = સ્તુપ

જા = ચા

ટુલ્કુ લામા = અવતારી લામા

ટમો = ઠંડી

ડાબા = નવા સામાન્ય ભિક્ષુ, નવા સાધુ

થંકા = રેશમ પર ચિત્રપટ

નમકંગ = અમાસ

દિરિંગ = આજ

દંગ = આવતી કાલ

દાવા = માસ

પોમો = સ્ત્રી

નનિંગ = ગયા વર્ષે

ન્યિમા = સૂર્ય, દિવસ

પુરમ = ગોળ

ફગબે = લોટ

બોત = તિબેટ

મવંગ = માનસરોવર

મી = પુરુષ

લામા = વિદ્વાન, અનુભવી વરિષ્ઠ ભિક્ષુ

અની = છોમો, બૌધ્ધ સાધ્વી, ભિક્ષુણી

હવે મારા આ ભાષા શિક્ષણમાં એક નવું પરિબળ ઉમેરાયું છે. હવે અમારી આ સત્સંગ મંડળીમાં ત્રણ અની (છોમો-બૌધ્ધ સાધ્વીજી) પણ ઉમેરાયાં છે. તેમાંના એકને અંગ્રેજીનું પણ સારું જ્ઞાન છે. તેઓ પણ મને વિશેષતઃ વજ્રયાનનું ક્વચિત તિબેટીઅન ભાષાનું જ્ઞાન પણ આપે છે.

તિબેટીઅન મૂળાક્ષરો વ્યંજન

વજ્રયાન-૧૫.૧

આ તિબેટ તો બરફની એક દુનિયા છે અને શિયાળામાં તો આ વિશેષતઃ બરફની બની જાય છે. જો પ્રતિકાર કરીએ તો આ બરફ, આ ઠંડી એક વિટંબણા, એક વેદના લાગે છે પરંતુ. જો વિધાયક દ્રષ્ટિથી જોઈએ તો આ બરફની દુનિયાને માણી શકાય છે, ઉજવી શકાય છે. વિટંબણા શારીરિક હોય ત્યારે પણ તે વિશેષતઃ માનસિક હોય છે. જો આપણે આ વિટંબણાના આ માનસિક પાસાને ખંખેરી શકીએ તો બિચારી આ શારીરિક વિટંબણા પણ સાવ નાની બની જાય છે. આ તૃતીય અની, જેઓ અંગ્રેજીના જાણકાર છે, તેમનું નામ તો છે- રોઝે-તાશી. પરંતુ આ નામ આપણા માટે થોંડુ અઘરું અને અજાણ્યું લાગે છે, તેથી મેં તેમનું નામ પાડ્યું છે- મીરાં !

 ” મીરાં ?” તેમણે પૂછ્યું “આ મીરાં કોણ છે અને તેનો અર્થ શો છે ?”

” મીરાં ભારતના એક મહાન સ્ત્રી છે, પરમ ભક્ત છે, મિહિર એટલે સૂર્ય. મિહિરા એટલે સૂર્યાદેવી. મિહિરાનું જ તત્ભવ રૂપ છે- મીરાં “

સૌએ મારી વાત સ્વીકારી લીધી. આ આપણા અંગેજી વિદ્દ અની રોઝે-તાશીમાંથી આપણા માટે ‘મીરાં’ બની ગયા છે.

છેલ્લા એક સપ્તાહથી અનરાધાર હિમ વર્ષા ચાલી રહી છે. આ નાનકડા ગોમ્પાના પ્રાંગણમાં પાંચ ફૂટ જેટલો બરફ ખડકાઈ ગયો છે. મને આ શુભ્ર ધવલ હિમશૈયા પર બેસવાની, ચાલવાની, દોડવાની બહુ ઈચ્છા થાય છે. પરંતુ આ અની મીરાં મને ફોસલાવી દે છે. ” ના સ્વામીજી ! આપ આ બરફમાં ન જશો.” આપનું શરીર ઠંડી સહન કરી શકે તેવું સમર્થ છે, તે વાત માન્ય છે પરંતુ છતાં આપનું શરીર ગરમ પ્રદેશનું છે. તે ઠંડી કદાચ સહન ન કરી શકે. આપ ભલે અહીંથી બરફના પેટ ભરીને દર્શન કરો પરંતુ બરફમાં બેસવા ન જશો ” આ વીશ વર્ષની કન્યા મને જાણે માતા બાળકને સમજાવે તેમ સમજાવે છે અને ક્વચિત આદેશ પણ આપિ દે છે. દિવસ દરમ્યાન અને ક્વચિત રાત્રે પણ, વિશેષતઃ ચાંદનીના પ્રકાશમાં હું આ બરફના દરિયાના પેટ ભરીને દર્શન કરું છું. ગોમ્પાની અગાશીમાં બેઠા બેઠા બરફના દર્શન કરતાં કરતાં આપણા મીરાંબાઈ ક્યારેક ક્યારેક મને તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો શીખવે છે.

બૌધ્ધધર્મ ભારતમાંથી તિબેટ ગયો ત્યાર પહેલાં તિબેટીઅન ભાષા હતી પરંતુ ભાષાને કોઈ લીપિ હતી નહીં. લિ-પિ વિના ગ્રંથરચના થઈ શકે નહીં. ભારતમાં બૌધ્ધ ધર્મના હજારો ગ્રંથ ઉપલબ્ધ હતા. આ ગ્રંથોને તિબેટીઅન ભાષામાં અનુવાદ કરવાની જરૂર ઉભી થઈ અને જરૂરિયાત તો સંશોધનની જનની છે. તિબેટીઅન ભાષાની લિપિની શોધનો પણ એક રસિક ઇતિહાસ છે. જ્યારે તિબેટીઅન ભાષા માટે લિપિની આવશ્યકતા ઉભી થઇ ત્યારે તિબેટથી ‘થોન-મી-સંબોટ નામના એક સમર્થ ભાષાવિદ્દને ભારત મોકલવામાં આવ્યા. તેમણે સંસ્કૃત ભાષાનો અને લિપિનો અભ્યાસ કર્યો. તેને આધારે થોન-મી-સંબોટે તિબેટીઅન ભાષા માટે એક લિપિની રચના કરી. તેમણે એક મહાન કાર્ય કર્યું. કારણ કે આ લિપિની રચના દ્વારા ભારતના સંસ્કૃત ગ્રંથભંડારનો તિબેટીઅન ભાષામાં અનુવાદ કરીને ગ્રંથસ્થ કરવાનો માર્ગ ખુલી ગયો. આમ તિબેટ માટે બૌધ્ધ ધર્મના જ્ઞાન સાગરને તિબેટમાં લઈ જવાના અને પ્રતિષ્ઠિત કરવાના દ્વાર ખુલી ગયા. આ મહાન ઘટના સાતમી સતાબ્દિમાં બની. આ પ્રથમ દ્રષ્ટિએ નાની લાગતી ઘટનાથી તિબેટનો ઇતિહાસ બદલાઇ ગયો.

થોન-મી-સંબોટે રચેલી તિબેટીઅન મૂળાક્ષરોની વ્યવસ્થા અને લિપિ મહદ્‌ અંશે સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિને અનુસરે છે. તિબેટીઅન લિપિની સ્થાપના કરનાર આ તોન-મી-સંબોટ મહાન ભાષાંતરકર્તા પણ ગણાય છે. કારણ કે તેમણે બૌધ્ધ ધર્મના અ-પરંપરાગત સંસ્કૃત ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદો તૈયાર કર્યા છે. તેમ કરીને તેમણે તિબેટના લોકો માટે બૌધ્ધજ્ઞાન ભંડારના દ્વાર ખુલ્લાં મુકી દીધા છે. લોકો આજે પણ થોન-મી-સંબોટને તિબેટીઅન લિપિના જનક તરીકે મહાન ભાષાંતર કાર તરીકે આદરપૂર્વક યાદ કરે છે. ભાષાંતરના આ મહાન કાર્યમાં થોન-મી-સંબોટ સાથે અન્ય અનેક તિબેટીઅન વિદ્વાનો પણ જોડાયા હતા. અને થોન-મી-સંબોટની સાથે જોડાઇને, તેમના માર્ગદર્શન પ્રમાણે બૌધ્ધ ધર્મના સંસ્કૃત ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદનું એક મહાન કાર્ય સંપન્ન થયું છે. આજે પણ એવું જોવા મળે છે કે ભારતમાં મૂળ સંસ્કૃત ગ્રંથો લુપ્ત થયા હોય અને તે ગ્રંથોના તિબેટીઅન અનુવાદો તિબેટમાં ઉપલબ્ધ છે. આવા અનેક ગ્રંથો તિબેટથી પાછા ભારત આવ્યા છે. અને અમુકના તિબેટીઅનમાંથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ થયા છે.

અમારો તિબેટીઅન ભાષાના પહેલાં ઘોરણનો વર્ગ આમ ચાલી રહ્યો છે. વર્ગમાં એક જ વિદ્યાર્થી છે અને એક જ શિક્ષિકા છે. અચાનક યથેચ્છ ટહેલતા ટહેલતા પ્રધાન લામા અમારી પાસે આવી ચડ્યા. અમે બંને ઉભા થઇ ગયાં. અમે બંનેએ તેમને વંદન કર્યા.

તેમણે સ્મિત પૂર્વક પૂછ્યું, “શું ચાલે છે ?”

મેં તેમને મારી નોટબુક બતાવી. તેમાં મેં તિબેટીઅન ભાષાના મૂળાક્ષરો લખ્યા હતા. મારા હાથે પ્રથમ વખત જ લખેલાં આ વાંકાચૂંકા મૂળાક્ષરો જોઇને તેમના ધીર ગંભીર નુખ પર સ્મિત પથરાઇ ગયું. પ્રાથમિક શાળાના પહેલાં ધોરણનો વિદ્યાર્થી આચાર્ય સાહેબ પાસે ઉભો રહે, તેમ હું ઉભો રહ્યો. તેમણે મારી સામે જોઈને કહ્યું, “તમને ખબર છે આ લિપિ કઇ લિપિનો આધાર લઈને બનાવી છે ?”

