સાચવી બેઠો…….અહમદ મકરાણી

બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

સાચવી બેઠો…….અહમદ મકરાણી

હ્રદયના કોક ખૂણામાં હું શૈશવ સાચવી બેઠો,
નશો જાણે હજી ચડતો હું આસવ સાચવી બેઠો.

જરા ઓઢીય જૌઉં તો અજબ મસ્તી છલકતી છે,
હું માંની યાદ ભીંજેલો એ પાલવ સાચવી બેઠો.

ના થાતી જીત કે ના હાર થાતી,યુધ્ધ ચાલું છે,
ભીતરમાં કેટલા કૌરવ ને પાડવ સાચવી બેઠો.

સતત આ કૈંક યાદોની મટૂકી રોજ ફોડાતી,
સમય નામે એ નટખટ માધવ સાચવી બેઠો.

નથી રહેતો હું મારામાં લગાવી જાઉં કૂદકો હું,
ના જાણે કેમ મારામાં હું ભૈરવ સાચવી બેઠો

(સૌજન્ય:કવિલોક:નવે-.ડીસે.:2014)

View original post