પીઝઝા ના એ આઠ ટુકડા……….

જરુર થી એકવાર તો વાંચજો

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને… તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા….
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો…

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો,

બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો,

ત્રીજો મંદિર માં પ્રસાદ નો,

ચોથો ભાડા નો,

પાંચમો ઢીંગલી નો,

છઠ્ઠો બંગડી નો,

સાતમો જમાઈ ના બેલ્ટ નો

અને આઠમો બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.
“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

– WhatsApp સંદેશ

Advertisements

પચાશ વટાવી ગયેલા (અને માનસિક રીતે વ્રુધ્ધ થઈ ગયેલા યુવાનો માટે) -:

આજનો યુગ ખુબજ ઝડપ થી બદલાઈ રહ્યો છે.
નિત નવા સંશોધનો , નવી ટેકનિકો , નવા નવા સાધનો , નવી ભાષા , ઈન્ટરનેટ નુ વધતુ પ્રભુત્વ …
સ્નાયુબળ ને બુધ્ધીયે સંપુર્ણપણે સજ્જડ રીતે હરાવી દીધુ છે.
આવા સંજોગો માં ખાનપાન , પહેરવેશ , વાતચિત , વર્તણુક , ભાષા , આધુનિક યંત્રો અને ટેકનિકો ,દિવસરાત સતત બદલતી રહે છે .
યુવા પેઢી તેની ઉંમરના જોશ ને લીધે સતત અપડેટ થઈ સમય સાથે તાલ મિલાવવા માં મહદ્ અંશે સફળ થતી હોય છે .
આવા સમયે પચાશ વટી ચુકેલા પ્રૌઢો એ હાર માનવા ની જરુર નથી …
આપણી પાસે અનુભવના ભાથા સાથે હજુ પણ શરીર સક્ષમ જ હોય , ત્યારે ..

“ આપણે હવે ક્યા જરુર છે ?
આપણે હવે મોટા થઈ ગયા …!
આપણ ને ના શોભે..!!!
આપણ ને ના આવડે .. છોકરા’વ ને પુછુ …
ઈ ઝંઝટ માં શુ કામ પડવુ ?”
આવુ મોટા ભાગના લોકો પાસે હું સાંભળુ છુ .
શા માટે ભાઈયો ?
જો આજે જ આ પરિવર્તન ના રસ્તે હાર માની ને બેસી રહેશો તો …..
આવતા દશ વર્ષ માં જ પાછલા સો વર્ષ જેટલુ પરિવર્તન આવવાનુ છે ત્યારે આપણે દશ વર્ષ માં જ એટલા પછાત અને outdated થઈ જશુ કે આવતી પેઢી આપણ ને પરગ્રહવાસી ( alien) ની નજરે જોશે .
“તમને નો ખબર પડે …!
તમને એ ના ફાવે …!!
તમારુ કામ નથી ..!!!
તમને ના સારુ લાગે …!!
તમો વચ્ચે ના બોલો …!!!

આવા શબ્દો ના મારા સામે અસહાય બની
“ચકળવકળ “ ડોળા થી બાઘા બની ને જ રહેશો ….
તો આ ઝડપી જમાના અને આગલી પેઢી સાથે કદમ પે કદમ ચાલવા શુ કરવુ જોય ?
આ રહી થોડી મારા તરફ થી (૫૨ વર્ષે ) ટીપ્સ …
૧:- હમેંશા યુવાનો થી પણ સ્વચ્છ , સુઘડ અને ફેશનેબલ રહો …
૨:- વિચારો માં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .
૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી !
પોતાને યુવાન જ માનો .
૪:- યુવાનો સાથે સતત સંપર્ક જાળવો અને નવી નવી શોધો , ટેકનિકો સાથે અપડેટ રહો ..
જેમકે યુવાનો ની જેમજ , ઈન્ટરનેટ
, મોબાઈલ , કોમ્યુટર , ગવર્મેંટ ના નવા નવા નિયમો , નવા વાહનો , નવી ફેશન , નવતર મસ્તી .. વગેરે યુવાનો ના સંપર્ક થી જ મળે ..
આ માટે તમારા બાળકો ના વાલી નહી , ખાસ મિત્ર બનો .
મનને પુછો … એને આવડે ને મને કેમ નહી ?
૫: સતત અપડેટ રહો …
પાણી પણ વહેતુ હોય ત્યા સુધી જ નિર્મળ રહે ,
બંધાયાર થતા જ ગંધાવા લાગે ..
માટે સતત અપડેટ રહેવાનો સૌથી મોટો ઉપાય છે .. સોશ્યલ મિડીયા , ટીવી અને ન્યુઝ પેપર , તંદુરસ્ત વિચારો વાળા સાથે ગોષ્ઠી..
૬:- ફેશન અને ઘડપણ ને એકબીજાના વિરોધી ના માનો .
૭:- બાળકો પાસેથી સતત નવા ખાનપાન , ફેશન , વિશે જાણો .
૮:- દેવ દર્શન સવાર પુરતા જ રાખો .
દેશ અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .
૯:- કથા , પ્રવચન , ભજનો , ડાયરા , માંડવા , હરદ્વાર ની હડીયાપટ્ટી , વગેરે સાવ માપના રાખો .
દુનિયા ને બતાવવા ધાર્મિક ના બનો . એમાં લાભ કરતાં નુકશાન વધુ છે.
૧૦: – શીશુ અવસ્થા થી માંડી ને ૫૦ વર્ષે પણ જે પોતાના દેશ કે ધર્મ , સમાજ ( જાતી નહી , સમુહ) ને કામ ના આવ્યો હોય તે પછી લંગોટી પહેરી ભક્ત હોવાનો દેખાવ કરે તેની પાછળ થી તમામ મશ્કરી જ કરે !!!
૧૧:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી વિધ્યાર્થી બની શીખો ..
છેલ્લે સુધી કાર્ય કરતા રહો …
હાથ કે હથીયાર હેઠા મુકો તો તુરંત નકારત્મકતા તમને ઘેરી લેશે ..
તમો પચાસ ઉપર પહોંચ્યા છો એજ તમારા પરની પ્રભુ ક્રુપા છે …
પાછલી જિંદગી એ તો બોનસ છે …
શોખ અને વટ થી માણો .. ઢસરડા કરીને નહી …
( આ બાબત એ ૨૫-૩૦ વર્ષે માનસિક રીતે વ્રુધ્ધ થઈ ગયેલા યુવાનો માટે પણ શીખવા જેવી છે )

– whatsapp સંદેશ દ્વારા

બાળ ગીતો – Free Hindi ebooks

https://harshad30.wordpress.com/category/%e0%a4%95%e0%a4%b5%e0%a4%bf%e0%a4%a4%e0%a4%be-kavita-%e0%aa%95%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3-%e0%aa%97%e0%ab%80%e0%aa%a4%e0%ab%8b-kavita-%e0%aa%95%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be/