“હાજી, સંસ્કૃત ભાષાની દેવનાગરી લિપિની અસર આ લિપિ પર સ્પષ્ટ જોઇ શકાય છે ?”

“બરાબર છે !”

તેમણે મીરાંબાઈ તરફ જોઈને સમજાવ્યું

“મૂળાક્ષરો શીખવતાં પહેલાં પ્રારંભમાં જ તેમને મણિમંત્ર લખતાં શીખવવું જોઈએ. આ આપણી પરંપરા છે. તને ખબર નથી ?”

મીરાંબાઈ જાણે ભૂલ પકડાઈ ગઈ હોય તેમ છોભીલાં પડી ગયા.

તિબેટીઅન મૂળાક્ષરો સ્વર

વજ્રયાન-૧૫.૨

“પહેલાં તેમને મણિમંત્ર લખતાં શીખવ અને પછી મૂળાક્ષરો શીખવજે !”

અમે બંને નીચે બેઠા, ગુરુજી પ્રધાન લામા વિદાય થયા. મીરાંબાઇએ મને તિબેટીઅન લિપિમાં લખતાં શીખવ્યું. “ૐ મણિ પદ્મે હુંમ્” આ રીતે આ મણિમંત્ર મેં મારી નોટબુકમાં તિબેટીઅન લિપિમાં પાંચ વાર લખ્યો. લખીને નોટબુક લઇને અમે બંને વડા ગુરુજી પાસે ગયા. મેં તેમને મારિ નોટબુક બતાવી. તિબેટીઅન લિપિમાં પાંચ વાર લખાયેલો મણિમંત્ર જોઇને, વાંચીને ગુરુજી પ્રસન્ન થઇ ગયા. પ્રસન્નતા કાંઇ અછતી રહે ! તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી, “હવે બરાબર !”

અમે તેમના ખંડમાંથી બહાર નીકળવા પગ ઉપાડ્યો, ત્યાંજ તેઓ બોલ્યા, “બેટા ! તેં તેમને આપણા તંજુર-કંજુર બતાવ્યા કે નહીં ?”

ફરી એક પકડાઇ જવાનો અને કાંઇક છોભીલા પડી જવાનો વારો મીરાંબાઇનો આવ્યો. તેઓ બોલ્યા, “ના ગુરુજી ! તે તો બાકી છે !”

“બતાવજે અને નિરાંતે બતાવજે”

મીરાંબાઇ મને ગોમ્પાના એક વિશાળખંડમાં લઇ ગયા આ ગ્રંથાલય ખંડ છે. લાકડાના કબાટોમાં પુસ્તકો અને હસ્તલિખિત પોથીઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે. પહેલા તો મીરાંબાઇએ ચાવીનો નાનો કબાટ ખોલ્યો. ચાવીઓ રાખવાનો પણ કબાટ ! ચાવીઓ પણ તાળા-ચાવીમાં ! શંકાશીલતા ? ના ! ચોક્કસાઇ ! ચાવીઓના કબાટમાંથી એક ચાવી કાઢીને તેમણે એક કબાટ ખોલ્યો અને બોલ્યા,

“આ કંજુર”

“કંજુર એટલે શું ?”

“ભગવાન બુધ્ધની વાણીના ગ્રંથોનો તિબેટીઅન ભાષામાં અનુવાદ થયો છે. આ સમગ્ર ગ્રંથમાળાને કંજુર કહે છે. કંજુર ગ્રંથમાળામાં ૧૦૮ ગ્રંથો છે” આ આખો કબાટ કંજુર ગ્રંથમાળાના ૧૦૮ ગ્રંથોથી ભરેલો છે. અહીં આ ગ્રંથો તિબેટીઅન ભાષામાં જ છે. મને મીરાંએ બતાવ્યું કે આ સમગ્ર ગ્રંથમાળાનો ચાઇનીઝ અને અંગેજીમાં પણ અનુવાદ થયો છે. પરંતુ અહીં તો માત્ર તિબેટીઅન આવૃત્તિ જ છે. મેં થોડા ગ્રંથો હાથમાં લઇને જોયા. ભાવ પૂર્વક ! માત્ર જોવા માટે જ ! ભાષા તો સમજાય તેમ નથી, પરંતુ ભાવ તો અનુભવી શકાય ને ! આ બુધ્ધની, ભગવાન બુધ્ધની વાણી છે. મેં ગ્રંથો કબાટમાં તેમને સ્થાને મૂક્યા. મીરાંએ કબાટ બંધ કર્યો. હવે તેમણે બીજો કબાટ ખોલ્યો અને સાથે સાથે ત્રીજો કબાટ પણ ખોલ્યો.

કબાટ ખોલીને મીરાં બોલ્યા, “આ બંને કબાટમાં તંજુર છે”

“તંજુર એટલે ?”

“ભગવાન બુધ્ધ પછી ભારતમાં બૌધ્ધ ધર્મ અને દર્શન અનેક મહાન વિદ્વાનો થયા છે. તેમણે અપરંપાર ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદ થયા છે. આ ગ્રંથમાળા ના ગ્રંથોની સંખ્યા ૨૩૫ છે. આ ગ્રંથો તંજુર ગણાય છે. આ બંને કબાટોમાં અમે તંજુર ગ્રંથો મૂક્યા છે.” ફરી એકવાર મેં થોડા ગ્રંથો હાથમાં લીધા- ભાવ અને આદરપૂર્વક ! અને પુનઃ પોતાના સ્થાને મૂક્યા”

“ભગવાન બુધ્ધ પછીના બૌધ્ધધર્મના ભારતિય વિદ્વાનો કોણ કોણ ?”

“વિદ્વાનો અપરંપાર છે. બૌધ્ધધર્મમાં મહાન અધ્યાત્મ પુરુષો અને મહાન પંડિતોની નામાવલી ઘણી મોટી છે. પ્રધાનતઃ પદ્મસંભવ, શાંરિરક્ષિત, નાગાર્જુન અસંગ, વસુબંધ, બુધ્ધ ઘોષ, દિગ્નાગ, ધર્મ કીર્તિ આદિ છે.” કંજુર અને તંજુરના દર્શનનું અમારું કામ પુરું થયું. એટલે કબાટો બંધ કરીને અમે બહાર નીકળવા આગળ વધ્યા. બારંણામાં જ ઉભેલાં પ્રધાન લામાએ ફરી એક વાર મીરાંને પકડ્યા.

“તેં આમને ‘સુમ્બુમ’ બતાવ્યા કે નહીં ?”

“ના એ તો મને ખ્યાલ જ ન રહ્યો”

“બતાવ !” અમે ફરીથી ગ્રંથાલયમાં ગયા. ફરીથી ચાવીનો કબાટ અને ફરીથી બીજા અનેક કબાટો ખૂલ્યા. મીરાંબાઇ બોલ્યા, “આ સુમ્બુમ ગ્રંથમાળા છે.” “સુમ્બુમ એટલે ?” “તિબેટીઅન  બૌધ્ધ વિદ્વાનોએ તિબેટીઅન ભાષામાં બૌધ્ધધર્મના જે ગ્રંથો લખ્યા, તેમનો પણ એક વિશાળ રાશિ છે. આ ગ્રંથોને સુમ્બુમ કહે છે.”

મેં સમજ્યા વિના ગ્રંથો માત્ર જોયા, પાના ઉથલાવ્યા. કોઇ ગ્રંથ સમજાય નહીં અને છતાં તેને અનુભવી શકાય તેમ ન બની શકે ? બની શકે ? બને છે ? અને બન્યું ! રાત્રે પથારીમાં સૂતા સૂતા હિમ સમુદ્રના બારીમાંથી દર્શન થાય છે. દર્શન કરતાં કરતાં વિચારુ છું. આટલા બરફની વચ્ચે આવા વિકટ સ્થાને અહીં આ કેવા ભલા માનવો ! કેટલા પ્રેમાળ ! કેટલા વિદ્વાન અને કેટલા અધ્યાત્મનિષ્ઠ ! ધર્મનિષ્ઠ ! (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૧૩-૧૧-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૪ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

આમ છતા બૌદ્ધધર્મ સામે બોન ધર્મનો વિરોધ પણ પ્રચંડ હતો. તે સમયે રાજવી ખ્રિ-સોંગ-દેત્સેને પોતાની આ મહાન અને સાત્વિક ઈચ્છાની સિધ્ધિ માટે ભારતથી બૌદ્ધ ધર્મના મહાન વિદ્વાન અને ઉપદેશક શાંતિ રક્ષીતને  તેડાવ્યા. આચાર્ય શાંતિરક્ષીત નાલંદા મહાવીહારના સમર્થ દાર્શનિક હતા અને તત્વસંગ્રહ જેવા અનેક મૂલ્યવાન ગ્રંથોનાં સર્જક હતા. આચાર્ય શાંતિરક્ષિત તિબેટ પહોંચ્યા તેમનું ઉમળકાભેર સ્વાગત થયું. શાંતિરક્ષિત મહાવિદ્વાન અને બૌધ્ધધર્મના મહાન જ્ઞાતા હતા. તેમણે તિબેટના અનેક સ્થળોની મુલાકાત લીધી. અનેક વ્યાખ્યાનો આપ્યા પરંતુ તેમને ખાસ સફળતા ન મળી બોનપંથીઓએ બૌધ્ધધર્મનો પ્રચંડ વિરોધ કર્યો તે દિવસોમાં તિબેટમાં મહામારી ફેલાઈ. બોનપંથીઓએ મહામારીને શાંતિરક્ષિત અને બૌધ્ધધર્મના પ્રચારની વિરુધ્ધ દેવોનો કોપ ગણાવ્યો. તિબેટમાં બૌધ્ધ ધર્મના પ્રચારનું કાર્ય મુશ્કેલ બન્યું.

