( 757 ) છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ ……સંકલિત

વિનોદ વિહાર

ramesh-2

આભાર … સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ 

આ ર. પા. કોણ છે?

પ્રિય મોરારિ બાપૂનાં શબ્દોમાં કહીએ તો રમેશ પારેખ કાંઇક ભાળી ગયેલો કવિ છે. ર. પા. કથાનો એક સરસ ઉપક્રમ રાજકોટનાં આંગણે રચાયો. રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત કથા હોય, હમણાં હમણાં ગાંધી કથા પણ સાંભળી. પણ આ ર. પા. કથા? પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપક્રમે શિવરાત્રિનાં પાવન દિવસે ર. પા.નાં જીવનસંગીની રસીલાબેન અને એમનાં કુંટુંબીજનની હાજરીમાં સૌ સહભાવકો સાથે અમે, એટલે મેં અને મારી કોકિલાએ સજોડે ર. પા. કથાનું શ્રવણ કર્યું. ર. પા. ખુદ એસએસસી પાસ પણ યુનિવર્સિટી એમને ડોકટરેટ ઓફ લિટરેચરથી સન્માને. ર. પા. ખુદ કેટલાંયની પી. એચ. ડી.નો વિષય બન્યા. એમની ખુમારી, એમની ખુદ્દારી, એમની સરળતા, એમની સહજતા- અમે અનુભવી હતી. કથાકાર ડો. ગુણવંત વ્યાસને તો ર. પા.નો અંગત પરિચય ઓછો. પણ એમણે ર. પા.ની જે અંતરંગ વાતો કરી, એની મઝા કાંઇ ઓર જ હતી.

રમેશ પારેખ શબ્દનો સ્વામી છે. ગુજરાતી ભાષા એનાં…

View original post 897 more words

રજા ત્યારે હવે દીલબર ! અમારી વાત થઇ પૂરી,

From Left K.J.Thaker, J.K.Sojitra, P.L.Makawana

From Left K.J.Thaker, J.K.Sojitra, P.L.Makawana, Balubhai

ઘણા સમયથી આ બ્લોગ માં નવું કાંઇ લખેલ નથી, પરંતુ આજે બનેલ એક ઘટનાએ મનમાં વિચારોનું ઘમસાણ મચાવતા આજે એક મારા સહ કર્મચારી, મિત્રને શ્રધાંજલી આપવા લખી રહેલ છું.સવારના ઉઠીને હજી તો ચા પણ પીવાની બાકી હતી ત્યાં પટેલભાઇ (એ.આર.પટેલ) નો ફોન આવ્યો મને પૂછ્યુ કાંઇ મકવાણાભાઇ ના સમાચાર જાણ્યા ? મેં તેમને ના કહી તો તેમણે મને જણાવ્યું આજે વહેલી સવારે હ્રદયરોગના તીવ્ર હુમલાને કારણે તેમનું અવસાન થયેલ છે.પહેલા તો મન આ વાત માનવા જ તૈયાર ન હતું, પરંતુ જ્યારે પટેલભાઇએ જણાવ્યું કે તેઓ સરકારી દવાખાનામાં છે અને અત્યારે તેમનું પી.એમ. ચાલી રહ્યુ છે ત્યારે વાસ્તવિકતા સ્વિકારવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.હું પુના થી આવ્યા બાદ તેમનો ફોન પર સંપર્ક કરવા અને અમારી તપાસના બાકી રહેલ જવાબ અંગે તથા બીજા સમાચાર તેમની પાંસેથી જાણવા માગતો હતો પણ મનમાં હતું રુબરૂ મળીશ આ સમાચાર મળતા મનમાં ઘણો અફસોસ થયો કે ન તો વાત કરી કે ન મળી પણ શક્યો.તેની સાથેનો ઘણો જ લાંબો સમયગાળો નજર સામેથી પસાર થઈ ગયો.તેમના જવાથી એક ઉમદા મિત્ર અને સદાય સાથ આપનાર સાથી ગુમાવ્યાની લાગણી અનુભવી.અનેક સારા નરશા પ્રસંગોએ અમે સાથે ગયેલ તે યાદ આવી ગયા.મે ૨૦૧૧ માં તેના કુટુંબ સાથે ગયેલ આંદામાન તથા દક્ષિણ ભારતના પ્રવાસના સંસ્મરણો તાજા થયા ઉપર મુકેલ તસ્વીર તીરૂપતિ દર્શન બાદ તિરૂપતિ ખાતે લેવામાં આવેલ. જોગાનુજોગ આજ રવિવારની ફૂલછાબની પૂર્તિમાં આવેલ કવિ નાથાલાલ દવેની પંક્તિઓ સંભળાવીને જાણે કદી ન વિસરી શકાય તેવી વિદાય લઇને ચાલ્યા ગયેલ પી.એલ. ના આત્માને પ્રભુ શાંતિ આપે તથા ભારતીબહેન તથા બંને બાળકોને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

રજા આપો હવે દાદા અમારી વાત થઇ પૂરી

અધૂરી વાત છે તોયે આ મુલાકાત થઇ પૂરી

અમારી વાત થઇ પૂરી..

કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા

તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા

તમે આધાર થઇ બેઠા અમે લાચાર થઈ બેઠા

અમારી વાત થઇ પૂરી..

તમે સરિતા તણી લહેરો તમે સાગર ઘણો ગહેરો

તમારા સ્મિતના પુષ્પો અને ઝાકળ ભીનો ચહેરો

તમારા મુખને જોયુ હવે ફરિયાદ થઈ પૂરી

અમારી વાત થઇ પૂરી…

સ્મરણ તારું હંમેશા દે, મરણ ટાણે સમાધિ દે

રહે નિર્લેપતા સુખમાં અને દુઃખમાં દિલાસો દે

ફક્ત જો આટલું આપો અમારી માંગણી પૂરી

અમારી વાત થઇ પૂરી……’ઉદય’ વિનવે છે

કર જોડી, ફરી આવીશ હું દોડી

ઝુકાવી આંખને અમથી રજા આપો હવે થોડી

જવાનું મન નથી થાતું અમારી આ જ મજબુરી

અમારી વાત થઇ પૂરી…

– ગણિ ઉદયરત્ન વિજ્યજી