About

હું નિવૃત સિવીલ ઇજનેર છું ગુજરાત સરકારશ્રીના સિંચાઇ વિભાગમાં સપ્ટે.૨૦૧૧ માં નિવૃત થયા બાદ મારા વિચારોને વાચા આપવા માટે આ માધ્યમ સ્વિકારેલ છે, પરંતુ હજુ શરૂઆત છે તેથી બધા મહારથીઓના બ્લોગ વિશ્વમાં ડોકીયું કરી શીખી રહ્યો છું તથા મને જે ગમે તે વ્હેચવાનો પ્રયત્ન કરૂછું. અમરેલી મારૂં વતન છે અને હાલમાં અમરેલી રહું છું. મારા રસના વિષયો અંગે જણાવું તો વાંચન, ભ્રમણ, સંગીત, મિત્રો બનાવવા, ફોટોગ્રાફી, નેટ સર્ફીગ, વગેરે.

11 thoughts on “About

  1. તમારો પરિચય જાણી બહુ આનંદ થયો. ઈમેલ દ્વારા અંગત વિચાર વિમર્શ કરવાનું ગમશે.

    Liked by 1 person

      • તમે હાસ્ય દરબાર અને ગુજરાતી પ્રતિભા પરિચય પર ‘લાઈક’ કરો, કોમેન્ટ આપો, કે રિબ્લોગ કરો – એ જરૂર ગમે. પણ સંબંધ આગળ ધપાવીએ તો? ઈમેલથી વાતચીત કરવી ગમશે.

        Liked by 1 person

  2. બ્લોગના પાના પર એક નાનકડા ક્લિક કરવાની મહત્તા સમજાઈ. રસપ્રદ એવા આપના બ્લોગની મુલાકાત લીધી. એક કબીરજીનો દોહરો યાદ આવે છે.
    બૂરાન દેખન મેં ચલા બૂરાન મિલિયા કોઈ
    જબ પઢા બ્લોગ મેરા મુજસે બુરા ના કોઈ.

    Like

  3. મારા બ્લોગ વિનોદ વિહારની એક પોસ્ટને આપના બ્લોગમાં રી-બ્લોગ કરી એના ઉપરથી તમારા

    બ્લોગની મુલાકાત લીધી .

    આપનો ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ બ્લોગમાં જણાઈ આવે છે .

    આપને અભિનંદન સાથે ખુબ જ શુભેચ્છાઓ છે .

    Like

  4. મારા બ્લોગના વીઝીટર્સમાં આપની પ્રોફાઈલ જોઈ અહીં આવી ચડ્યો.
    બ્લોગ પરની કેટલીક પોસ્ટ ઘણી ગમી. પરિચય આપ્યો હોત તો વધુ આનંદ થાત.
    મળતા રહેશું.

    Liked by 1 person

Leave a comment