શાંતિરક્ષિતને લાગ્યું કે પોતાનાથી આ કાર્ય નહીં થઈ શકે, તેમણે રાજાને સૂચના આપી કે આ કાર્ય માટે ભારતથી પદ્મસંભવને બોલાવવા તે સમયે પદ્મસંભવ બોધગયા પાસે નાલંદા વિદ્યાપીઠમાં ઉપાધ્યાય હતા. રાજા ખ્રિ-સોંગ-દેત્સેને ચાર વિદ્વાનોને ભારત મોકલ્યા, પદ્મસંભવને બોલાવવા માટે. પદ્મસંભવ તિબેટ આવ્યા. રાજાએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તિબેટમાં બૌધ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે સહાય માટે પ્રાર્થના કરી. પદ્મસંભવ જન્મે તો એક રાજપુત્ર હતા પરંતુ તેમણે રાજવી ઐશ્વર્યનો ત્યાગ કરીને બૌધ્ધધર્મની ગહન ગંભીર સાધનાપથનો સ્વીકાર કર્યો. પદ્મસંભવ ઉચ્ચ કોટીના સિધ્ધ પુરૂષ હતા> પદ્મસંભવ મહાન વિદ્વાન, મહાન સિધ્ધિ અને તેથીયે વિષેશ તેઓ તંત્રવિદ્યાના મહાન જ્ઞાતા હતા. તેઓ અનેક ભાષા અને અનેક લિપિઓના સમર્થ જ્ઞાતા હતા. તિબેટમાં જો બૌધ્ધધર્મનો પ્રચાર-પ્રસાર કરવો હોય તો તે વખતના તિબેટના બૌધ્ધધર્મના તાંત્રિકોના માથા ભાંગે તેવા સમર્થ પુરૂષની આવશયકતા હતી. પદ્મસંભવ તેવા સમર્થ પુરૂષ હતા. પદ્મસંભવ અને શાંતિરક્ષિતે સાથે મળીને તિબેટમાં બૌધ્ધધર્મની પ્રતિષ્ઠા માટે પ્રચંડ કાર્ય કર્યું.

સૌથી પ્રથમ તેમણે બસમ-યસ-સમયસ નામના એક મહાન બૌધ્ધ વિહારની સ્થાપના કરી. આ વિહાર ભારતના ઉદયત્નપુરી મહાવિહારને અનુરૂપ બનાવવામાં આવ્યો. આ મહાવિહાર ગઇકાલ સુધી ઉભો હતો. ચીની લશ્કરે આક્રમણ દરમિયાન તેને તોડી નાખ્યો છે. પદ્મસંભવ અને શાંતિરક્ષિતે સાત તિબેટિઅન સાધકોને સાધુ તરીકે દીક્ષા આપી અને આમ તિબેટ બૌધ્ધ સંઘની પ્રતિષ્ઠા થઇ.

બૌધ્ધ ધર્મના ઇતિહાસમાં પદ્મસંભવનું સ્થાન સુવર્ણાક્ષરે લખાયેલું છે. તિબેટમાં બૌધ્ધ ધર્મના પ્રતિષ્ઠાયક પદ્મસંભવ જ ગણાય છે તેથી આજે પણ વજ્રયાન ધર્મના દરેક ગોમ્પામાં પદ્મસંભવની મૂર્તિની પ્રતિષ્ઠા હોય જ  છે. પરંપરાગત રીતે પદ્મસંભવને વજ્રયાન બૌધ્ધધર્મની નિયાન્ગમા શાખાના સંસ્થાપક ગણવામાં આવે છે. આમ છતાં વજ્રયાન ધર્મની સર્વશાખામાં તેઓ સર્વદા આદરપાત્ર ગણાય છે. શાંતિરક્ષિતે પોતાના પ્રકાંડ પાંડિત્ય અને પદ્મસંભવે પોતાની અલૌકિક સિધ્ધિઓના પ્રભાવ દ્વારા ધર્મપુરૂષ રાજવી ખ્રિ-સોંગ-દેત્સેની ભાવના પ્રમાણે તિબેટને નાલંદા અને ઉદયન્તપુરીના વિશાળ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનો નક્કર કાર્યક્રમ બનાવ્યો.

આ કાર્યક્રમના ભાગરૂપે તેમણે ભારતિય બૌધ્ધ સાહિત્યનો તિબેટીઅન ભાષામાં અનુવાદ કરવાનો પ્રચંડ કાર્યક્રમ બનાવ્યો. તેમણે તે માટે તિબેટના બુધ્ધિમાન યુવાનોને સંસ્કૃત શીખવ્યું અને તેમને અનુવાદની કળા પણ શીખવી. તેમણે આ રીતે અનેક ભાષાંતરકારો તૈયાર કર્યા અને બૌધ્ધ ધર્મના પ્રચુર સાહિત્યના તિબેટીઅન અનુવાદો તૈયાર થયા. આજે પણ ભારતમાં બૌધ્ધ ધર્મના અનેક ગ્રંથો નષ્ટ થયા છે, પરંતુ તિબેટમાં તે ગ્રંથોના તિબેટીઅન અનુવાદો મળી રહ્યા છે.

  વજ્રયાન-૧૪આચાર્ય શાંતિરક્ષિત અને મહાસિધ્ધ પદ્મસંભવની પ્રેરણાથી રાજા ખ્રિ-સોંગ-દેત્સેને આચાર્ય વિમલમિત્ર, આચાર્ય બુધ્ધ ગુપ્ત, આચાર્ય શાંતિગર્ભ, વિશુધ્ધસિંહ આદિ અનેક મર્મજ્ઞ પંડિતોને તિબેટમાં નિમંત્રિત કર્યા. તેમના દ્વારા અનુવાદ કાર્યને વેગ મળ્યો. મહા સિધ્ધ પદ્મસંભવે તિબેટમાં અનેક બૌધ્ધ વિહારોની સ્થાપના કરી અને બૌધ્ધ સાધુઓ તૈયાર કર્યા અને અનેક અધ્યયન-અધ્યાપન કેન્દ્રો પણ શરૂ કર્યા. આ પરંપરા આજ સુધી ચાલુ રહી છે. આચાર્ય પદ્મસંભવે તિબેટમાં લગભગ સર્વત્ર વ્યાપક યાત્રાઓ કરી અને સર્વત્ર બૌધ્ધધર્મનો જ્યજ્યકાર થઈ ગયો. આ ઉપરાંત આચાર્ય પદ્મસંભવે નેપાલ, ભૂતાન, સિક્કિમ, લડાખ આદિ ક્ષેત્રોમાં પણ વ્યાપક યાત્રાઓ કરી અને સર્વત્ર બૌધ્ધધર્મની પ્રતિષ્ઠા થઈ. તે સર્વ વિસ્તારોમાં ગોમ્પાઓનું નિર્માણ થયું. સાધુ સંઘની સ્થાપના થઈ અને પ્રજાએ વ્યાપક પ્રમાણમાં બૌધ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. ગુરુ પદ્મસંભવને પ્રતાપે જ આજે પણ તિબેટ ઉપરાંત આ સર્વ વિસ્તારોમાં વજ્રયાન બૌધ્ધધર્મ પ્રચલિત છે.

‘બારદો થોસ ડોલ’ નામના અદ્વિતીય ગ્રંથની રચના ગુરુ પદ્મસંભવે જ કરી છે જેને ‘મહાશ્રુતવિમુક્તિ’ કહેવામાં આવે છે. આ ગ્રંથની વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. તિબેટના આ મહાન રાજવી ધર્મપુરૂષ ખ્રિ-સોંગ-દેત્સેનની દ્રષ્ટિ અને પુરૂષાર્થથી અને આચાર્ય શાંતિરક્ષિત અને મહાસિધ્ધ ગુરૂ પદ્મસંભવના માર્ગદર્શનથી તિબેટના બૌધ્ધધર્મમાં ત્રણ ધારાઓનો સમન્વય થયો છે.

(૧) હીન યાનનો સર્વાસ્તિવાદ અને સમથ (સમાધિ) તથા વિપશ્યના

(૨) મહાયાનની માધ્યમિક પરંપરાની શૂન્યવાદી દાર્શનિક ધારા

(૩) તંત્ર ધારા

આ ત્રણેય ના સમન્વયથી ‘વજ્રયાન’ ધારાની રચના થઈ છે.

આમ તિબેટમાં બૌધ્ધ ધર્મના એક નવા અને ઘણા વિશિષ્ટયાન વજ્રયાનની સંરચના, પ્રતિષ્ઠા અને સાર્વત્રિક પ્રચાર થયો. આ મહાન ધર્મ વજ્રયાન દ્વારા તિબેટની પ્રજા અને સંસ્કૃતિની મુલાગ્ર કાયાપલટ થઈ છે. આ મહાન ઘટનામાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે પરંતુ તે માટેનો પ્રધાન યશ મહાસિધ્ધ ગુરુ પદ્મસંભવને ફાળે જાય છે. તિબેટમાં આજે ગુરુ પદ્મસંભવને તિબેટના ગુરુ ગણવામાં આવે છે. માત્ર તિબેટના જ નહીં પરંતુ વજ્રયાન પરંપરાના સર્વ ગોમ્પાઓમાં ભગવાન બુધ્ધ અને અલોકિતેશ્વરની સાથે ગુરુ પદ્મસંભવની મૂર્તિની પ્રતિષ્ઠા પણ અવશ્ય કરવામાં આવે છે. વજ્રયાનને અનેકવાર લામાધર્મ (લામાઈઝમ) પણ કહેવામાં આવે છે પરંતુ તિબેટના વજ્રયાની ધર્મગુરુઓ આ ‘શબ્દ’ ઉપર્યુક્ત ગણતા નથી અને આ શબ્દનો પ્રયોગ પણ કરતા નથી. વસ્તુતઃ વજ્રયાનના સાધુઓ માતે ‘લામા’ શબ્દ્નો પ્રયોગ થાય છે. તેના પરથી લામાધર્મ કે લામાઈઝમ, શબ્દો બન્યા છે કે વજ્રયાનને ઉચિત રીતે અભિવ્યક્ત કરતા નથી. વજ્રયાનને તંત્રયાન પણ કહેવામાં આવે છે. આમ બનવાનું કારણ એ છે કે વજ્રયાનમાં ‘તંત્ર’ એક મહત્વપૂર્ણ પરિબળ છે. વજ્રયાનમાં જે તાંત્રિક સાધનાઓ ચે તે માત્ર બૌધ્ધધર્મમાંથી જ આવેલી છે તેમ માનવું બરાબર નથી. તિબેટમાં બૌધ્ધધર્મ અર્થાત વજ્રયાનની પ્રતિષ્ઠા સમર્થ જ્ઞાતા હતા અને તિબેટમાં અનેક તાંત્રિક સાધનાના અનેક તત્વો બૌધ્ધ ધર્મની સાથે ભારતમાંથી તિબેટ પહોંચ્યા છે. બૌધ્ધ ધર્મને પોતાનું તંત્રયાન છે જ જે તિબેટમાં વધુ વિકસિત થયું છે. હા< એટલું સાચું છે કે વજ્રયાનનુમ જે સ્વરૂપ તિબેટમાં રચાયું છે, તેમાં તિબેટના પ્રાચીન ધર્મ, બૌધ્ધ ધર્મની અસર પણ છે ખરી અને એમ થવું સ્વાભાવિક જ છે.

‘તંત્ર’ કાંઈક વગોવાઈ ગયેલો શબ્દ છે પરંતુ તેમ એટલે હીન કોટીની સાધના, એમ હંમેશા માની લેવું બરાબર નથી. તંત્રમાં પણ અનેક વિશુધ્ધ અને મુલ્યવાન સાધનાઓ ભારતમાં અને તિબેટમાં પણ હયાત અને પ્રચલિત છે. ‘તંત્ર’ શબ્દનો મૂળ અર્થ છે-ઉપાય કે વિનિયોગ. કોઈપણ અધ્યાત્મપથમાં તત્વજ્ઞાન કે સિધ્ધાંતપક્ષ હોય છે પરંતુ તે પર્યાપ્ત નથી તેનો સાધન પક્ષ પણ જોઇએ જ. આ સાધનપક્ષમાં ‘તંત્ર’ શબ્દનો પ્રયોગ થાય છે. તંત્રનો મૂળ અર્થ આ છે આમ તંત્ર ક્રિયાપ્રધાન છે.

બૌધ્ધ ધર્મમાં સિધ્ધાંત પક્ષ છે પરંતુ સાથે સાથે સાધન પક્ષ છે. તિબેટમાં અર્થાત વજ્રયાનમાં સાધન પક્ષ, સાધનાની પધ્ધતિઓ, સાધનાની અનેકવિધ વિધિઓનો અપરંપાર વિકાસ થયો. આમ હોવાથી વજ્રયાનને લોકોએ તંત્રયાન આવું નામ આપી દીધું છે. વસ્તુતઃ વજ્રયાન જ સાચુ નામ છે. વજ્રયાનમાં જે તંત્ર છે તે વિશુધ્ધ તંત્ર છે. મલિન વિદ્યા નહીં. હા, તિબેટમાં મેલી તંત્ર સાધનાઓ પ્રચલિત છે, તે સાચું છે પરંતુ તેને વજ્રયાનનો ભાગ ગણી શકાય નહીં. વજ્રયાન તો અૌધ્ધ ધર્મનું સર્વોચ્ચ સ્વરૂપ છે અને એક વિશુધ્ધ, મુલ્યવાન મોક્ષમાર્ગ છે.

ગુરુજીની વાણી વિરામ પામી. ગુરુજી શાંત થયા> તેમના ચહેરા પર તેજ તગતગી રહ્યું છે. સૌએ હાથ જોડી ગુરુજીને પ્રણામ કર્યા. અંતે બધાએ મળીને પ્રાર્થના કરી. ઓમ મણિ પદ્મે હુમ્ આમ આજનો સત્સંગ પરિપૂર્ણ થયો. (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૦૬-૧૧-૨૦૧૪

વજ્રયાન-પ્રકરણ-૧૩ (ભાણદેવજી)

Vajrayan

તિબેટના રહસ્યવાદની કથા

વજ્રયાનનું સ્વરૂપ (૨)

બીજા બે દિવસ વીતી ગયા. અમારી દ્વિતીય સંગોષ્ઠી ન થઈ. આમ કેમ બન્યું હશે ? પૂછીએ તો જાણી શકાય. પરંતુ શી ઉતાવળ છે ? યોગ્ય સમયે બધું જ થશે. અને એમ જ થયું ત્રીજે દિવસે સવારે મને કુમારેપાએ જણાવ્યું કે આજે આપણા મઠના પ્રધાન લામા-વડા ગુરુજી અને તેમની સાથે ત્રણ અની (સ્ત્રી લામા) આવવાના છે. તેઓ સૌ ખાસ આપણા સત્સંગમાં ભાગીદાર થવા માટે જ આવે છે. મને આશ્ચર્ય તો થયું જ, પરંતુ સાથે સાથે આનંદ પણ !

ચાર યાક આ નાનકડા ગોમ્પાના પ્રાંગણમાં આવી ઉભા રહ્યા. અમે સૌ તેમના સ્વાગત માટે દોડ્યા. ચાર લામાઓએ આગળ આવીને આદરણીય મહેમાનો ને યાક પરથી ઉતરવામાં મદદ કરી. અમે સૌએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા બરફ પર સૂઈને ! સ્મિત સિવાય અન્ય કોઈ શબ્દોની આપલે ન થઈ. આ સ્મિત કાંઇ નાનોસૂનો સબ્દ નથી. સ્મિતના અભાવમાં યુધ્ધો થયા છે અને એક સ્મિતથી યુધ્ધો ટાળી શકાયાં છે આવું છે સ્મિતનું સામર્થ્ય !

તે દિવસે તો કોઈ કશું બોલ્યું નહીં. બધામ મૌન-શાંત ! વાતાવરણમાં એક ગંભીરતા છે, પરંતુ પ્રસન્ન ગંભીરતા છે ! એક શાંતિ છે, પરંતુ મંદિરની શાંતિ છે, સ્મશાનની શાંતિ નહીં ! બીજે દિવસે સાંજે કુમારેપા આવીને મને કહી ગયા “આજે રાત્રે સત્સંગ ચે અને તમારી જિજ્ઞાસા પ્રમાણે !” મન પ્રસન્ન થઈ ગયું. રાત્રે એક વિશાળ ખંડમાં અમે સૌ મળ્યા. એક નાનો દીપક પ્રકાશ ફેલાવી રહ્યો છે. સૌની સમક્ષ કેન્દ્રમાં પ્રધાન લામા-વડા ગુરુજી બેઠા છે. તેમની ડાબી બાજુએ એક દૂરના ખૂણામાં ત્રણ અની (સ્ત્રી લામા) બેઠા છે. ત્રણેયની ઉંમર સોળથી વીસની વચ્ચેની જણાય છે. તેમના ચહેરા તિબેટીઅન કરતાં ભારતીય વધું જણાય છે. જમણી બાજુ કુમારેપા અને બીજા લામાઓ બેઠા છે. જમણી બાજુ પ્રધાન લામાની સાવ નજીક મારું આસન મૂક્યું છે. પ્રધાન લામાને પ્રણામ કરીને હું પણ આસન પર બેઠો છું.

સૌએ સાથે મળીને પ્રાર્થનાનો પ્રારંભ કર્યો. પ્રાર્થના તિબેટીઅન ભાષામાં ચાલે છે. હું કાંઈ સમજી શકતો નથી, પરંતુ ઘણું અનુભવી શકું છું. પ્રાર્થના સમજવા માટે નહીં અનુભવવા માટે હોય છે. પ્રાર્થના પૂરી થઈ પછી ગહન, ગંભીર, પ્રસન્ન શાંતિ ! કોઈ કાંઈ બોલતા નથી. અહીં કોઈને બોલવાની ઉતાવળ નથી. અહીં જાણે બોલવાની નહીં, ન બોલવાની હોડ ચાલે છે !

આખરે કુમારેપાએ પ્રારંભ કર્યો- “સામે બેઠા તેમાના આ અની સારું અંગ્રેજી જાણે છે.”

સામે જ બેઠેલા ત્રણમાંના એક અનીએ મારી સામે જોઈને બંને હાથ જોડીને કહ્યું- “નમસ્તે !”

મેં પણ બંને હાથ જોડીને કહ્યું, “નમસ્તે”.

તેમણે આગળ ચલાવ્યું,

વજ્રયાન-૧૩_૧

તેમના આવા સ્વાગતયુક્ત અને મધુર વચનો માટે તેમનો આભાર માનવો છે, મેં અંગ્રેજીમાં “થેંક્યું” કહેવાને બદલે તિબેટીઅન ભાષામાં જ કહ્યું- “થુ જી ચે ! (તમારો આભાર !)”  બધાના મુખ પર સ્મિત પથરાઈ ગયું. કોઈકના કંઠમાંથી હાસ્ય પણ અભિવ્યક્ત ગયું ! ફરિ એકવાર પ્રસન્ન શાંતિ. કુમારેપાએ મારિ સામે જોઈને માત્ર દ્રષ્ટિથી જ સૂચવ્યું- “હવે તમે સત્સંગનો પ્રારંભ કરી શકો !”

દ્રષ્ટિથી પણ સૂચવી શકાય ? હા, માત્ર દ્રષ્ટિથી પણ સૂચવી શકાય ! માનવીની દ્રષ્ટિનો મહિમા અને સામર્થ્ય કાંઈ ઓછા નથી ! હવે પ્રશ્ન પૂછીને સત્સંગનો પ્રારંભ કરવાની જવાબદારી મારા પર આવી છે અને તદ્દનુસાર પ્રારંભ થયો. મેં પ્રધાન લામા સામે હાથ જોડીને પ્રાર્થના કરી, “તિબેટમાં વજ્રયાનનો પ્રારંભ કેવી રીતે અને ક્યારે થયો તે સમજાવવાની કૃપા કરો”.

મારિ જેમ અને મારી સાથે સૌ ગુરુજીની વાણી સાંભળવા તત્પર થઈ ગયા. અનુવાદક તરીકે કુમારેપા છે જ.

ઉત્તરનો પ્રારંભ થયો- “સામાન્ય માન્યતા એવી છે કે વજ્રયાનનો પ્રારંભ તિબેટમાં થયો છે અને પદ્મસંભવ દ્વારા થયો છે. બહિરંગ દ્રષ્ટિએ આ વાત સાચી લાગે છે, પરંતુ આંતરિક દ્રષ્ટિએ વસ્તુતઃ આ વાત સાચી નથી. વજ્રયાનનો પ્રારંભ ભગવાન બુધ્ધથી જ થયો છે અને તેના મૂળ ત્રિપિટકમાં છે જ !” આ સાંભળીને મને તો નવાઈ લાગી જ પરંતુ મારી સાથે બેઠેલા લામાઓ અને ત્રણેય અનીને પણ નવાઈ લાગી છે, તેમ તેમના ચહેરા પરથી લાગ્યું. ગુરુજીની વાણી આગળ ચાલી, “ભગવાન બુધ્ધે સારનાથમાં પ્રથમ પ્રવચન આપ્યું. તેને આપણે ‘ધર્મચક્ર પ્રવચન સૂત્ર’ કહીએ છીએ. આ સૂત્રમાં હીનયાન પરંપરાનુ બીજ છે.”

“ભગવાન બુધ્ધે ગૃધાકૂટ પર્વત (બિહાર) પર એક વિશિષ્ટ પ્રવચન આપ્યું. આ પ્રવચનમાં મહાયાન પરંપરાનું બીજ છે.”

ભગવાન બુધ્ધે એક ત્રીજું મૂલ્યવાન પ્રવચન અમરાવતી પાસેના પહાડ પર રાજા ચંન્દ્રભદ્ર સમક્ષ આપ્યું આપ્રવચન ‘કાળચક્ર સૂત્ર’ તરીકે પ્રચલીત છે.”

“પ્રથમ બંને પ્રવચનોની જેમ આ ‘કાળચક્ર સૂત્ર’ પણ ત્રીપિટકમાં છે. અને આ કાળચક્ર સૂત્રમાં વજ્રયાનનું બીજ છે. તદ્દનુસાર પ્રથમ બંને યાનની જેમ આ અમારા વજ્રયાનનો પ્રારંભ પણ ભગવાન બુધ્ધ દ્વારા જ થયો છે. હા, એ વાત સાચી છે કે એક યાન તરીકે વજ્રયાનની સ્પષ્ટ અને નિશ્ચયાત્મક પ્રતિષ્ઠા તિબેટમાં થઇ છે.”

“આજે પણ વજ્રયાનમાં દિક્ષીત થવા ઇચ્છનારે હીનયાન અને મહાયાનની સાધનામાંથી પસાર થઈને વજ્રયાનમાં પ્રવેશ પામવો પડે છે. કારણકે વજ્રયાન સર્વોચ્ચ સોપાન છે.”

અમે સૌ ગુરુજીની વાણી શાંતિથી અને પ્રભાવિત થઈને સાંભળી રહ્યા. ફરી એક વાર મૌન અને શાંતિ ! તિબેટમાં બૌદ્ધ ધર્મ ક્યારે અને કેવી રીતે આવ્યો અને વજ્રયાન તરીકે કેવી રીતે પ્રગટ થયો, તેની કથા બીજા કોઈ સમયે- એમ નક્કી કરીને આજની અમારી આ સંગોષ્ટિ અહીં સમાપ્ત થઈ. જેમને અકારણ ગપસપ કરવાની ટેવ હોય અને તેવી જેમની જરૂરિયાત હોય તેવા માનવો અહીં મુંઝાઈ જ જાય. અહીં કોઈ અકારણ વાત કરતા જ નથી. બધા જ જાણે સહજ મૌની બાબા !

સૂર્યોદય હજુ થયો નથી, પરંતુ પુર્વ દિશા રક્તરંગી બની ચૂકી છે. ગોમ્પાની બહાર એક વિશાલકાય શિલા પર હું એકલો જ પુર્વાભિમુખ બેઠો છું સૂર્યનો સારથી અરુણ બિચારો અપંગ છે, પરંતુ રથ ચલાવવામાં ઘણો કુશળ અને નિયમિત એટલો કે વિશ્વની કોઈ ઘડીયાળ તેની ભૂલ ન કાઢી શકે ! સવિતાનારાણના રથને સડસડાટ ચલાવતો આ અરૂણ આવી રહ્યો છે. મન શાંત, પ્રસન્ન અને સ્તબ્ધ ! અહીં ધ્યાન કરવું ન પડે; અહીં તો ધ્યાન થવા માંડે ! અહીં ધ્યાનમાં પ્રવેશવા માટે આયાસ ન કરવો પડે, અહીં તો ધ્યાનમાંથી બહાર આવવા માટે આયાસ કરવો પડે !

અચાનક મારી નજર ક્ષિતિજ પર ગોઠવાઇ, કોઈક માનવી આવી રહ્યો છે. હા, છે તો મનુનો પુત્ર જ ! પરંતુ આટલા બરફની વચ્ચે અને આવી ઠંડીમાં આવા વેશે ! ખુલ્લા પગ, ખુલ્લું મસ્તક, ખુલ્લું શરીર અને માત્ર કમર પર એક પાતળું વસ્ત્ર વિંટાળેલું છે ! કોણ હશે આ અલગારી ?

થોડીવારમાં મારી સામે જ આવીને ઉભા રહ્યા. માત્ર મૌન સ્મિત ! મેં તાળી પાડીને બૂમ પાડી- ‘ૐ મણિ પદ્મે હુમ’ બૂમ સાંભળીને કુમારેપા હાજર થયા. મેં હાથ લાંબો કરીને નવાંગતૂક તરફ તેમનુ ધ્યાન દોર્યું. કુમારેપા દોડીને તેમને ભેટી પડ્યા. આટલી ઠંડીમાં તેમના ખુલ્લામ શરીરમાંથી પરસેવાના રેલા ઉતરી રહ્યા છે ! બંને શાંતભાવે સ્મિતપૂર્વક અન્યોન્યને નિરખી રહ્યા છે. મારી સામે જોઈને કુમારેપાએ તેમનો પરિચય આપ્યો- “આ આપણા જ લામા છે. ગુરુજીના દર્શન અને સત્સંગ માટે અહીં આવ્યા છે. તેમણે તુ-મા સિધ્ધિ પ્રાપ્ત કરી છે. જુઓ છોને, આટલી ઠંડીમાં ખુલ્લા શરીરે અને આટલો પરસેવો !”

મેં મૌન સ્મિતપૂર્વક જ કહ્યું- “હા, સમજાયું !”

ફરી એકવાર અમારી સંગોષ્ઠિ ગોઠવાઈ છે. રાત્રિનો સમય છે. ચોમેર ઠંડી અને અંધકારનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગોમ્પાના ઉપરના વિશાળ ઓરડામાં અમે સૌ એકઠા મળ્યા છીએ. એક નાનો દીપ મંદમંદ પ્રકાશ રેલાવી રહ્યો છે. બાજુની ઓસરીમાં પ્રગટાવેલો ધૂપ મદમદતી સુંગધ ફેલાવી રહ્યો છે.

બધા જ શાંત, મૌન !

વજ્રયાન-૧૩_૨

આજનો વિષય પહેલેથી જ નક્કી છે વિષય છે- તિબેટમાં બૌધ્ધ ધર્મ ક્યારે અને કેવી રીતે તથા કોના દ્વારા આવ્યો અને તે વજ્રયાન તરીકે કેવી રીતે પ્રગટ થયો. મારે કે કોઈએ કોઇ પ્રશ્ન પૂછવાનો નથી. ગુરુજી પ્રારંભ કરે તેની સૌ આતુરભાવે રાહ જોઇ રહ્યા છે. આખરે ગુરુજીએ પ્રારંભ કર્યો-

સાતમી સદી પહેલાં તિબેટ અનેક નાના-નાનાં રાજ્યોમાં વહેંચાયેલું હતું. સાતમી સદીમાં તિબેટમાં સોંગ-ત્સેન નામના એક પ્રતાપી અને ધર્મપ્રેમી રાજવી થયા. તેમણે તિબેટનું એકીકરણ કર્યું. તેમણે તિબેટમાં અનેક રાજકીય અને વહીવટી સુધારા કર્યા. તે સમયે તિબેટની ચારેય બાજુ ઉચ્ચ સંસ્કૃતિવાન અને બળવાન રાષ્ટ્રો હતા. તેની તુલનાએ તિબેટની પ્રજા અને સંસ્કૃતિ ઘણા પછાત હતા. તિબેટ અને તિબેટની પ્રજાનું સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે તિબેટના આ રાજવી સોંગ-ત્સેન ઘણાં આતુર અને પ્રયત્નશીલ હતા. તેમણે ખેતીવાડી પશુપાલન, સામાજિક રિવાજો, વણાટકામ, ઉદ્યોગો આદિ અનેક ક્ષેત્રમાં ઘણાં સુધારા કર્યા. આ શાણા રાજવી સમજી ગયા કે ધર્મ સુધારણા વિના સાંસ્કૃતિક ઉત્થાન ન થઇ શકે. તે સમયે આજુબાજુના રાષ્ટ્રોમાં બૌધ્ધ ધર્મ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો. આજુબાજુના રાષ્ટ્રોમાંથી બૌદ્ધ સાધુઓ પણ તિબેટમાં આવતા હતા. રાજા સમજી ગયા કે તિબેટમાં જો બૌદ્ધ ધર્મ આવે અને પ્રચાર પામે તો તિબેટનું રૂપાંતર સિદ્ધ થઈ શકે. સદ્દભાગ્યે રાજા સોંગ-ત્સેનના બંને રાણીઓ બૌદ્ધ પરીવારમાંથી આવી હતી. એક નેપાલના સમ્રાટની પુત્રી હતી બંનેએ રાજાને તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ખુબ પ્રોત્સાહન આપ્યું.

બૌદ્ધ સાધુઓ તિબેટમાં આવવા માંડ્યા; બૌદ્ધ ધર્મ ગ્રંથોના તિબેટીઅન ભાષામાં અનુવાદ થવા માંડ્યા. પરંતુ તિબેટમાં તે વખતે ‘બોન’ નામનો પરંપરાગત ધર્મ પ્રચલિત હતો. બોન ધર્મ નિમ્નકોટિની મેલી તાંત્રિક ક્રિયાઓથી કલુષિત થયેલો હતો અને તિબેટની તે સમયની ભોળી અને અજ્ઞાની પ્રજા પર બોનધર્મની જબરદસ્ત પકડ હતી. તેથી તિબેટમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને સ્વીકાર કરાવવાનું કાર્ય ભારે કઠીન હતું. આમ છતાં રાજવી સોંગ-ત્સેને તિબેટમાં બૌદ્ધ ધર્મની ભલે નાની સરખી પણ શરૂઆત કરી તેમ તો અવશ્ય કહી શકાય.

આઠમી સદીમાં તિબેટમાં મહાન ધર્મપ્રિય રાજવી આવ્યા- ખ્રિ-સોંગ-દેત્સેન. આ રાજવી બૌદ્ધ ધર્મના મોટા ચાહક હતા અને તિબેટની પ્રજા જંગલી બોનધર્મથી મુક્ત બને અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે તે માટે તે ઘણા આતુર અને ઇચ્છુક હતા. (ક્રમશઃ)

– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૩૦-૧૦-૨૦૧૪

સાવજની ભાઈબંધી

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથીએક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો, માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં. આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. આ મિત્રતા હતી.

એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો.

પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.

જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા દ્યે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.

જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.

અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.

– સૌજન્ય મનોજ પટેલ ની FB post

હૂ નહિ હોવ………ત્યારે…….!

હૂ નહિ હોવ………ત્યારે…….!

દરેક પતિ-પત્નિએ વાંચવા લાયક લેખ.

તું શોધીશ મને ચારે બાજુ,
ભટકીશ ખૂણે ખૂણે પણ
દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.

તું ઈચ્છીશ હું તારી સાથે રહું,
રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.

તને લાગશે વાસણનો અવાજ થયો
તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.

તું થાકીને ઘરે આવીશ,
સોફા પર ઢળી જઈશ, ત્યારે
અદરખ અને એલચી વાળી
કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.

તને ઓફિસનો ગુસ્સો હશે અને
ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે,
વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.

તું ફરવા જવાનું પ્લાન કરીશ અને
ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે
તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.

ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ,
ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.

તને વાતો કરવી હશે ઘણી,
સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની,
તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.

તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ,
ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ,
એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.

તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.

અંતે કદાચ એવું થશે
તું મને યાદ કરવાની કોશિશ કરીશ,
મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કદાચ એ સમયે તારી “યાદમાં હું નહિ હોઉ.

ક્રિયાના મૃત્યુના એક મહિના પછી
બેડરૂમમાંથી સામાન ખસેડતી વખતે
પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર
ભીની આંખે વાંચી રહ્યો હતો.

તક, વસ્તુ, વ્યક્તિ કે સમય
મોટેભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય ત્યારેજ આપણને તેની કદર, તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે.
ત્યાં સુધી આપણે તેનું મહત્ત્વ સમજી નથી શકતા.

વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય,
તક કદાચ ફરીથી મેળવી શકાય, પણ
કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી.

આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે ઘણું એવું યાદ આવે છે
જે આપણે તેને કહેવા ઈચ્છતા હતા,
ઘણી એવી ક્ષણો યાદ આવે છે જે આપણે તેની સાથે ગાળવાના, માણવાના સપના સેવ્યા હતા. પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે.” એવું વિચારીને, પોતાના મનને કે સામેના પાત્રને મનાવીને આપણે એ સમય ગુમાવી દઈએ છીએ.

હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે कल किसने देखा ? પણ આપણે જાણે ભવિષ્ય વેત્તા હોઈએ તેમ
ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ.
જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ,
મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.

કદાચ એવું ન કરતા આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો ?

કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ તેને આજે જ સમય આપીએ તો ?
જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ
કાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખી છે તેને આજે જ વહેતી કરીએ તો ? કેવું સારું થાય નહિ ?

એક વખત વિચાર જરૂર કરજો.

તારી સાથેહું જીવવા ઈચ્છું છું તારી સાથે,
જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું તારી સાથે, સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું તારી સાથે.

વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શો માં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું તારી સાથે.

હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું તારી સાથે.

સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું તારી સાથે.

ઈશ્વર પાસે હવે એકજ યાચના છે
મારો શ્વાસ ચાલે તારી સાથે અને અટકે પણ તારી સાથે.

રોહને ફિલ્મી અંદાજમાં ઘુટણ પર બેસીને
સ્વાતિને પ્રપોઝ કરતા કહ્યું જે સ્વાતિએ પ્રેમથી ભીંજાયેલી આંખોએ સ્વીકાર્યું.
પરિવારો સહમત થયા અને બન્નેના લગ્ન થયા. રોહન અને સ્વાતિ એ જેવું વિચાર્યું હતું જેવા જીવનના સ્વપ્નો જોયા હતાં એવું જ જીવન બન્ને જીવી રહ્યા હતા.
કોઈપણ જાતની ફરિયાદો વગર શરતો વગર.

લગ્નને ૨૫વર્ષ પુરા થઇ ગયા
બન્ને ૬૫ વટાવી ગયા હતા.
સ્વાતિ આઈ.સી.યુ. માં એડમીટ હતી.
રોહન તેની બાજુમાં તેનો હાથ પકડીને બેઠો હતો. રાત્રે બે વાગે સ્વાતિએ આંખ ખોલી, રોહન તેની બાજુમાં જ હતો એ જોઇને આછું સ્મિત કર્યું અને પાછી આંખો બંધ થઇ ગઈ.

ઈ.સી.જી મશીનમાં તેના ધબકારા
ધીરે ધીરે ઓછા થતા દેખાયા શરીર ઠંડુ પડવા લાગ્યું, પણ રોહન હજી તેનો હાથ પકડીનેજ બેઠો હતો.

સવારે શબવાહિનીમાં એક સાથે બે શબ લઇ જવાની તૈયારી કરવામાં આવી. જે સમયે સ્વાતિનો શ્વાસ અટક્યો બરાબર બીજીજ ક્ષણે રોહનનો શ્વાસ પણ થંભી ગયો.

રોહનની સાચાં દિલથી પ્રેમથી કરેલી યાચના કદાચ ઈશ્વરે મંજુર કરી દીધી. કાલ્પનિક લાગે પણ આપણે જેને અનકંડીશનલ લવ કહીએ છીએ, એ કદાચ આ જ છે. એ કેટલું સુંદર મૃત્યુ કહેવાય જે આપણા પ્રિયપાત્ર સાથે જ મળે. સાથે જીવવાના આનંદથી પણ વધુ કદાચ સાથે જીવનનો અંત આવે એ સુખદ હશે.

પ્રેમ થવું, પ્રપોઝ કરવું, લગ્ન થવા એ બધુંજ સુખદ છે, પણ આખું જીવન સાથે વીતાવવું, ઘરડાં થઈએ ત્યારે એકબીજા ને ટેકો આપવો, માથામાં આવેલા બેચાર ધોળા વાળથી શરુ થયેલી ટીખળ સાવ ચાંદી જેવા વાળ થાય ત્યાં સુધી અકબંધ ચાલે એથી વધુ શું જોઈએ જીવનમાં?

આપણે ઘરડાં થઈએ ત્યારે આરામથી જીવન જીવવા માટે અત્યારથી સેવિંગ્સ કરતા હોય છે, ઇન્સ્યોરેન્સ કરાવીએ છીએ, પેન્શન માટેની યોજનાઓ બનાવીએ છીએ, પણ સાથે સાથે જેની સાથે આ બધું માણવાનું છે એની લાગણીઓ, હુંફ, સ્નેહાળ સ્પર્શ જેવી વસ્તુઓ માટે પણ સેવિંગ્સ કરી શકતા હોત, પ્લાનિંગ કરી શકતા હોત તો કેટલું સારું થાત.

આ બધું જ કરવાની સાથે, ભવિષ્યની યોજનાઓ બવાનાવાની સાથે વર્તમાનમાં પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય ગાળવો, એને સમજવું, થોડી ફરિયાદો કરવી અને ઘણી સાંભળવી, એ બધું પણ જીવનને રોમાંચિત કરે છે. લાગણી એવી વસ્તુ છે કે જેને ભવિષ્ય માટે બચાવીને રાખવાને બદલે તેને અત્યારે વાપરીને ભવિષ્ય સુધારી શકીએ છીએ, સંબંધ સુધારી શકીએ છીએ, માણી શકીએ છીએ. ક્યાંય એવી ફિક્સ ડીપોઝીટ નથી જ્યાં લાગણીઓ સાચવી શકાય. એતો બસ વાપરવામાં, છૂટથી ખુલ્લા હાથે વહાવવામાં જ આનંદ છે.

સુખી થવા માટે ઘડપણની રાહ ન જુઓ, કારણ કે રાહ જોવામાં જો લાગણીઓને, સંબંધને, પ્રેમને ઘડપણનું ગ્રહણ લાગી ગયું તો વય સાથે આવનરુ ઘડપણ અસહ્ય બની જશે……..

-અજ્ઞાત

– સૌજન્ય ફેસબુક દિવાલ

ખાનદાન દુશ્મન :

ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?

માણસો : કેમ કુંવરસાબ?

કુંવર : મને ભુખ બહુ લાગી છે.

માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.

કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.

આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.

એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”

કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.

ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.

એમણે ફરમાન કીધુ
કે -“બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે.”

પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?

પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.

જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?

પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે – તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”

આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે
તે તને માંડિ દવ છું…!”

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય.
વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય,
આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.

ધન્ય છે…

” આપણી સંસ્કૃતિ અને આપણો વારસો ”

સૌજન્ય :ફેસબુક દિવાલ પરથી સાભાર

*ખરેખર વાંચવા તેમજ પચાવવા લાયક પ્રેરણાદાઇ લેખ*

અરે સાંભળો છો…કાવ્યા બોલી

મેં ..હસ્તા..હસ્તા..કિધુ..
કેમ શંકા છે ?…હજુ કાન સારા છે..બોલ જે બોલવું હોય તે…..

કાવ્યા નજીક આવી…આજે તમારી પાસબુક ઘણા વખતે બેંક મા ભરાવવા ગઈ હતી…તમારા પેન્શન એકાઉન્ટ થી આપણો રોજિંદા વ્યવહાર ચાલતો હોવાથી..આ સેવિંગ ની પાસબુક ઉપર મારૂ ધ્યાન ન હતું…
પણ છેલ્લા એક વર્ષ થી તમારા ખાતા મા. કોઈ 15000 રૂપિયા જમા કરાવે છે..તપાસ કરો આ એકાઉન્ટ કોનું છે….?

મેં ગંભીરતા થી. .પાસબુક હાથ માં લીધી..ચશ્મા પહેરી ઝીણી આંખ કરી ને પાસબુક ની એક..એક એન્ટ્રી ચેક કરી…વાત તો સાચી..હતી….કાવ્યા ની
મને ખ્યાલ આવી ગયો……આ વ્યક્તી કોણ છે..

મેં કાવ્યા ને કિધુ.. તને તપાસ કરી જણાવીશ.

વહેલી સવારે મારા રૂમ ના બારણાં ખોલી નાખવા ની આદત મારી છે..હું આખ બંધ કરી મારા રૂમ ની અંદર સૂતો હતો..મન થી ભગવાન નો ઉપકાર માનતો હતો…હે પ્રભુ તારો આભાર ..જીંદગીમાં તેં મને માન સન્માન અને સ્વમાન સચવાય તેટલું આપી દીધું.. સાથે સાથે પરિવાર પણ પ્રેમાળ અને સમજુ આપ્યો..ખૂબ..ખૂબ આભાર… પ્રભુ તારો..મારું નિવૃત જીવન તેં સુધારી દીધું….

ત્યાં મારા રૂમ ની અંદર પિન્ટુ આવ્યો…તેણેે ધીરે થી મારૂ પાકીટ ઉઠાવ્યું….હું..ઝીણી આખે જોઈ રહ્યો હતો…જે મને શંકા કાલે ગઈ હતી તે સાચી..પડવા ની તૈયારી હતી….

પિન્ટુ એ મારૂ પાકીટ ખોલ્યું..અને તેમાં રૂપિયા ની નોટો મુકતો દેખાયો…મેં એક હાથે લાઈટ ચાલુ કરી..અને બીજા હાથે પિન્ટુ નો હાથ પકડ્યો….

પિન્ટુ..સ્તબ્ધ થઈ ગયો..પપ્પા આ શુ કરો છો ,?

મારી બાજુ માં સુતેલ કાવ્યા ને બુમ મારી..કાવ્યા જાગ…આ પિન્ટુ આપણો…મારૂ પાકીટ….

પિન્ટુ ના ખભે હાથ મૂકી હું બોલ્યો બેટા મારી શંકા સાચી નીકળી..આ તું શું કરી રહ્યોં છે બેટા?

કાવ્યા..પિન્ટુ સામે જોઈ બોલી બેટા.. શુ છે આ બધું ?

મેં કીધું કાવ્યા….તું પૂછતી હતી ને મારી પાસબુકમાં દર. મહિને રૂપિયા 15000 કોણ જમા કરાવે છે…..એ આ આપણો પિન્ટુ કરાવે છે…

મારા પાકીટ માં દર મહિને રૂપિયા 5000 હાથ ખર્ચી ના પણ આજ મુક્તો હતો…મને એમ કે તું પેન્શન ઉપાડી ને વધતા રૂપિયા મારા પાકીટમાં મૂકે છે…

પિન્ટુ…આંખ મા પાણી સાથે બોલ્યો…મેં કાંઈ ખોટું કર્યું છે. ? પપ્પા…

ના બેટા…. મારી.પાસે..કહેવા માટે કોઈ શબ્દો નથી….એક પુત્ર તરીકે ની ફરજ તું ચુક્યો નથી તેનો આનંદ છે…

માઁ બાપ ની તો ફરજ છે..બાળકોની
જરૂરિયાતો પૂરી કરવાની..પણ જયારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય ત્યારે…માઁ બાપ ની જીંદગી નો .. બાળકો પાછળ કરેલ મેહનત અને ખર્ચ નો થાક લગભગ ઉતરી જાય..છે…

ઘડપણ ની જરૂરિયાત કેટલી? સ્વમાનનો ઓટલો અને રોટલો…મધ્યમ વર્ગ વારસામાં સંસ્કાર સિવાય શું આપી શકે..બેટા

Proud of you my dear son…
પપ્પા…તમારા ઉપકાર અને લાગણીઓ સામે આ રૂપિયા ની .કોઈ કિંમત નથી…પિન્ટુ બોલ્યો

હું કોલેજ માં આવ્યો ત્યારથી નોકરી એ લાગ્યો ત્યા સુધી..મારૂ પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયાઓ મૂકી દેતા હતા…મારે કોઈ દિવસ તમને કહેવું નથી પડ્યું..પપ્પા રૂપિયા વપરાઈ ગયા છે..હાથ ખર્ચી..આપો…

એવું પણ બની શકે . . કદાચ.તમારા ખર્ચ કે મોજશોખ ઉપર કાપ મૂકી તમે મારી જીંદગી ને એવી સુંદર રીતે શણગારી છે..કે આજે હું..ઉચ્ચ હોદ્દા અને પગાર ને લાયક બન્યો છું..
અને જેના સાચા હક્કદાર તમે અને મમ્મી છો…

હજુ પપ્પા આ તો મારી શરૂઆત છે..મારી પ્રગતિ ની સાથે સાથે પાસબુક નો ગ્રાફ પણ ઉંચો જશે
અને પાકીટ પણ તમારે નવું.લેવું પડશે….પિન્ટુ હસી પડ્યો..

મેં ધીરે થી કિધુ બેટા…તેં પણ હવે પરિવાર માંડ્યો છે..
તારી પણ જરૂરિયાતો દિવસે.. દિવસે વધશે…

અમારે જરૂર..નથી..તું આનંદ કર
અમને જરૂર પડશે ત્યારે તને કહીશું… હવે થી રૂપિયા જમા કરાવવા ના બંધ કર…

પપ્પા..25 વર્ષ સુધી તમે મારી.કેરિયર બનાવી…જયારે ઉચ્ચ પગાર મેળવવા નો હક્કદાર થાઉં ત્યારે હું..તમારી સામે જોવાનું ભૂલી જાઉતો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય ?

બચપન મા મારો હક્ક હતો.. તમારી ફરજ હતી
સમય સંજોગો બદલાયા છે..પપ્પા.. આજે મારી ફરજ છે..તમારો હક્ક છે….

માઁ બાપ નું સર્જનએ નિઃસ્વાર્થ ભાવનાઓ થી કંડારેલ એક મૂર્તિ બરાબર છે. કદાચ ભગવાન થી પણ ઉચ્ચ સ્થાન તેમનું એટલા માટે છે..આપણે ભગવાન ને જોયા નથી અનુભવ્યા નથી..પણ માઁ બાપ ના .પ્રેમ નો અનુભવ આપણે મિનિટે મિનિટે કરતા રહીએ છીયે…

પિન્ટુ ના માથે હાથ ફેરવી હું બોલ્યો.. બેટા…ખૂબ ખૂબ પ્રગતિ કર… તારી ભાવના અને લાગણી ની હું કદર કરૂ છું….ભગવાને અમારા બંન્ને ની સ્વમાન સાથે બધી જરૂરિયાતો પૂરી થાય તેટલું આપ્યું છે..

એટલે..આજ પછીમારા પાકીટ ને અડવાનું બંધ અને પાસબુક મા રૂપિયા પણ જમા કરવાનું પણ બંધ…સમજ્યો..

ના પપ્પા…લોકો પોતાની.પ્રગતિ માટે મંદિર..આશ્રમો માં રૂપિયા અને ભેટો મૂકે છે, વાસ્તવ માં ભગવાન ને રૂપિયા ની જરૂર નથી અને મંદિર કે આશ્રમ નું યોગદાન આપણી જીંદગી બનાવવા માં ઝીરો હોય છે..
મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘર માં બેઠા હોય છે..એ ભૂલીને આપણે મંદિર અને આશ્રમો ના પગથિયાં ઘસીયે છીયે…
મારી નજર મા ઘર એ જ મંદિર છે..અને એ મંદિર મા તમે બંન્ને મારા જાગતા ભગવાન સ્વરૂપ છો…. માઁ બાપ ખુશ તો ભગવાન પણ ખુશ..

પિન્ટુ હાથ જોડી ઉભો થયો..અને બોલ્યો…અમારા થી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહાર માં કોઈ વખત પણ ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો..
એટલી ફક્ત વિનંતી કરૂ છું…આટલું બોલી ..પિન્ટુ ફરી તેના રૂમ.તરફ આગળ વધ્યો

મારા રૂમ મા રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ..હું બોલ્યો હે પ્રભુ…તારો.ખૂબ ખૂબ આભાર..
સંતાન સમજુ નીકળે ત્યારે પણ ભગવાન ની કૃપા સમજી લેજો.બધા ના નસીબ મા આવા સંતાનસુખ લખેલ નથી હોતા

*સંવેદના ના ઝરણાઓ*

સૌજન્ય :એક મિત્રની ફેસબુક દિવાલ

આશા અને અમર :

આશા અને અમરના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. આશાના સાસુ સરોજબેનના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે. રસોઈ બેસ્વાદ બનવા લાગી છે. વાસણોનો ખડખડાટ વધી ગયો છે. ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાયેલી હતી.

બપોરે જમવાના સમયે સરોજબેને કહ્યું, બેટા આજ મારે અને આશાને શોપીંગ મોલમાં જવું છે તો ઓફીસે જતાં સમયે છોડતો જજે. અમરે ફક્ત હા માં માથું હલાવ્યું. ત્રણ વાગ્યે અમરે આશા અને પોતાની માતાને શોપીંગ મોલે ઉતારી ઓફીસે જવા નીકળી ગયો. સરોજબેને ત્યાંથી મંદિરે જવા માટે રીક્ષા બંધાવી. આશા વિચારવા લાગી. પરંતુ એક શબ્દ બોલી નહીં. મંદિરે બંન્નેએ કૃષ્ણના દર્શન કર્યા. સરોજબેને મંદીરમાં જ આશાને પુછ્યું, “બેટા કૃષ્ણ સાથે ઉભેલ રાધાને તું ઓળખશ?” આશા ઉતરેલા મોએ બોલી બા એને કોણ ના ઓળખે ? તે કૃષ્ણની પ્રેમીકા છે એટલે તો બંન્નેની સાથે પુજા થાય છે. મોકો જોઈ સરોજબેન બોલ્યાં, “તું…? આશા સરોજબેન સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. સરોજબેને કહ્યું, “બેટા તું અમર માટે રાધા જ છો ને ? આશા ગુસ્સા સાથે બોલી, બા હું તેની રાધા હોત તો પાંચ દિવસ પહેલાં મારો જન્મદિવસ ગયો તે તેને બરાબર યાદ હોવો જોઈએ.

સરોજબેને આશાને હાથ પકડી મંદિરના બાંકડા પર બેસાડતાં કહ્યું, બેટા આજ તને મારી અને તારા બાપુજી એક વાત કહું. તારા બાપુજીને મારા જન્મ દિવસની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા લગ્નની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા સગાઈની તારીખ ક્યારેય યાદ નથી રહી. બેટા મારી વાત તો છોડી દે પરંતુ અમરના જન્મદિવસની તારીખ પણ યાદ નથી. તું વિચાર કર આ દરેક બાબતે હું રીસાતી રહું તો જીવું ક્યારે ? બેટા, તને એ ખબર છે કે, આ તારીખો તે ભુલવા નથી માંગતા પરંતુ તેની પાસે સમયનો જ અભાવ હોય છે. પુરુષોનો તેમાં કોઈ દોષ નથી હોતો. તેનો પુરો સમય પોતાની પત્ની, પુત્ર, તેના સપનાઓ અને તેની જરૂરીયાતો પુરી કરવામાં જ પસાર થઈ જાય છે. તારા બાપુજીને તો તેનો પોતાનો જન્મદિવસ પણ યાદ નથી રહ્યો આજ દિવસ સુધીમાં. આશા ફાટી આંખે સાસુની વાતો સાંભળી રહી હતી.

રડતાં રડતાં બોલી, બા તમે આ બધું શા માટે સહન કરો છો ? સરોજબેન હસતાં…હસતાં… બોલ્યાં, બેટા, હું તારા બાપુજીને ખુબ પ્રેમ કરું છું. મને ખબર છે તેને પુરી જિંદગી મારા અમર અને મારી પાછળ પુરી કરી નાંખી છે. તે ભુલી જાય તેના માટે ઝગડો કરીને હું તે દિવસને ક્યારેય બગાડતી નથી. પરંતુ હું યાદ કરીને તેને ભાવતી દરેક રસોઈ બનવું છું. તેના માટે તેની પસંદગીની કોઈને કોઈ ચીજ લઈ આપું છું. તે હંમેશા પરિવારની જવાબદારી અને સપનાઓ પુરા કરવામાં ભુલી જતાં હોય છે. પરંતુ મેં હંમેશા યાદ રાખીને દરેક દિવસને ઉજવ્યો છે. આજ વૃદ્ધાવસ્થામાં તેજ યાદોને યાદ કરીને ખુશી ખુશી જીવન પસાર કરીએ છીએ.

બેટા જીવન બહુ નાનું છે. તેને આ રીતે ઝગડો કરીને વેડફવું સારું નથી. સ્ત્રીઓએ તો દરેક પરીસ્થિતિમાં ઢળવાની આદત પાડવી જોઈએ. તને ખબર છે બેટા સ્ત્રી તેને જ કહેવાય જે ફાટેલા દુધને પનીર બનાવી તેનો અનેક જગ્યાએ ઉ૫યોગ કરી જાણે. સ્ત્રી એટલે ઘરને જોડનાર, હંમેશા ઘરમાં હાસ્ય ગુંજતું રહે તેનું નામ સ્ત્રી અને તેજ સ્ત્રી મકાનને ઘર અને સંબંધમા મીઠાશ જાળવી શકે. આશાની આંખોમાંથી ડબડબ આસું વહી રહ્યા હતાં. સરોજબેને આશાને બથમાં લેતાં કહ્યું, બેટા, આ અભણ સાસુ પાસે મન થાય ત્યારે મન હળવું કરી લેવું. આશા હીબકા ભરી મન મુકીને રડી પડી. સરોજબેને પોતાની હેન્ડબેગમાંથી પાણીની બોટલ લઈ પોતાના હાથે આશાને પાણી પાયું.

સરોજબેને કહ્યું, હવે ઘરે જશું ? આશા થોડા મલકાતા બોલી, બા મોલમાંથી અમરની પસંદગી… આશાની વાતને વચ્ચેથી કાંપતા સરોજબેન બોલ્યાં, કેમ નહી બેટા, જાગ્યા ત્યારથી સવાર. આજ તો સાંજે ઘરમાં મીજબાની હશે ને ? બન્ને એક સાથે ઠહાકા સાથે હસી પડ્યાં. ભગવાનને ફરી પગે લાગી. મોલમાંથી ખરીદી કરીને સાસુ વહુ બન્ને ઘરે આવ્યાં.

સાંજે ઓફિસેથી આવી અમર પોતાના રૂમમાં ગયો તો, તેના કપબોડમાં અમર માટે ઝગડો કર્યો તે માટે ગીફ્ટ સાથે માફી માંગતું કાર્ડ હતું. અમરને યાદ આવ્યું કે આશાના જન્મ દિવસના બીજે દિવસે યાદ આવતાં આશા માટે ગીફ્ટ લાવેલ હતો પરંતુ તેના ઝગડા અને અબોલામાં આપવાની જ રહી ગઈ. અમરે ગીફ્ટનું બોક્સ આશાની કપડાંની થપ્પી પર મુક્યું. ફ્રેસ થઈને અમર જમવા માટે હોલમાં પહોચ્યો તો દરેક રસોઈ તેની પસંદગીની હતી. આશાના સસરા બોલ્યાં, બેટા આજ અમરનો જન્મદિવસ છે ? પુરી ડીસ તેની પસંદની છે. આશામાં કહ્યું હા બાપુજી. અમર આશાના હસતાં ચહેરા સામે જોતો રહી ગયો. આશાના સસરા કહ્યું, બેટા, તારી બા એ આ ઘરમાં પગ મુક્યો ત્યારથી આજ સુધી મને એક પણ દિવસ યાદ રહ્યો નથી. તે દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવતી અને હું તે ઉત્સવો મનાવવા માટેની જરૂરીયાત પુરી કરવા માટે તનતોડ મહેનત કરતો અને ક્યારે દિવસ અને વર્ષો પસાર થઈ ગયા તેની ખબર જ ના પડી.

દરેક ઘરમાં આશા – અમર અને સરોજબેન હશે જ. આ રીતેનો મીઠો ઝગડો પણ હશે અને હોવો પણ જોઈએ. પરંતુ ઘરમાં સ્ત્રી હંમેશા સમજદાર અને શાંત હોવી જોઈએ. કોઈપણ મકાન ઘર ત્યારે જ બને છે જયારે તે ઘરમાં કોઈ સ્ત્રી સમજદાર અને શાંત સ્વભાવથી દરેક પરીસ્થિતિ પ્રમાણે સમજદારી પુર્વક નિર્ણય લઈ શકે. સારા દિવસને કોઈ વ્યક્તિના ભુલી જવાથી ઝગડો કરવો તે સમજદારી નથી પરંતુ તે દિવસને યાદ કરીને દરેકને તે ખુશીમાં જોડવા તે સમજદારી છે. તમારા ઘરમાં પણ કોઈ આશા હોય અને ક્યારેક તેની આશાનો દીપ બુઝાતો દેખાય તો જરૂર સરોજબેન જેવી સમજદારી બતાવીને સંભાળી લેજો.

-Whatsapp દ્વારા